ગોંડલ ના મહારાજા ભગવદસિંહજી ની અજાણી વાતો 

Please log in or register to like posts.
News

ગોંડલ ના મહારાજ ભગવદસિંહ જી નું નામ કોણ નથી જંતુ? તેઓ એક ખરા અર્થ માં પ્રજાવત્સલ રાજા હતા. આજે તેમની કેટલીક જાણી-અજાણી વાતો વિષે જાણીએ.

મને ઇન્સ્ટાગ્રામ પર @harshil_s_mehta યુઝરનેમ પર અને ફેસબુક પર @harshil.mehta.5030 પર ફોલ્લો કરજો અને લેખ કેવો લાગ્યો તે પણ જણાવજો.

  • ગુજરાતી ભાષાનો અપૂર્વ કહી શકાય એવો, ૨,૮૧,૩૭૦ શબ્દો સમાવતો શબ્દકોશ ‘ભગવદ્ગોમંડલ’-ભાગ ૧ થી ૯ (૧૯૪૪-૪૬) એમણે તૈયાર કર્યો છે.

  • સર ભગવતસિંહજીએ ઈ.સ. ૧૯૧૫ની આસપાસ એવા ગુજરાતી શબ્દો શોધવાની શરૂઆત કરી કે જે કોઈપણ કોશમાં ન જોવા મળતા હોય, તેમના આ સંશોધન માટે તેમણે પ્રમાણભૂત ગ્રંથો, મહત્ત્વનાં પુસ્તકોનવલકથાઓકાવ્યસંગ્રહો વગેરેનો જ નહિ પરંતુ વર્તમાનપત્રો, સામયિકો, નિવેદનો, જાહેરખબરો, નાટક સિનેમાનાં ચોપાનિયાંઓ, ચીજવસ્તુઓની મૂલ્યપત્રિકાઓ, વિગેરેમાંથી ઉપયોગી જણાતા શબ્દોનો સંગ્રહ કરવા માંડ્યો.

  • ૧૯૩૪ માં તેમના રાજ્યકાલના પચાસ વર્ષ પૂરા થતાં, પ્રજાએ પોતાના ખર્ચે તેમની સુવર્ણતુલા કરી, સોનું એકઠું કર્યું હતું જે જાહેર કામો માટે વાપરવામાં આવ્યું હતું. એટલે કે ત્રાજવા માં એક બાજુ મહારાજ બેઠા હતા અને બીજી બાજુ તેને ભારોભાર સોનુ મુકવા માં આવ્યું હતું.

  • ૧૯૩૦-૩૩ દરમિયાન મહારાજા એ કરોડો રૂપિયાના લોકોપયોગી કાર્યો કર્યા. તેમને પુલો, નિશાળો, રસ્તા બઁધાવ્યા.

  • ધોરાજી અને ઉપલેટામાં વીજળી, ટ્રામની સગવડ પણ મહારાજા એ પુરી પાડી. તેથી જ ગોંડલ, ધોરાજી અને ઉપલેટા દેશનાં શ્રેષ્ઠ શહેરો ગણાયા.

  • ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી પૂરું પાડ્યું. તેમને ગોંડલમાં તે જમાનામાં અંડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા કરી હતી. તે પહેલા ત્યાં ગંદુ પાણી કાઢવા માટે નીક નો ઉપયોગ થતો હતો.

  • તે જમાના માં મહારાજા એ પોતાના રાજ્ય માં કન્યા કેળવણી મફત અને ફરજિયાત બનાવી.

 

  • ‘આયુર્વેદ ના સંક્ષિપ્ત ઇતિહાસ’ પર થીસીસ લખીને 1895 માં એમ.ડી. નો અભ્યાસક્રમ પૂરો કર્યો.
Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.