પોતાના આ ગુણોને કારણે જ મંગલસૂત્ર હોય છે ખાસ

Please log in or register to like posts.
News

હિન્દુ સુહાગણ સ્ત્રી

જો કોઇ ચોર હિન્દુ સુહાગણ યુવતીનો પર્સ ચોરીને લઇ જાય જેમાં પૈસાની સાથે કિંમતી વસ્તુઓ પણ હોય તો તે યુવતીનો દુઃખ તો થાય જ છે. પણ જો કોઇ તેનું મંગલસૂત્ર છીનવીને ભાગ જાય તો તેનો અડધો જીવ ત્યારે જ નીકળી જતો હોય છે. આ માત્ર કહેવાની વાત નથ, જોઇ-જાણેલી હકીકત છે જે રોજ-બરોજ ભારતના કોઇના કોઇ ખુણે બનતી રહે છે.

મંગલસૂત્રનું અસ્તિત્વ

આમ તો આજના યુગમાં દરેક વસ્તુઓને પૈસા સાથે જોડવામાં આવે છે. જે વધુ મોંઘુ તેની વધુ કિંમત અને જે સસ્તું હોય તેને ઓછું જ આંકવામાં આવે છે.

પીળાં-કાળાં મોતી

પરિણિત હુન્દુ મહિલાઓ માટે એક મંગલસૂત્ર જેમાં કેટલાક પીળા-કાળા મોતી અને પેન્ડન્ટ દોરાથી પોરવેલું હોય, આ દોરાને અન્ય કોઇપણ વસ્તુથી વધુ કિંમતી માનવામાં આવે છે.

મંગલસૂત્ર હંમેશા માટે ઉતાર્યું

પરંતુ હાલમાં જ એક એવી ઘટના સામે આવી જેમાં આ તમામ વાતોને પાછળ છોડી દીધી. આ ઘટના દક્ષિણ ભારતના ચેન્નઇની છે, જ્યાં દ્રવિદાર કડ઼ગમ નામના એક સંગઠન દ્વારા એક એવો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 20 મહિલાઓએ પોતાના મંગલસૂત્ર હંમેશા માટે ઉતારવાનો નિર્ણય લઇ લીધો.

માત્ર એક દોરો

આ મહિલાઓનું માનવું છે કે મંગલસૂત્ર આજના સમયમાં વિશ્વાસના દોરાના રૂપમાં નહીં, પણ લગ્નના બંધન માત્રનું કામ કરે છે જે પરિણિત મહિલાઓ પહેરે છે. આ માત્ર એક દોરો છે જેને દેખાડાના રૂપમાં પહેરવામાં આવે છે.

પરિવારની મર્યાદા

કાર્યક્રમમાં સામેલ થયેલી એક મહિલા, બી.એચ. નિર્મલાનું કહેવું છે કે એમના લગ્નના 10 વર્ષ થઇ ગયાં છે. લગ્ન દરમિયાન વિધિ પૂર્વક તેમના પતિએ તેમને મંગલસૂત્ર પહેરાવ્યું હતું. પણ લગ્નના ઠીક બાદ તેના પતિએ તેને મંગલસૂત્ર ન પહેરવા કહ્યું, પરંતુ પરિવારની મર્યાદાને સમજીને નિર્મલાએ મંગલસૂત્ર ન ઉતાર્યું.

માત્ર એક બંધન

નિર્મલા કહે છે કે એ સમયે તેમને મંગલસૂત્ર પહેરવા કે ન પહેરવા બાબતે એટલી બધી સમજ ન હતી, માટે સાસરિયાંઓને જે ઠીક લાગ્યું તે તેમણે કર્યું. પણ આજે એક સક્ષમ અને યુવા ભારતની સ્વતંત્ર મહિલા હોવાના રૂપે તે સમજે છે કે મંગલસૂત્ર પહેરવું માત્ર એક બંધન નથી.

