in

આ અભિનેતાએ માત્ર 2 મિનિટના કાર્યથી ઘટાડયું 13 કિલો વજન, જાણી લો જાપાની ખાસ ટિપ્સ

આપણા વધતા વજનને લીધે શરીરમાં થાઇરોઇડ, પીસીઓડી અને ડાયાબિટીસ જેવી ભયંકર બીમારીઓ શરીરમાં પ્રવેશી શકે છે. વધતું વજન ફક્ત તમારુ લુક જ ખરાબ કરે છે એવું નથી પણ એ બ્લડ ડિસઓર્ડર અને હાર્ટ એટેક જેવી બીમારીઓને પણ આમંત્રણ આપે છે. જો તમે પણ તમારા વધતા વજનથી હેરાન પરેશાન છો તે જાણી લો આ નવી જાપાની ટેકનીક વિષે જે તમારી આ સમસ્યાને દૂર કરી શકે છે.

હાલમાં વજન ઓછું કરવા માટે એક જાપાની ટેકનિક ઘણી જ પ્રખ્યાત થઇ રહી છે. આ ટેકનીકની મદદથી તમે ખુબ જ ઝડપથી તમારું બેલી ફેટ ઘટાડી શકો છો. જાપાનના એક અભિનેતા માઇક રયોસ્કે આ રીતને અપનાવી છે.

Advertisements

માઇકના કહેવા પ્રમાણે આ જાપાની ટેકનીકની મદદથી તેમનું 13 કિલોગ્રામ વજન ઘટ્યું છે. આ અભિનેતાએ 4.7 ઇંચ પેટ ઓછું કર્યું છે એવો પણ દાવો કર્યો છે. બીજી એક વાત તમને જણાવી દઇએ કે આ ફક્ત બે જ મિનિટની એક્સરસાઇઝનું પરિણામ છે. સાથે જ એને પીઠના દુખાવાની સમસ્યાથી પણ મુક્તિ મળી ગઈ છે. આ વજન માઇકે એકદમ ઓછા સમયમાં ઘટાડ્યું છે.

કઈ રીતે કરશો આ જાપાની એક્સરસાઇઝ?

એના માટે જમીન પર તમારો એક પગ આગળની તરફ અને બીજો પગ થોડોક પાછળની તરફ રાખવાનો છે. તમારા શરીરના પાછળના ભાગ અને પગ પર દબાણ કરવું. એ પછી હવામાં ઉપર હાથ ઉઠાવીને 3 સેકન્ડ સુધી શ્વાસ ખેંચવો.

Advertisements

આ આખી પ્રક્રિયા પૂરી થાય એ પછી 7 સેકન્ડ સુધી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકાળવો. શ્વાસ છોડતા સમયે તમારે હાથને ટાઇટ કરીને ઉપરથી નીચે તરફ લાવવાની કોશિશ કરવાની છે. આ રીતે રોજ 2-10 મિનિટ સુધી કરવાથી તમારું વજન ઘટવા લાગશે.

ડાયેટ પર રાખવું નિયંત્રણ :

આ જાપાની રીતને અનુસરો ત્યારે તમારે ડાયેટ પર પણ નિયંત્રણ રાખવાનું છે. એટલે વધારે પ્રમાણમાં તીખુ-તળેલું કે જંક ફૂડથી દૂર રહેવું. સાથે જ શુગર ડ્રિંક્સ, વ્હાઇટ બ્રેડ, પાસ્તા અને આલ્કોહોલનું સેવન કરવાનું બંધ જ કરી દેવું.

Advertisements

આ વસ્તુઓનો કરો સમાવેશ :

પેટની ચરબી ઘટાડવા માટે તમારે કેળા, દહીં, તાજા ફળ-શાકભાજી, બદામ સહિતની વસ્તુઓનું સેવન કરવાનું છે.

ટિપ્પણી
Advertisements

લગ્નના 22 વર્ષ પછી હિમેશે આપ્યા હતા પત્નીને છૂટાછેડા, આશા ભોંસલે મારવા ઇચ્છતી હતી થપ્પડ

એવું તો શું બન્યું કે અમિતાભ બચ્ચન KBC ના સ્ટેજ પર જ રડી પડ્યા, અને બોલ્યા કંઈક આવું