in

વેસેલિનનો ઉપયોગ કરશો તો વાળ એટલા વધશે કે વિશ્વાસ જ આવશે નહીં…

વેસેલીનનો આ પ્રયોગ એવો છે કે જે તમારા વાળને બનાવશે એકદમ લાંબા, કાળા અને ઘાટા…

દોસ્તો કોઈ વ્યક્તિ આકર્ષક બને એના માટે એનું સ્વસ્થ મન અને તન અને સાથે સાથે એના વાળનું સુંદર હોવું પણ એટલું જ જરૂરી છે. કેટલીક વાર આપણે જ્યારે આપણા વાળની કાળજી લેવાનું બંધ કરી દેતા હોઈએ છે તો વાળ ખરવાનું ચાલુ થઇ જતું હોય છે. સાથે જ વાળનો ગ્રોથ પણ અટકે છે. માટે દિવસે દિવસે વાળનું આકર્ષણ ખતમ થવા લાગે છે. એ પછી તમે તેના માટે ઘણા બધા પ્રયોગો કરતા હોવ છો કે જેથી તમારા વાળનો ફરીથી ગ્રોથ થાય અને તમારા વાળ ફરી સુંદર બની જાય.

Advertisements

વાળ ખરે અને વધે એ બંને ક્રિયાઓ પ્રાકૃતિક છે. વાળ તો દરેક વ્યક્તિને થોડા પ્રમાણમાં ખરતા હોય છે પણ એ લોકોના વાળ ખરવાની સાથે સાથે નવો ગ્રોથ પણ થતો હોય છે, પણ સમસ્યા તો ઉભી થાય છે કે જ્યારે એના વાળ ખરે પણ ફરીથી પાછા ઉગે નહિ અને વાળનો ગ્રોથ થાય નહીં. તો આ સમસ્યા વાળ માટે ગંભીર સમસ્યા કહેવાય છે વાળ ખરવાની. વાળ ખરે એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે જેમ કે વાળમાં નિયમિત તેલ ન લગાવવું, વાળને ખુબ જ ટાઈટ બાંધી રાખવાથી પણ વાળ ખરે છે. જો માનસિક તણાવ હોય તો પણ વાળ ખરવાની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે.

એ સિવાય શરીરની અંદર હોર્મોન્સમાં બદલાવ થતા હોય એના કારણે પણ વાળ ખરવાની સમસ્યા ઉભી થતી હોય છે. એવું થવાથી એ વ્યક્તિ માટે તેના વાળની આ સમસ્યા ખુબ જ ચિંતાનો વિષય બની જતો હોય છે. એટલે જે પણ વ્યક્તિને ખાસ તો સ્ત્રીઓમાં વાળ ખરવાની તેમજ અન્ય બીજી સમસ્યા હોય તો તેની સારસંભાળ વધુ લેવી પડે છે.

Advertisements

દોસ્તો બજારમાં ઘણા બધા હેર મોઈસ્યુરાઈઝર મળતા હોય છે અને એ મોંઘા પણ હોય છે. પણ શું તમને ખબર છે કે વેસેલીન પણ એક હેર મોઈસ્યુરાઈઝર જેવું જ કાર્ય આપે છે. એટલે આજે અમે તમારા માટે વેસેલીનનો એક એવો પ્રયોગ લઇ આવ્યા છે કે જેનો ઉપયોગ કરીને તમે તમારા વાળને લાંબા, કાળા, ઘાટા, ચમકદાર અને ખુબ જ સુંદર અને આકર્ષિત બનાવી શકશો. ચાલો તો જાણી લઇએ કે વેસેલીનનો અસરકારક પ્રયોગ શું છે ?

વેસેલીનના આ પ્રયોગ માટે જોઈતી સામગ્રીઓ:

Advertisements

એક ચમચી વેસેલીન, એક વિટામીન ઈ ની કેપ્સુલ,

એક ચમચી એલોવેરા જેલ, (તમારી પાસે કોઈ બ્રાન્ડેડ એલોવેરા જેલ ન હોય તો તમે એલોવેરાનું પાંન તોડીને ફ્રેશ એલોવેરા જેલ પણ લઇ શકો છો.)

