સાંધાના દુખાવાનો અક્સીર ઇલાજ છે સરગવાનો જ્યુસ, જાણો તેનાં વધુ ફાયદા

Please log in or register to like posts.
News

ઘણી વખત આપણને સાંધાના દુખાવાની સમસ્યા સતાવતી રહે છે. આપણાં હાડકાં વધતી ઉંમર સાથે નરમ પડવાનાં કારણે જોઇન્ટ્સનાં દુખાવાની સમસ્યા સર્જાતી હોય છે તેવામાં આ દુખાવો દૂર
કરવાની સૌથી શ્રેષ્ઠ અને અક્સીર ઇલાજ કોઇ હોય તો તે છે સરગવાની શીંગ અથવા તો સરગવાનાં ઝાડનાં પાંદડાં.

આપ સરગવાનાં ઝાડનાં પાન કે પછી શીંગનું જ્યુસ બનાવીને પી શકો છો. પાનને તમે ધોઇને લીમડાનું જ્યૂસ કાઢીયે તે રીતે કાઢી શકો છો.

જ્યારે સરગવાની શીંગને તમારે બાફી દેવાની હોય છે બાદમાં તેને મિક્સરમાં ક્રશ કરી તેનું જ્યૂસ કાઢવાનું હોય છે આ મિશ્રણને ગાળીને તેમાં જરૂર મુજબ મીઠુ કે મરી ઉમેરી પી શકો છો.

આ જ્યુસ તમને પીવામાં પણ ઘણું ટેસ્ટી લાગશે. સાથે સાથે સાંધાના દુખાવાની સમસ્યા ઉપરાંત તમારી મોટાભાગની બિમારીઓ પણ દૂર કરશે.

• ડાયાબીટીસના દર્દીઓ માટે પણ એ અત્યંત ફાયદાકારક છે.

• સરગવો આંખનું તેજ વધારે છે, હાડકાંને મજબુત બનાવે છે.

• સરગવો વજન ઘટાડવા અને કાબુમાં રાખવા માટે પણ ખુબ જ ઉપયોગી છે, તેનાં સેવનથી શરીરનું મેટાબોલીઝમ સુધરે છે, પાચનક્રીયા સુધરે છે અને ફેટ્સ બળવાની શરુ થાય છે.

• સરગવાનાં પાન અને સરગવાની શીંગ ગર્ભવતી મહીલાઓ, સ્તનપાન કરાવતી મહીલાઓ, મેનોપોઝ ચાલતો હોય તેવી મહીલાઓ માટે અક્સીર છે.

• સરગવો કેન્સરના દર્દીઓ માટે અત્યંત ઉપયોગી સાબીત થાય છે, કારણ કે કેન્સરમાં કેમોથેરપી દ્વારા જે સાઈડ ઈફેક્ટ્સ વ્યક્તીને નડે છે એ સાઈડ ઈફેક્ટમાં સરગવાથી ઘણો ફાયદો થાય છે.

• સરગવો ડીટોક્સીફીકેશન માટે પણ અત્યંત ઉપયોગી છે. એ શરીરમાં ફરતા નકામા કચરા જેને ફ્રી રેડીકલ્સ કહે છે, એને બાંધે છે અને શરીરમાંથી દુર કરે છે. આથી ત્વચા અને વાળને થતું નુકસાન પણ અટકે છે

• ટીબીના દર્દીઓ, રુમેટોઈડ આર્થરાઈટીસના દરદીઓ, કોઈ પણ જાતની માંદગીમાંથી ઉભા થયા હોય તેવા લોકો માટે પણ આ જ્યૂસ અમૃત સાબીત થઈ શકે છે.

• પાચનને લગતી કોઈ મુશ્કેલી હોય, ગેસ, એસીડીટીની તકલીફ હોય તેમને પણ સરગવાથી ઘણો લાભ થાય છે.

• સરગવામાં રહેલાં પોષકતત્વો વ્યક્તીનો રેઝીસ્ટન્સ પાવર વધારે છે, જેથી તેની રોગપ્રતીકારક શક્તી પ્રબળ બને છે અને રોગો સામે લડી શકવા તે વધુ સક્ષમ બને છે.

• સરગવાના સેવનથી બોડી વેઇનને લગતી સમસ્યા જેમ કે, ખાલી ચડી જવી, મેમરી લોસ, સ્ટ્રેસ કે ફ્રસ્ટ્રેશન જેવી માનસીક બીમારીઓમાં પણ રાહત મળે છે.

• જાતજાતનાં બેક્ટેરીયલ અને વાઈરલ ઈન્ફેક્શન સામે એ રક્ષણ આપે છે; જેને કારણે ડેન્ગી, મલેરીયા, ચીકનગુનીયા કે સ્વાઈન ફ્લુ જેવા રોગોથી બચી શકાય છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Source: News18

Advertisements

Comments

comments

Reactions

0
0
0
1
0
0
Already reacted for this post.