પુરુષો કેમ નથી પહેરતા

નિર્મલા કહે છે કે, “જો મંગલસૂત્રને વિશ્વાસ અને પ્રેમના નામ પર પહેરવામાં આવે તો પુરુષો તેને કેમ નથી પહેરતા? માત્ર સ્ત્રીઓને જ આ બંધનમાં બાંધી રાખવાનો રિવાજ કેમ છે? માત્ર મંગલસૂત્ર જ નહીં, આ ઉપરાંત એવી કેટલીય વસ્તુઓ છે જે મહિલાઓએ લગ્ન પછી પહેરવી પડે છે.”

બદલાવનો વિકાસ

નિર્મલા માને છે કે મંગલસૂત્ર સ્ત્રીઓને પુરુષો સામે દબાવી રાખવાની એક રીત છે. પરંતુ આજના સ્વતંત્ર ભારતની મહિલાઓ પોતાની આઝાદી ઇચ્છે છે અને તે એક મોટા બદલાવ બાદ મળશે. પરંતુ મોટો બદલાવ એકદમથી શરૂ નથી થતો હોતો. ધીરે-ધીરે જ બદલાવનો વિકાસ થતો હોય છે.

બંધન મુક્ત સંબંધ

નિર્મલાનું કહેવું છે કે આપણો સમાજ બદલાવને અપનાવવામાં સમય લે છે. વિરોધ પણ કરે છે અને અંતમાં તેને અપનાવી લે છે. નિર્મલાએ પોતાનું મંગલસૂત્ર અપનાવીને એક બદલાવ શરૂ કર્યો છે અને પોતાના બાળકોને પણ બંધન મુક્ત સંબંધ ચલાવવાની શીખામણ આપી છે.

વિવિધ પ્રકારના આભૂષણ

પરંતુ શું આજે સ્ત્રીઓ નિર્મલાની જેમ જ વિચારે છે? કદાચ નહીં! આજે પણ ભારતમાં ખાસ કરીને હિન્દુ સંસ્કૃતિની મહિલાઓ લગ્ન સાથે જોડાયેલા રિવાજોને પોતા કરતા વધુ મહત્વ આપે છે. લગ્ન બાદ લગ્ન બાદ મહિલાઓ વિવિધ પ્રકારના ઘરેણા પહેરતી હોય છે.

સંસ્કૃતિઓ પર આધાર

આ બધુ વિવિધ ક્ષેત્રો અને સંસ્કૃતિ ઉપર આધાર રાખે છે. પરંતુ હિન્દુ ધર્મની મહિલાઓ માટે સૌથી વધુ મહત્વનું ઘરેણું હોય તો તે છે મંગલસૂત્ર. એમના માટે મંગલસૂત્ર માત્ર એક દોરો નથી, પણ એમના વૈવાહિક જીવનની નિશાની છે. તેઓ આને પોતાનો હક સમજે છે.

મંત્રોનું ઉચ્ચારણ

જૂના જમાનામાં મંગલસૂત્રના નામે લગ્ન દરમિયાન હળદરના લેપથી લપેટાયેલો દોરો પહેરાવવામાં આવતો હતો. આ દોરો વરરાજો જ્યારે દુલ્હનને પહેરાવે છે ત્યારે પંડિત એક મંત્રનું ઉચ્ચારણ કરતા હતા.

ત્રણ પાક્કી ગાંઠ

મંગલસૂત્રને બાંધતી વખતે પતિ દ્વારા ત્રણ પાક્કી ગાંઠ બાંધવામાં આવે છે. આ ગાંઠને બંનેના અતૂટ સંબંધનું પ્રતિક માનવામાં આવે છે. કહેવાય છે કે મંગલસૂત્ર બાંધતી વખતે માત્ર પહેલી ગાંઠ પતિ બાંધે છે અને બાકીની બે ગાંઠો વરરાજાની બહેનો બાંધે છે.

મંગલસૂત્ર બદલાઇ ગયું

પ્રાચીન સમયમાં આવી રીતે મંગલસૂત્ર બાંધવાની વિધિ પૂરી કરવામાં આવતી હતી. આજે ઠીક એવી રીતે મંગલસૂત્ર પહેરાવવામાં આવે છે, પરંતુ આજકાલ મંગલસૂત્ર જ બદલાઇ ગયું છે. આજકાલ મંગલસૂત્ર સોનાના બનેલાં હોય છે. સોનાની ચેનમાં કાળા રંગના મોતી પોરવવામાં આવે છે. માન્યતા છે કે આ કાળા મોતી એ સ્ત્રીના પતિને સંસારની તમામ ખરાબ નજરથી બચાવવાનું કાર્ય કરે છે. આ મંગલસૂત્રની વચ્ચે એક પેન્ડન્ટ હોય છે. આ પણ સોનાનું બનેલું હોય છે.

