in

કોરોના થી બચવા માટે દરેક ભારતીય દુકાનદાર એ અપનાવવી જોઈએ આ રીત, સંક્રમણ ના ચાન્સ ઓછા થઈ જશે

જેવુ કે તમે બધા જાણો છો આ સમયે આખા ભારત માં 21 દિવસ નું લોકડાઉન ચાલી રહ્યો છે. એનો અર્થ છે કે દરેક શહેર અને ગામ ની સીમા ને સીલ કરવા માં આવ્યું છે. આની અંદર અથવા બહાર જવા ઉપર સંપૂર્ણ રીતે પાબંદી છે. આ 21 દિવસો સુધી પીએમ મોદી એ દેશ ની જનતા ને ઘર માં રહેવા ની અપીલ કરી છે. જોકે તમારે બધા ને ગભરાવવા ની જરૂર નથી કારણ કે આ 21 દિવસ ના લોકડાઉન ના સમયે જરૂરી સેવાઓ ખુલ્લી રહેશે. આ સેવાઓ માં કરિયાણા ની દુકાન નો પણ સમાવેશ થાય છે. મંગળવારે જ્યારે મોદીજી 21 દિવસ ના લોકડાઉન ની ઘોષણા કરી હતી લોકો કરિયાણા ની દુકાન પર તૂટી પડ્યા હતા. આવા લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ નથી રાખવા માં આવી રહ્યો. એકબીજા ની નજીક આવવા ના કારણે આ લોકો માં સંક્રમણ ના ચાન્સિસ વધી રહ્યા હતા. આવા માં આ દિવસો મા સોશિયલ મીડિયા મા કેટલા ફોટા ઘણા વાયરલ થઈ રહ્યા છે. આ ફોટા માં કેટલાક કરિયાણા ની દુકાન વાળા એ લોકો ની ભીડ ને કંટ્રોલ માં રાખવા અને એમને સોશિયલ ડિસ્ટન્સ નુ મહત્વ બતાવવા માટે એક ગજબ ની રીત લગાવી છે. પહેલો ફોટો ઉત્તરપ્રદેશ ના નોઈડા નો છે. અહીંયા ના સેક્ટર 19 મા એક ગ્રોસરી શોપ છે જ્યાં દુકાનદારે ગ્રાહકો ને ઉભા થવા માટે જમીન પર સર્કલ બનાવી દીધા છે. આ સર્કલ એકબીજા થી થોડી થોડી દૂર છે. આવી રીતે સામાન લેવા આવી રહેલા ગ્રાહકો ને સર્કલ માં જ રહેવા નું છે. આ લોકો ની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ બનાવી રાખવા ની સારી રીત છે.

આવી જ રીતે એક હજુ ફોટો ગુજરાત થી પણ આવ્યો છે. અહીંયા દુકાનદારે જમીન પર અલગ અલગ અને દૂર દૂર સર્કલ બનાવી ને રાખ્યા છે. ગ્રાહક આ સર્કલ મા ઉભા રહે છે અને પોતાનો વારો આવવા ની રાહ જોઈ રહ્યા છે. લોકો ને સોશિયલ મીડિયા પર આ આઈડિયા ઘણો પસંદ આવ્યો છે. એ આ કામ માટે દુકાનદાર ના વખાણ કરી રહ્યા છે. એમનું કહેવું છે કોરોના માં બધા દુકાનવાળાઓ આ રીત અપનાવવી જોઈએ. ત્યારે જ લોકો માં કોન્ટેક ને કારણે ફેલાવવા વાળા કોરોના સંક્રમણ થી બચી શકીએ છીએ.

મિત્રો, જો તમને પણ આ વિડિયો પસંદ આવ્યો હોય તો એને પોતાના એરિયા ના દુકાનદાર ને જરૂર બતાવો. સાથે જ આઈડિયા ને વધારે માં વધારે લોકો ની સાથે શેર પણ કરો જેથી વધારે થી વધારે લોકો આ ટેકનિક ને અપનાવી ને કોરોના વાયરસ ને ફેલાવવા થી રોકી શકે. પીએમ મોદી પણ આ વાત પર ભાર આપી ચૂક્યા છે કે કોરોના વાયરસ થી બચવા નો એકમાત્ર ઉપાય તમે પોતાની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખો. જ્યાં સુધી જરૂરી ન હોય તો ઘર ની બહાર ન નીકળો. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે દેશ માં અત્યારસુધી કોરોના ના 562 કિસ્સા સામે આવી ચૂક્યા છે. એમાંથી અત્યાર સુધી 10 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

ટિપ્પણી

એક એવી હોટલ જેમાં પ્રવેશ કરતાની સાથે જ પોહચી જવાય છે એક દેશમાંથી બીજા દેશમાં, જાણો રસપ્રદ વાત

જો જયા બચ્ચન માની ગઈ હોત તો ઐશ્વર્યા રાય નહીં આ અભિનેત્રી હોત બચ્ચન પરિવાર ની લાડલી વહુ