“કાચની બરણી ને બે કપ ચા” – એક બોધ કથા

Please log in or register to like posts.
News

જીવનમાં જયારે બધું એક સાથે અને જલ્દી-જલ્દી કરવાની ઈચ્છા થાય, બધું ઝડપથી મેળવવાની ઈચ્છા થાય અને આપણને દિવસના 24 કલ્લાક પણ ઓછા લાગવા લાગે ત્યારે આ બોધ કથા “કાંચ ની બરણી ને બે કપ ચા” ચોક્કસ યાદ આવવી જાય

દર્શનશાસ્ત્રના એક સાહેબ (ફિલોસોફીના પ્રોફેસર) વર્ગમાં આવ્યા અને વિદ્યાર્થીઓને કહ્યું કે એ આજે જીવનનો એક મહત્વપૂર્ણ પાઠ ભણાવવાના છે.

એમણે પોતાની સાથે લાવેલી એક મોટી કાંચની બરણી (જાર) ટેબલ પર રાખી એમાં ટેબલ ટેનીસ ના દડા ભરવા લાગ્યા અને જ્યાં સુધી એમાં એકપણ દડો સમાવાની જગ્યા ન રહી ત્યાં સુધી ભરતા રહ્યા, પછી એમણે વિદ્યાર્થીઓ ને પૂછ્યું “શું આ બરણી ભરાઈ ગઈ છે?” “હા” નો આવાજ આવ્યો.

પછી સાહેબે નાના-નાના કાંકરા એમાં ભરવા માંડ્યા, ધીરે-ધીરે બરણી હલાવી તો ઘણાખરા કાંકરા એમાં જ્યાં-જ્યાં જગ્યા ખાલી હતી ત્યાં-ત્યાં સમાય ગ્યા, ફરી એક વાર સાહેબે પૂછ્યું “શું હવે આ બરણી ભરાઈ ગઈ છે?”  વિદ્યાર્થીઓએ એકવાર ફરીથી હા કહ્યું.

હવે સાહેબે રેતીની થેલી માંથી ધીરે-ધીરે તે બરણી માં રેતી ભરવાનું શરૂ કર્યુ, રેતી પણ બરણીમાં જ્યાં સમાઈ શકતી હતી ત્યાં સમાઈ ગઈ. એ જોઈ વિદ્યાર્થીઓ પોતાના બંને જવાબ પર હસવા માંડ્યા, ફરી સાહેબે પૂછ્યું “કેમ? હવે તો આ બરણી પૂરી ભરાઈ ગઈ છે ને?” “હા!! હવે તો પૂરી ભરાઈ ગઈ.” બધા વિદ્યાર્થીઓએ એક સ્વરમાં કહ્યું.

હવે સાહેબે ટેબલ નીચે થી ચા ના ભરેલા બે કપ બરણીમાં ઠાલવ્યા, ને ચા પણ બરણીમાં રહેલી રેતીમાં શોષાય ગઈ. એ જોઈ વિદ્યાર્થીઓ તો સ્તબ્ધ થઇ ગયા.

હવે સાહેબે ગંભીર અવાજમાં સમજાવાનું શરુ કર્યું.

આ કાંચ ની બરણી ને તમે તમારું જીવન સમજો,

ટેબલ ટેનીસ ના દડા સવથી મહત્વપૂર્ણ ભાગ એટલે કે ભગવાન, પરિવાર, માતા-પિતા, દીકરા-દીકરી, મિત્રો, સ્વાસ્થ્ય અને શોખ છે,

નાના-નાના કાંકરા  એટલે કે તમારી નોકરી-વ્યવસાય, ગાડી, મોટું ઘર વગેરે છે અને

રેતી એટલે કે નાની નાની બેકાર ની વાતો, મતભેદો, ઝગડા છે.

જો તમે તમારી જીવન રૂપી બરણી માં સર્વ પ્રથમ રેતી ભરી હોત તો તેમાં ટેબલ ટેનીસ ના દડા ને નાના-નાના કાંકરા ભરવાની જગ્યાજ ન રેત, ને જો નાના-નાના કાંકરા ભર્યા હોત તો દડા ન ભરી શક્યા હોત, રેતી તો જરૂર ભરી શકતા.

બસ આજ વાત આપણા જીવન પર લાગુ પડે છે.

જો તમે નાની નાની વાતો ને વ્યર્થના મતભેદ કે ઝગડા માં પડ્યા રહો ને તમારી શક્તિ એમાં નષ્ટ કરશો તો તમારી પાસે મોટી મોટી અને જીવન જરૂરીયાત અથવા તમારી ઇચ્છિત વસ્તુ કે વાતો માટે સમય ફાળવીજ ન શકો. તમારા મન ના સુખ માટે શું જરૂરી છે તે તમારે નક્કી કરવાનું છે, ટેબલ ટેનીસ ના દડાની ફિકર કરો, એજ મહત્વપૂર્ણ છે, પહેલા નક્કી કરીલો કે શું જરૂરી છે? બાકી બધી તો રેતી જ છે.

વિદ્યાર્થીઓ ધ્યાન પૂર્વક સાંભળી રહ્યા હતા ને અચાનક એકે પૂછ્યું, સાહેબ પણ તમે એક વાત તો કહીજ નહિ કે “ચા ના ભરેલા બે કપ” શું છે? સાહેબ હાસ્ય અને કહ્યું “હું એજ વિચારું છું કે હજી સુધી કોઈએ આ વાત કેમ ના પૂછી” એનો જવાબ એ છે કે, જીવન આપણને કેટલું પણ પરિપૂર્ણ અને સંતુષ્ટ લાગે, પણ આપણા ખાસ મિત્ર સાથે “બે કપ ચા” પીવાની જગ્યા હંમેશા હોવી જોઈએ….

Comments

comments

Reactions

1
1
7
0
0
0
Already reacted for this post.