હમસફર

Please log in or register to like posts.
News

દિલો માં સુગંધ છે તારી ,
ફૂલો ની પાંખડી માં શું શોધે છે ???

તારી તસ્વીર છે મારા હાથ માં ,
મંદિર માંશું શોધે છે ??

સફળતા છે તારી મારી પાસે ,
ભણતર માં શું શોધે છે  ?????

દરેક પળ ની ખુશી માં હું છુ ,
બહાર ની દુનિયા માં શું શોધે છે ????

વિશ્વવિજેતા છુ હું તારો ,
ઇતિહાસ માં શું શોધે છે ??????

તારો જ પવિત્ર આત્મા છુ ,
કબ્રસ્તાનમાં શું શોધે છે ???????

દિલોના ના તૂટનાર તાર છે આપના ,
ફેક્ટરીમાં શું શોધે છે ???????

 

હંમેશા તારી આસપાસ જ છુ ,
બ્લુટુથ માં શું શોધે છે ?????

તારી પળ પળનો માહિતગાર છુ ,
ગૂગલ માં શું શોધે છે ?????

અરે , હમસફર છુ તારો ,
સફર માં શું શોધે છે ??????

 

– યોગેશ લાડુમોર : )

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.