ગર્લ્સ ક્યારેય કોઈને નથી જણાવતી પોતાના આ ‘સીક્રેટ’

Please log in or register to like posts.
News

છોકરાઓની સમસ્યા

મને સમજાતું નથી કે તારા દિમાગમાં શું ચાલે છે, મારા કયા સવાલથી તુ નારાજ થઈ જાય છે અને કયા સવાલ જવાબથી સંતુષ્ટ, હું આજ સુધી સમજી નથી શક્યો. આપણાં સંબંધોને 5 વર્ષ થઈ ગયા પણ મને લાગે છે કે, હું તને 10 ટકા જ ઓળખી શક્યો છું. દિલમાં શું છે અને દિમાગમાં શું ચાલી રહ્યું છે.. તારા સિવાય કોઈ જાણતું નથી.

ગર્લ્સની ઈચ્છા

પાછલી સ્લાઈડની વાતો સાંભળીને તમને લાગ્યું હશે કે જાણે કોઈએ તમારા જ દિલની વાત કહી દીધી હોય. તમને શું લાગ્યું, શું આ વાત તમારા અને તમારી પત્નની વચ્ચે જ થાય છે? બિલકુલ નહીં, દરેક ગર્લ પોતાને ભલે બધાથી અલગ ગણે પણ તમામનું નેચલ લગભગ એક જેવું જ હોય છે. તે પોતાના સાથી પાસેથી વધુ ઈચ્છાઓ રાખે છે પણ તેમની ઈચ્છાઓ તેને નથી ઈચ્છતી, તે વિચારે છે તેનો સાથી તેને પ્રેમ કરતો હશે તો સમજી જ જશે.

સિક્રેટ

હવે અહીં તમારો પણ પોઈન્ટ સાચો જ છે, તે બોલે નહીં તો તમે શું સમજી શકવાના. તમે પણ અંતરયામી તો નથી જ ને? પણ આ વાત પાર્ટનરને સમજાવા જશો તો તમે વધુને વધુ ફસાતા જશો. એટલે એ વધુ સારું રહેશે કે તમે તમારું જ હોમવર્ક પુરું કરી લો. ચાલો તમને જણાવીએ મહિલાઓના કેટલાક એવા સિક્રેટ કે જે ક્યારેય કોઈની સાથે શેર નથી કરતી અને તે ઈચ્છે છે કે તેનો પાર્ટનર જ આ સિક્રેટને સમજી જાય.

ચલો જલદી મારા વખાણ કરો

તમારી ગર્લફ્રેન્ડ કે પત્ની બોલ્ડ હોઈ શકે, તે આત્મનિર્ભર હોઈ શકે, પણ છે તો તે સ્ત્રી જ ને. સ્ત્રીને તેમના વખાણ સાંભળવાનો અજીબ શોખ હોય છે. ખાસ કરીને તેમના પોતાના છે તેઓ વખાણ કરે તેઓ તે ખાસ ઈચ્છતા હોય છે. જેમ કે તમે! તે ડ્રેસ પહેરે, તૈયાર થાય, ઘરનું કામ કરતી હોય, પોતાની જવાબદારી સંભાળતી હોય આ દરેક જગ્યાએ તે ઈચ્છે કે તેનું પોતાનું તેના વખાણ કરે.

તમારું કેરિંગ નેચર

આમ તો દરેક વ્યક્તિ પોતાનું ધ્યાન પોતાની મેળે રાખી શકે છે, જે ઘરની બહાર કામે કરે છે, દિવસ દરમિયાન નવા લોકોને મળે છે, એવું નથી કે તે પોતાની કેર ખુદ નથી રાખી શકતી. પણ મહિલાઓની એવી ઈચ્છા હોય છે કે તેમનો પતિ કે બોયફ્રેન્ડ તેને દરેક ડગલે, દરેક મુશ્કેલીમાં તેનું ધ્યાન રાખે.

તમે મને ડોમિનેટ કરો છો

હા, જીવનના ઘણાં મુદ્દે મહિલાઓ પોતાના પતિ કે બોયફ્રેન્ડ પર આશ્રિત થઈને રહેવા માંગે છે, કે તેનો પતિ તેને ડોમિનેટ કરે. પણ તેમે દરેક મામલામાં એક ડોમિનેટિંગ હસ્બન્ડ જ બનતા રહેશો તો તે તમારી પત્નીને બિલકુલ નહીં ગમે. તમારી કોઈ સલાહ હોય તેને સાથે શેર કરો. જો તમે તેને દરેક વાતમાં ઓર્ડર કરશો તો વાત આગળ નહીં વધે.

