in

વિડિયો : વૃદ્ધ ને થયો છાતી માં અચાનક દુખાવો, ખભા ઉપર ઉઠાવી ને દોડ્યો GRP જવાન અને પછી . . . .

ઘણીવાર જોવા માં આવે છે કે પોલીસ ને કાર્યશૈલી ને કારણે લોકો ની નિંદા નો સામનો કરવો પડે છે. ઘણીવાર પોલીસ લોકો ને સુરક્ષા થી વધારે એમને હેરાન કરતી પણ જોવા માં આવે છે. આવા બધા ઉદાહરણ હાજર છે જે પોલીસ વાળા ની છબી ખરાબ કરે છે. પરંતુ આ બધી વાતો છતાં કેટલાક પોલીસ વાળા એવા પણ છે જે પોતાની સેવા અને કર્તવ્યનિષ્ઠા ના દમ પર લોકો ના દિલ માં જગ્યા બનાવવા માટે સફળ થયા છે. આજે અમે તમને એવા જ પોલીસ કર્મચારી ના વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેને પોતાની બહાદુરી અને સાચી નિષ્ઠા થી લોકો ના દિલ માં પોતાની જગ્યા બનાવી.

ભલે લોકો પોલીસ વાળા ની લાખો નિંદા કરતા હોય પરંતુ, મુંબઈ ના ઘાટકોપર રેલવે સ્ટેશન પર કંઈક એવું થયું જેણે લોકો ના દિલ માં પોલીસ ના પ્રત્યે માન-સન્માન ને હજુ વધારી દીધું છે. વાસ્તવ માં, મુંબઈ ના ઘાટકોપર રેલ્વે સ્ટેશન પર જીઆરપી ના એક જવાન ના કારણે એક વૃદ્ધ નો જીવ બચી ગયો. હવે સોશિયલ મીડિયા પર આ જવાન ની બહાદુરી ના ચર્ચા થઈ રહ્યા છે. વાસ્તવ માં, થયું એવું કે, ઘાટકોપર સ્ટેશન પર એક વૃદ્ધ વ્યક્તિ જેનું નામ પ્રકાશ ગચ્છે છે, ને અચાનક છાતી માં દુખાવો થવા લાગ્યો અને એ ત્યાં પડી ગયા.

Advertisements

પરંતુ, એક જીઆરપી જવાન ની સૂઝબૂઝ ના કારણે 65 વર્ષ ના વૃદ્ધ નું જીવ બચી ગયો. આ ઘટના ગયા ગુરુવાર ની છે જ્યાં દરરોજ ની જેમ રેલવે સ્ટેશન પર જીઆરપી જવાન ધનંજય ગવલી પ્લેટફોર્મ પર ડ્યુટી કરી રહ્યા હતા. એ સમયે જોયું કે વૃદ્ધ પ્લેટફોર્મ પર પડ્યા અને દુખાવા થી તડપી રહ્યા હતા. ધનંજય ગવલી એ પોતાની સૂઝ અને હિંમત બતાવતા વૃદ્ધ ને પોતાના ખોળા માં ઉઠાવ્યો સ્ટેશન ની બહાર ઊભેલી એમ્બ્યુલન્સ ની તરફ દોડવા લાગ્યો. વૃદ્ધ ને નજીક ની સિયોન હોસ્પિટલ માં એડમિટ કરાવવા માં આવ્યો, જ્યારે હવે એ સંકટ થી બહાર છે.

જુઓ વિડિયો –

Advertisements

વાસ્તવ માં દાદર થી ગોરેગાવ જઈ રહેલા આ વૃદ્ધ પ્રકાશ જગત છે ને પ્લેટફોર્મ પર હાર્ટ એટેક આવી ગયો અને એ ત્યાં પડી ગયા હતા. એ સમયે ત્યાં ડ્યુટી કરી રહેલા જીઆરપી જવાન ધનંજય ગવલી ની નજર તેમના પર પડી. સ્ટેશન પર થઇ રહેલી જબરજસ્ત ભીડ ની વચ્ચે ધનંજય ગવલી પ્રકાશ ને પોતાના ખભા ઉપર ઉઠાવ્યું અને સ્ટેશન ની બહાર ઊભેલા એમ્બ્યુલન્સ ની તરફ દોડી ગયા. ધનંજય ગવલી ની સમજદારી ના કારણે એ વૃદ્ધ નો જીવ બચી ગયો. ધનંજય વૃદ્ધ ની છાતી પર દુખાવો થતા કોઈપણ સમય વેસ્ટ ન કરતા એમને ખભા ઉપર ઉઠાવી લીધો જેના કારણે યોગ્ય સમયે હોસ્પિટલ માં એડમિટ કરાવી શકાય. આ જીઆરપી જવાન ના સાહસ ના બધા વખાણ કરી રહ્યા છે અને આખી ઘટના નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. બતાવવા માં આવી રહ્યું છે કે પ્રકાશ ની સ્થિતિ હવે સ્થિર છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

લગ્ન નાં ઘણાં વર્ષો પછી ખુલ્યું અનુષ્કા શર્મા નો આ રહસ્ય, એટલા માટે કર્યા હતા આ વિરાટ કોહલી થી ઓછી ઉંમર માં લગ્ન

આ છે પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા, પ્લાસ્ટિક ના કચરા થી રોડ બનાવવા ની શોધી કાઢી છે ટેકનીક