મમરા એક એવી વાનગી છે જે સફેદ ચોખાથી તૈયાર થાય છે. મમરાંનું સેવન ભારતમાં નાસ્તાના રૂપે વધુ કરવામાં આવે છે. જોકે કેટલાક લોકોને એવો વ્હેમ હોય છે કે મમરા ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. તો કેટલાક લોકો એવા પણ છે જેઓ મમરાને જંક ફૂડ માને છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે મમરા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ચાલો તો જાણી લૈયે મમરા ખાવાથી કયા કયા ફાયદા થાય છે.
હાડકા થશે મજબૂત
મોટાભાગે મહિલાઓને હંમેશા હાડકા કમજોર હોવાની ફરિયાદ રહેતી હોય છે. જો તમારે આ સમસ્યાથી બચવું છે તો રોજ 100 ગ્રામ મમરા ખાવાનું ચાલી કરી દેવું કારણકે એ વિટામન્સનો ભંડાર હોય છે. મમરામાં વિટામીન ડી, વિટામીન બી2 અને વિટામીન બી 1 ભરપૂર પ્રમાણમાં રહેલું હોય છે. આ બધા સિવાય મમરામાં કેલ્શ્યિમ પણ રહેલું હોય છે માટે જો તમે રોજ મમરા ખાઓ છો તો તમને દાંત અને હાડકાને લગતી સમસ્યા થશે નહીં.
કબજિયાતની તકલીફમાં
કેટલાક લોકો એવા હોય છે જેમને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે અને આ સમસ્યાને દૂર કરવા માટે જો તમને કોઇ વિકલ્પ નથી મળી તો તમે મમરા ખાઈ શકો છો. મમરા ફાયદાકારક બેક્ટેરિયાનો ભંડાર ધરાવે છે માટે એ કબજિયાતની સમસ્યાને દૂર કરવામા મદદ કરે છે.
બ્લડ પ્રેશરને રાખે કંટ્રોલમાં
જો તમને બ્લડપ્રેશરની સમસ્યા હોય તો મમરા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. મમરામાં સોડિયમનુ યોગ્ય પ્રમાણ રહેલું હોય છે અને એ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. જો તમે રોજ યોગ્ય માત્રામાં મમરા ખાશો તો તમે હાઇ બ્લડપ્રેશરની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.
પાચનક્રિયાને સુધારે
મમરામાં ફાઇબરના કણ યોગ્ય પ્રમાણમાં રહેલા હોય છે. એમાં સારી વાત એ છે કે જો 100 ગ્રામ મમરા ખાવામાં આવે તો 17 ગ્રામ ફાઇબરને ઇનટેક કરે છે. જે તમારી પાચન ક્રિયાને તો સુધારે છે સાથે સાથે એ આંતરડાને લગતી ઘણી સમસ્યાઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.
એનર્જી વધારે
100 ગ્રામ મમરાની વાત કરીયે તો એમાં 90 ગ્રામ કાર્બોહાઇડ્રેટ રહેલું હોય છે. કાર્બોહાઇડ્રેટ તમારા શરીરમાં એનર્જીને વધારે છે અને ડલનેસને પણ દૂર કરે છે. એટલા માટે જો તમે રોજના 100 ગ્રામ મમરા ખાઓ છોતો તમને કોઈ દિવસ કમજોરીનો અનુભવ નહીં થાય. મમરા આપણા શરીરમાં એક ઇંધણની જેમ ક્જ કાર્ય કરે છે અને એ આપણા માટે ખૂબ લાભદાયી હોય છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.