Advertisements

દોસ્તો અહીંયા વેસેલીન ડ્રાય વાળ માટે ખુબ જ સારું કામ કરે છે. એ વાળને હાઈડ્રેટ રાખવાનું કામ કરે છે અને સાથે જ વાળને કુદરતી મોઈસ્યુરાઈઝ કરીને ચમકાવી પણ દે છે. સાથે જ એ વાળના મૂળને મજબૂત પણ બનાવે છે અને વિટામીન ઈ થી વાળને જરૂરી પોષકતત્વ મળી રહે છે. એલોવેરા જેલ વાળને સિલ્કી બનાવે છે અને વાળના ગ્રોથને વધારવામાં પણ મદદ કરે છે.

વેસેલીનનો આ પ્રયોગ તૈયાર કરવાની રીત:

સૌથી પહેલા તો એક નાની વાટકીમાં તમારે એક ચમચી વેસેલીન લેવાનું છે.

Advertisements

હવે આ વેસેલીનને ડબલ બોઇલરની મદદથી તમારે મેલ્ટ કરી લેવાનું છે. એના માટે સૌથી પહેલા એક વાટકો ફૂલ ગરમ પાણી લો હવે તેના પર વેસેલીનની વાટકી રાખી તેને હલાવતા રહેવાનું છે કે જેથી કરીને એ વેસેલીન મેલ્ટ થઇ જાય.

વેસેલીન મેલ્ટ થઇ જાય એ પછી એમાં એક ચમચી એલોવેરા જેલ, એક વિટામીન ઈ ની કેપ્સુલ ઉમેરી દો.

Advertisements

એ પછી એને હલાવીને મિક્સ કરી લો.

હવે બધું મિક્સ કર્યા પછી એ મેલ્ટ થયેલ વેસેલીન ફરી પાછું પહેલા વેસેલીન જેવું બની જાય છે. હવે તમે એને ફરી ઉપયોગ કરવા માટે ફરી પાછુ ડબલ બોઈલર મેથડની જેમ મેલ્ટ કરીને પણ કરી શકો છો. આ રીતે એનો ઉપયોગ કરી શકાય છે.

વેસેલીનનો આ પ્રયોગ વાળમાં કઈ રીતે કરવાનો છે ?

Advertisements

તમે તૈયાર કરેલ વેસેલીન તમારા વાળ પર રાત્રે સુતા પહેલા લગાવવાનું છે , આ મિશ્રણને તમારે વાળના મૂળમાં લગાવવાનું છે અને એકદમ હળવા હાથે મસાજ કરવાનું છે , અને પછી તમારે સુઈ જવાનું છે અને એને એમજ આખી રાત રહેવા દેવાનું છે. સવારે ઉઠો પછી તમારે કોઈ હર્બલ શેમ્પુથી વાળ ધોઈ લેવાના છે. એવું તમારે અઠવાડિયામાં એક વખત કરવાનું છે. આ રીતે તમે વેસેલીનનો બે થી ત્રણ વાર પ્રયોગ કરશો તો તમને ફરક જોવા મળશે.

વેસેલીનથી ઘણા ફાયદાઓ મળે છે અને એમાંથી જ એક ફાયદો છે આપણા વાળને સુંદર બનાવવાનો. તો દોસ્તો તમે નિયમિત રીતે અઠવાડિયામાં એકવખત આ વેસેલીનનો પ્રયોગ કરશો તો એનાથી તમારા વાળ બેજાન, ડ્રાય અને પાતળા હશે તો લાંબા, કાળા, ઘાંટા અને સુંદર થઇ જશે અને ફક્ત એટલું જ નહિ પણ વાળ એટલા સુંદર બની જશે કે તમારા સુંદર વાળ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની જશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

ચા પીધા પછી ક્યારેય ના કરતા આ ભૂલો, થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બીમારી,

ફક્ત એક ફળ ખાવાથી ત્વચા થઈ જશે જવાન, મોઢાં પર એકપણ નહીં રહે ખીલ