કોરિયા ના જેજૂ દ્વીપ માં આયોજીત થયેલી 11 મી વિશ્વ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપ માં ભારત ની તરફ થી ભાગ લેવા વાળા અનુજ કુમાર એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને આ પ્રતિયોગિતા માં સ્વર્ણ પદક જીત્યો છે. અનુજ કુમાર ઇન્ડિયન આર્મી માં પોતાની સેવાઓ આપી રહ્યા છે અને મદ્રાસ એન્જિનિયરિંગ ગ્રુપ માં કાર્યરત છે. હમણાં જ કોરીયા માં આયોજીત થયેલી આ ચેમ્પિયનશિપ માં ઘણા દેશ ના પ્રતિયોગી આવ્યા હતા અને આ પ્રતિયોગી ને હરાવી ને આ ચેમ્પિયનશિપ અનુજ કુમાર એ પોતાના નામે કરી લીધી.
ધૂમધામ થી થયું સ્વાગત
અનુજ કુમાર ને મળેલી આ જીત પછી એમનું સ્વાગત ધૂમધામ થી કરવા માં આવ્યું. તમને બતાવી દઈએ કે અનુજ કુમાર વર્ષ 2010 મા ઇન્ડિયન આર્મી જોઈન કર્યું અને એ આ વખતે સેના ના મદ્રાસ ઇન્જિનિયર ગ્રુપ (એમઈજી) ના સદસ્ય છે. આ પ્રતિયોગિતા માં ભાગ લેવા ની પહેલા અનુજ એ બોડી બિલ્ડીંગ થી જોડાયેલી બીજી પણ પ્રતિયોગિતા જીતી છે અને એમના દ્વારા નેવી, એરફોર્સ અને આર્મી ની બોડી બિલ્ડીંગ પ્રતિયોગીતા માં ભાગ લેવા માં આવ્યો હતો. આ પ્રતિયોગીતા જીત્યા પછી તેમણે 11 મી વિશ્વ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ 2019 માં ભાગ લેવા માટે ભારત ની તરફ થી મોકલવા માં આવ્યું અને આ પ્રતિયોગિતા માં એમણે જોરદાર પ્રદર્શન કરી ને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.
ત્યાં જ ભારત પાછા ફરવા પર એમનું સ્વાગત ધૂમધામ થી કરવા માં આવ્યું અને એમના સ્વાગત માટે વિશેષ તૈયારી કરી હતી. આટલું જ નહીં અનુજ કુમાર ને મળેલી આ સફળતા માટે એને સેના ના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સન્માનિત પણ કરવા માં આવ્યુ.
મિસ્ટર ઈન્ડિયા નો ખિતાબ પણ છે એમના નામે
Havildar Anuj Kumar Taliyan of Madras Engineer Group – MEG (Madras Sappers), Indian Army, wins gold medal in the 11th World Bodybuilding Championship 2019 held at Jeju Island, South Korea. @IndianExpress | @IExpressSports | @IExpressSouth pic.twitter.com/tqpCWPpi5r
— Ralph Alex Arakal (@ralpharakal) November 11, 2019
https://platform.twitter.com/widgets.js
અનુજ કુમારે વર્ષ 2018 માં આયોજિત મિસ્ટર ઈન્ડિયા પ્રતિયોગીતા માં ભાગ લીધો. અને આ પ્રતિયોગિતા જીત્યા હતા. ત્યાં જ ચેન્નઈ માં આયોજિત 12 મી નેશનલ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ માં પણ અનુજ કુમાર એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
નવેમ્બર માં આયોજીત થઈ હતી આ પ્રતિયોગિતા
11 મી બોડી બિલ્ડીંગ ચેંપિયનશિપ નું આયોજન નવેમ્બર મહિના માં થયો હતો અને આ પ્રતિયોગિતા 6 દિવસ ચાલી હતી. 5-11 નવેમ્બર એ દક્ષિણ કોરિયા ના જેજૂ દ્રીપ માં આયોજિત આ પ્રતિયોગિતા માં ભારતીય સેના ના ઘણા બોડી બિલ્ડરો એ પદક પણ જીત્યા છે. જ્યારે 100+ કિલોગ્રામ વર્ગ માં અનુજ એ પહેલું સ્થાન પ્રાપ્ત કરી ને સ્વર્ણ પદક પોતાના નામે કર્યું છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.