આપણો ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ કોઈ અપ્સરથી ઓછી નથી…

Please log in or register to like posts.
News

હાલમાં જ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધની 5 વન ડેની સીરીઝમાં ભારતે 4-0થી શાનદાર જીત મેળવી હતી. આ સીરીઝની હાર્દિક પંડ્યાએ શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન કરીને ફેન્સથી લઈને કોચ રવિ શાસ્ત્રી પણ તેના વખાણ કરતાં થાકતા ન હતા. પરંતુ શું તમને ખબર છે મેદાન પર શરમાળ જોવા મળતા હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ વિશે જાણો છો તમે. અહેવાલ અનુસાર મોડેલ લિશા શર્મા અને હાર્દિક પંડ્યા વિશે કંઈ રંધાઈ રહ્યું છે. તમે જાણો છો કોણ છે આ લિશા શર્મા.

કોલકાતાની રહેવાસી લિશા શર્માને હાર્દિક પંડ્યા ડેટ કરી રહ્યો હોવાના અહેવાલ આવ્યા છે. આ અહેવાલો પાછળ લિશા દ્વારા તેની અને હાર્દિકની એક તસવીર સોશિયલ મિડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી તેને કારણભૂત માનવામાં આવે છે.

લિશા મૂળ જમશેદપૂરની છે. ફેશન ઇન્ડસ્ટ્રીમાં 5.10 ઇંચ ઉંચાઇ ધરાવતી લિશાના નામનો સિક્કો પડે છે.

સૂત્રોનું માનીએ તો હાર્દિક અને લિશા પાછલા 2 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. પહેલા પણ બંનેને કોલકાતાના મોલ્સમાં એકબીજા સાથે ફરતા જોવામાં આવ્યા છે.

આ ગોર્જિયસ અને બ્યુટિફુલ મોડેલ ટોપની બ્રાન્ડ અને ડીઝાઇનર્સ માટે મોડેલિંગ કરે છે. મનિષ મલ્હોત્રા, સબ્યસાચી મુખર્જી, વેન્ડેલ રોડ્રિક્સ અને અનામિકા ખન્ના જેવા ડીઝાઇનર્સ માટે રેમ્પ વોક કરી ચૂકી છે લિશા.

લિશા પાછાલ 6 વર્ષની કોલકાતા ખાતે રહે છે. જોકે આ બંનેના સંબંધો ત્યારે જ લાઇમલાઇટમાં આવ્યા જ્યારે તાજેતરની ઓસ્ટ્રેલિયા સામેની સિરિઝમાં હાર્દિકે પોતાનું દમદાર પ્રદર્શન કર્યું હતું.

પોતાના બોલ્ડ ફોટોશૂટથી ચાહકોનો દીવાના બનાવી ચૂકી છે લિશા.

IPLની આઠમી સિઝનમાં પહેલીવાર હાર્દિક અને લિશા એકબીજાને મળ્યા હતા. જોકે આ સમયે હાર્દિક ક્રિકેટની દુનિયામાં નવો હતો પરંતુ મુંબઈ ઇન્ડિયન્સ માટે તેની રમતે દેખાડી દીધું હતું કે તે લાંબી રેસનો ઘોડો છે.

આ પહેલા એકવાર લિશાએ હાર્દિક પંડ્યાનો ફોટો પોતાની વોલ પર મુક્યો હતો અને કેપ્શન આપ્યું હતું ‘my Boo’, અલબત્ત આ ફોટોને થોડી જ વારમાં હટાવી લેવામાં આવ્યો હતો.

લિશા અંગે તેના મિત્રો કહે છે કે તે ફિલ્મોની દિવાની છે. રણવિર સિંહ અને આદિત્ય ચોપરા તેના ફેવરિટ છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન લિશાએ હાર્દિક અંગે કહ્યું હતું કે, ‘તે ખૂબ જ સારો વ્યક્તિ છે. તે હંમેશા શાંત, પ્રેમાળ અને જમીન પર રહેવાવાળો છે.’ લિશાની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં…

 

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.