બજરંગબલી એ ઉપાડેલો પર્વત છે અહીં, રહસ્યોથી ભરપૂર જગ્યા

Please log in or register to like posts.
News

હિન્દુ, બૌદ્ધ, ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં આ સ્થળ અંગે અલગ અલગ માન્યતા છે

હનુમાનજી એ ઉપાડેલો પર્વત ‘એડમ્સ પીક’ના નામેથી જાણીતો

દુનિયાભરમાં આજેપણ અનેક એવા સ્થળો છે જેનું રહસ્ય ઉકેલાયું નથી. આ સ્થળોમાંથી એક શ્રીલંકામાં આવેલો પર્વત ‘એડમ્સ પીક’. આ પહાડને શ્રીપદાના નામથી પણ ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે આ પહાડ પર ભગવાન શિવના પગના નિશાન છે. તો આ પહાડનો ઈતિહાસ રામાયણકાળ સાથે પણ જોડાયેલો હોવાનું કહેવામાં આવે છે. જો કે બૌદ્ધ, ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં અલગ અલગ માન્યતા છે.

રામાયણ કાળ સાથે જોડાયેલો ઈતિહાસ

 • રતનપુર ડિસ્ટ્રિક્ટમાં આ પર્વત ગાઢ જંગલ વચ્ચે આવેલો છે, આ કિંમતી પથ્થરોનું મોટું સ્થળ પણ છે.
 • આ પર્વત અંદાજે 22000 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. જે સમનાલા માઉન્ટેન રેંજનો જ એક ભાગ છે.
 • શ્રીલંકામાં લોકો તેને રહુમાશાલા કાંડા કહે છે. આ પહાડ પર એક મંદિર આવેલું છે.
 • કહેવામાં આવે છે કે રામ-રાવણ વચ્ચે યુદ્ધ દરમિયાન મેઘનાથના તીરથી લક્ષ્મણ ઘાયલ થયા હતા, તેમના પ્રાણ માત્ર સંજીવની બૂટીથી જ બચાવી શકાય હતી.
 • આ સંજીવની બૂટી લાવવાનું હનુમાનજીને કહેવામાં આવ્યું હતું.
 • હિમાલયની કંદરાઓમાં સંજીવની બૂટી શોધતા રહ્યાં, પરંતુ તેઓ અવઢવમાં મૂકાયા અને બાદમાં તેઓએ આખો પર્વત ઉપાડીને લંકા લઈ ગયા હતા.
 • એડમ્સ પીક તે જ પર્વત હોવાનું મનાય છે.

શિવજીના પગના નિશાન

 • આ પહાડ પર બનેલું મંદિર પણ અહીં પગના નિશાનને કારણે જાણીતું છે.
 • હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે આ પગના નિશાન ભગવાન શિવના છે.
 • એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ માનવ જાતિને પોતાનો દિવ્ય પ્રકાશ આપવા માટે અહીં પ્રગટ થયા હતા.
 • આ પર્વતને સિવાનોલીપદમ (શિવના પ્રકાશ) પણ કહેવામાં આવે છે.

આ ધર્મના લોકો પણ કર્યો દાવો

 • દુનિયાના ચાર સૌથી મોટા સંપ્રદાયમાં આજે પણ શ્રીપદને લઈને પોતપોતાની માન્યતાઓ પ્રચલિત છે.
 • બૌદ્ધ, હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મ તેને ભગવાન બુદ્ધ, ભગવાન શિવ, એડમ અને સેંટ થોમસ સાથે જોડે છે.
 • અહીંથી એશિયાના સૌથી સુંદર સૂર્યોદયનો નજારો જોઈ શકાય છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં ટૂરિસ્ટ અહીં આવે છે.

હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે આ પહાડ પર ભગવાન શિવના પગના નિશાન છે.

તો આ પહાડનો ઈતિહાસ રામાયણકાળ સાથે પણ જોડાયેલો હોવાનું કહેવામાં આવે છે.

જો કે બૌદ્ધ, ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં અલગ અલગ માન્યતા છે.

રતનપુર ડિસ્ટ્રિક્ટમાં આ પર્વત ગાઢ જંગલ વચ્ચે આવેલો છે, આ પર્વત પરથી મોટી સંખ્યામાં કિંમતી પથ્થરો પણ મળે છે

આ પર્વત અંદાજે 22000 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. જે સમનાલા માઉન્ટેન રેંજનો જ એક ભાગ છે.

શ્રીલંકામાં લોકો તેને રહુમાશાલા કાંડા કહે છે. આ પહાડ પર એક મંદિર આવેલું છે.

હિમાલયની કંદરાઓમાં સંજીવની બૂટી શોધતા રહ્યાં, પરંતુ તેઓ અવઢવમાં મૂકાયા અને બાદમાં તેઓએ આખો પર્વત ઉપાડીને લઈ ગયા હતા.

એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ માનવ જાતિને પોતાના દિવ્ય પ્રકાશ આપવા માટે અહીં પ્રગટ થયા હતા.

આ પહાડ પર બનેલા મંદિર પણ અહીં પગના નિશાનને કારણે જાણીતું છે. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે આ પગના નિશાન ભગવાન શિવના છે.

Source: Divyabhaskar

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.