in

વજન ઘટાડવા માટે ઘઉંની નહિ પણ ચાલુ કરો આ લોટની રોટલી ખાવાનું

કોઈ પણ સમયે જ્યારે ભારતીય રોટલીની વાત કરવામાં આવે તો આપણે ફક્ત ઘઉંના લોટ અથવા તો મેંદા પર જ વિશ્વાસ કરતા હોઈએ છીએ, પણ એ સિવાય પણ એવા ઘણા અનાજ છે જે તમારા માટે એક હેલ્ધી વિકલ્પ સાબિત થઇ શકે છે. જો તમે લો-કાર્બ રોટલી પર સ્વિચ કરવા ઈચ્છો છો અથવા તો પછી ફક્ત ઘઉંના લોટની રોટલી ખાઇને એકદમ કંટાળી ગયા છો તો હવે તમારા માટે આ એક વિકલ્પ છે, એમ કરવાથી તમારું વજન ઝડપથી ઘટશે.

ઓટ્સ રોટી

Image result for oats roti

Advertisements

તમે ઘણી વાર ઓટ્સનો હલવો, ખીચડી, કુકીસ સહિતની વસ્તુઓ વિષે સાંભળ્યું જ હશે પણ શું તમે કોઈ દિવસ ઓટ્સની રોટલી ખાધી છે. જો નથી કરી તો ઓટ્સની રોટલી એ એક એવી વસ્તુ છે કે જેને તમે તમારા ભોજનમાં સહેલાઇથી ઉમેરી શકો છો,અને એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

નારિયેળના લોટની રોટલી

Image result for coconut flour roti

નારિયેળના દૂધના નિષ્કર્ષણથી તૈયાર થયેલા પલ્પથી નિર્મિત નારિયેળના લોટમાં નારિયેળના લોટમાં નારિયેળના દરેક ગુણ રહેલા હોય છે. એમ રીતે પણ તમે રોટલી તૈયાર કરી શકો છો. નારિયેળના લોટથી રોટલી બનાવતી વખતે કેટલીક વાતનું ધ્યાન રાખવું પડે છે. જેવું કે 20 ટકા નારિયેળના લોટનો ઉપયોગ કરવો જોઈએ અને પછી એને ઘઉંના લોટ સાથે મિક્સ કરી લો , એનું કારણ છે કે નારિયેળનો લોટ ઘણો જ ઘટ્ટ હોય છે અને જયારે એ પાકે એટલે વધારે ભેજન શોષે છે. નારિયેળના લોટમાં કાર્બ્સનું પ્રમાણ ઓછું રહેલું હોય છે પણ એમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં રહેલું હોય છે.

Advertisements

રાગીના લોટમાંથી બનાવેલી રોટલી

Image result for ragi flour roti

રાગી કે જે ફિગર મિલેટ તરીકે પણ ઓળખાય છે. આ અનાજ પોષક તત્વોથી ભરપૂર હોય છે. લગભગ 100 ગ્રામ રાગીમાં 5-8 ટકા પ્રોટીન, 2.5-3.5 ટકા મિનરલ, 65-75 ટકા કાર્બોહાઇડ્રેટ, 15-20 ટકા આહાર ફાઇબર, અને 1-2 ટકા અન્ય વસ્તુઓ હાજર હોય છે. આ સિવાય રાગીમાં અન્ય અનાજની સરખામણી કરીએ તો એમાં કેલ્શ્યિમનું પ્રમાણ પણ વધુ રહેલું હોય છે.

માટે હવે તમારા પાસે રોટલીમાં પણ ઘઉં ઉપરાંત પૌષ્ટિક અને સ્વાદિષ્ટ અનાજનો વિકલ્પ રહેલો છે. તો આજે આ કરજો ટ્રાય અને કાર્બ યુકત વિના ડાયેટની મજા માણો અને તમારું વજન સહેલાઇથી ઘટાડો.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

મમરા ખાવાથી આ બીમારીઓ રહેશે દૂર, કોઈ દિવસ કબજિયાત પણ થશે નહિ

શિયાળાની ઋતુમાં ગરમ પાણી અને સવારનું જોગિંગ રાહત આપશે સાંધાના દુખાવામાં