in

ડ્રોન રાખનારા માટે આવી ગયા છે મહત્વના સમાચાર, કેન્દ્ર સરકારે લાલ આંખ બતાવીને કહ્યું કે….

ડ્રોન રાખવા તથા ઉડાવનારાઓ માટે એક મોટા ન્યૂઝ આવ્યા છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે બધા જ માણસોને કહ્યું છે કે તેઓ જાતે જ 31 જાન્યુઆરી સુધી રજીસ્ટ્રેશન કરાવી લે. જો તેઓ આ નિયમોનું જો ઉલ્લંઘન કરશે તો 31મી જાન્યુઆરી સુધી રજીસ્ટ્રેશન નહીં કરાવે તો તેમની સામે ઈન્ડિયન પીનલ કોડ અને વિમાન અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ડ્રોનનું રજીસ્ટ્રેશન 14 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે.

Image result for drone

Advertisements

જાણવા મળ્યું છે કે અમેરિકા દ્વારા ઈરાન પર ડ્રોન હુમલા પછી ઉડ્ડયન મંત્રાલયે આ પગલું ભર્યું છે. મંત્રાલય બાજુથી આ સંદર્ભમાં એક જાહેર નોટિસ પણ રજૂ કરાઇ છે.

મંત્રાલયનું માનવું છે કે સરકારની લેવામાં આવ્યું છે કે કેટલાક ડ્રોન અને ડ્રોન સંચાલક છે જેઓ સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ્સ (CAR)ના માપદંડોને પૂરા કરતા નથી. સિવિલ ડ્રોન અને ડ્રોન સંચાલકોની ઓળખ કરવા માટે સ્વૈચ્છિક જાહેરાતની તક આપી છે. ડ્રોન રાખનારા દરેક માણસને 31મી જાન્યુઆરી, 2020 સુધી ઑનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

Related image

Advertisements

મંજૂરી વગર ડ્રોન ઉડાવવું ગેરકાયદેસર

ડ્રોન માટે નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA)એ ઑગસ્ટ 2018માં CAR લાગુ કર્યો હતો. તે હેઠળ ડ્રોન માલિકોને ડ્રોન માટે એક યૂનિક આઇડેન્ટિફિકેશન નંબર (UIN) લેવાનું હોય છે. સાથે જ પરમિટ અને બીજી વિવિધ મંજૂરીઓની વ્યવસ્થા પણ તેમાં કરવામાં આવી છે. મંજૂરી વગર ડ્રોન ઉડાવવું ગેરકાયદેરસ છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

આ મકરસંક્રાતિ પર બોલીવુડ જગત ભારે શોકમાં ડૂબ્યું, કપૂર ફેમિલીની દીકરીએ લીધા છેલ્લા શ્વાસ

કસોટીની પ્રેરણાએ સગાઈની ખુશખબરી બધાને આપી દીધી, પણ લવરની તસવીર ના બતાવી