રોમાંસની જરૂર

તમારે એક વાત સમજી જવી જોઈએ કે, ભલે તમે સેક્સના દિવાના હોવ, પણ તમારી પત્ની તમારી પાસે રોમેન્ટિક થવાની અપેક્ષા રાખે છે. એ વાતથી કોઈ ફરક નથી પડતો કે તમારા સંબંધને 5 વર્ષ જ કેમ ન થયા હોય. તમે તેની સાથે રોમેન્ટિક રહો.

સાંભળો તો હું શું કહું છું

મહિલાઓ ઈચ્છે છે કે, તેમનો સાથે તેમની દરેક વાત તેમના કાને લે, દરેક વાત ધ્યાનથી સાંભળે, દરેક વાતને સમજે અને તેના પર પોતાનો વિચાર મૂકે. જો તમે તેમની વાતને ઉડાવી દેશો કે ટીવી, મોબાઈલમાં વ્યસ્ત રહેશો તો તમારી મુશ્કેલી વધશે.

જેન્ટલમેન પસંદ હોય છે

સ્ત્રી તેમના સાથીમાં દરેક પ્રકારની ખૂબી હોય તેવું ઈચ્છે છે, તેમનો પતિ તેમની સાથે સારું વર્તન કરે તેવું તેઓ ઈચ્છે છે. તમારી અંદરનો શિષ્ટાચાર તમારી મોટી વિશેષતા હોય છે. આ શિષ્ટાચાર ફક્ત તમારા સાથી સાથે જ નહીં પણ અન્ય સાથે પણ જાળવી રાખવો જોઈએ.

મલ્ટી-ટાસ્ક

મહિલાઓ એક સમયમાં એકથી વધુ કામ કરતી હોય છે, માટે તેઓ પણ ઈચ્છે છે કે, તેમનો સાથે મલ્ટી ટાસ્કર જ હોય. તેમની સામે બહાના નહીં ચાલે.

દરેક વખતે ચર્ચાને વચમાં છોડી દો છો

કોઈ પણ ચર્ચાને ખેંચવાની પુરુષોને આદત નથી હોતી. પણ વિડમ્બણા એ છે કે, મહિલાઓને દરેક વખત ચર્ચાનો અંત જોઈતો હોય છે. જો તમારે કોઈ વાદવિવાદમાં છેલ્લે હથિયાર નીચે જ મૂકવાના હોય તો તેમની વાત માનીને હથિયાર હેઠા મૂકો પછી જુઓ.

તમારો જવાબ મને પસંદ પડવો જોઈએ

શું હું જાડી લાગું છું? આ એક કોમન સવાલ છે. આ દરેક ગર્લફ્રન્ડ કે પત્ની તેના સાથીને પૂછે જ છે. આ તમને ફસાવાની એક મોટી ટ્રેક છે અને જો તમે આ સવાલનો જવાબ હામાં આપ્યો તો તમે તેને જાડી કહી દીધી. થોડો બ્રેક લઈને નામાં આપ્યો તો પણ તે તેને હામાં જ સમજશે. તમે સ્પષ્ટ કહો તેને તમારો જવાબ ગમશે.

કેર અને પ્રેમ દર્શાવો

જો તમે તમારી પત્ની કે ગર્લફ્રેન્ડની કેર કરો છો અને ખરેખર તેને પ્રેમ કરો છો તો તમારી ભાવનાઓને છૂપાવશો નહીં.

આંખોના ઈશારા

ઘણીં ગર્લ્સની આદત હોય છે કે, તેઓ કંઈ કહેવા કરતા ઈશારામાં વાત કરવાનું વધુ પસંદ કરે છે અને તે ઈચ્છે છે કે તમે પણ તેના ઈશારાને સમજી જાવ.

લાગણી

કોઈ છોકરી એમ નહીં કહે કે, તે તમારી પાસેથી શું ઈચ્છે છે. તે તો તમારે જ સમજવાની કોશિશ કરવી પડશે. ઓલ ધ બેસ્ટ..

Source: iamgujarat

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.