શિવ-પાર્વતીની જેમ પવિત્ર

એવું કહેવામાં આવે છે કે, મંગલસૂત્રના સોનાનો હિસ્સો માતા પાર્વતીને દર્શાવે છે અને એમાં લાગેલાં કાળાં મોતી ભગવાન શિવને દર્શાવે છે. હિન્દુ ધર્મમાં માતા પાર્વતી અને ભગવાન શિવને વૈવાહિક જીવનની સૌથી ઉપર સમજવામાં આવે છે. સૌકોઇ ઇચ્છે છે કે એમનો સંબંધ પણ શિવ-પાર્વતીની જેમ પવિત્ર અને સફળ રહે.

શાસ્ત્રોમાં મહત્વ

શાસ્ત્રોમાં પણ મંગલસૂત્ર પહેરાવનું એક મહત્વ સામેલ છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ મંગલસૂત્ર બનાવતી વખતે ઉપયોગમાં લેવાયેલ સોનું બહુ લાભદાયી હોય છે. સોનું ગુરુના પ્રભાવમાં હોય છે. ગુરુ ગ્રહને વૈવાહિક જીવનમાં ખુશહાલી, સંપત્તિ અને જ્ઞાન વર્ધક માનવામાં આવે છે.

દામ્પત્ય જીવન

સ્ત્રીની કુંડળીમાં પતિનો કારક ગ્રહ ગુરુ છે અને આ સ્વર્ણનો પણ પ્રતિનિધિ ગ્રહ છે. આ માટે મંગલસૂત્રમાં અધિક અે શુદ્ધ સોનાના પ્રયોગ દામ્પત્ય જીવનમાં ખુશહાલી લાવે છે. એ જરૂર ધ્યાન રાખવું જોઇએ કે ક્યાંક એ સંબંધિત સ્ત્રી માટે ગુરુ નેગેટિવ પ્રભાવ ઉત્પન્ન ન કરી રહ્યા હોય. આવી દશામાં સોનાનો વધઉ ઉપયોગ એમની નકારાત્મકતા વધુ વધારી દેશે. ફળસ્વરૂપે દામ્પત્ય જીવનમાં કડવહટ આવી શકે છે.

આજની પેઢી

પ્રાચીન સમયથી જ વરરાજાના પરિવાર તરફથી મંગલસૂત્ર લાવવામાં આવી રહ્યું હતુ્ં. આજે પણ આ જ રિવાજ ચાલી રહ્યો છે. જો કે મંગલસૂત્રની ડિઝાઇન આજની પેઢીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે.

સોનું કે ડાયમંડ સાથે જોડાયેલું

આજની મહિલાઓ નાના અને સોનું કે ડાયમંડ જડેલ મંગલસૂત્ર પહેરે છે. એટલું જ નહીં, કેટલાક લોકો તો આને ફેશનની એક વસ્તુ તરીકે પણ જૂએ છે. અને ક્યારેક મંગલસૂત્ર તેમના સ્ટેટસ લેવલની સાથે તાલમેલ ન રાખતું હોય તો તેને ઉતારી પણ દેતી હોય છે.

રીતિ રિવાજોના નામ પર

ત્યારે નિર્મલા દ્વારા લેવામાં આવેલું આ પગલું એકદમ યોગ્ય સાબિત થઇ શકે છે. દિલથી નહીં પણ મંગલસૂત્રને ફેશન કે રીતિ-રિવાજોના નામ પર પહેરી રહ્યા હોય તો તે પહેરવાની જરૂર શું છે? કે આજે પણ જો આને પહેરવાનું કોઇ ચોક્કસ કારણ બચ્યું હોય તો તે દુનિયાને ખબર હોવી જોઇએ.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Source link: IamGujarat

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.