આ છોકરી ના અક્ષર જોઇને ચોકી જશો કોમ્પ્યુટર ની પ્રિન્ટ જેવા છે અક્ષર….

Please log in or register to like posts.
News

એવું કહેવાય છે કે માણસ ના અક્ષર તેના ઓળખ નું પ્રમાણપત્ર હોય છે. દરેક માણસ ઈચ્છે છે કે તેના અક્ષર દુનિયા માં સર્વશ્રેષ્ઠ હોય. પરંતુ ઘણા ઓછા એવા લોકો હોય છે, જેમના અક્ષર ખરેખર એકદમ પરફેક્ટ હોય છે.

માણસ ગમે તેટલા પ્રયત્ન કરે પણ ક્યારેય એવું લખી શકતો નથી જેને જોઈને લાગે કે આ અક્ષર એક્દમ કમ્પ્યુટર માંથી કાઢેલી નકલ જેવા જ લાગે છે.

આ અક્ષર જોઈને એવું લાગે છે કે જાણે કમ્પ્યુટર માં લખીને તેની પ્રિન્ટ આઉટ કાઢી હોય:

એવું કહેવાય છે કે “કોણ કહે છે કે આકાશ માં ગાબડું નથી પડાતું, એક પથ્થર ને તબિયત થી ફેંકો મિત્રો “બસ આ જ કહેવત ને ચરિતાર્થ કર્યું છે નેપાળ ની રહેવાસી પ્રકૃતિ મલ્લા એ. આ છોકરીના અક્ષર જોઈને લાગે છે કે જાણે આ બાળકી એ પોતાના હાથો થી નથી લખ્યું પરંતુ કોઈ કમ્પ્યુટર થી લખી ને તેની પ્રિન્ટ કાઢી હોય.

પ્રકૃતિ અત્યારે આઠમાં ધોરણ ની વિદ્યાર્થીની છે. તે નેપાળ ની સૈનિક આવસીય મહાવિદ્યાલય માં ભણે છે. તેના અક્ષર જોઈને ભલભલા દંગ રહી જાય છે. પોતાના આ સુંદર અક્ષર માટે પ્રકૃતિ ને નેપાળ સરકાર અને સેનાએ પુરસ્કૃત પણ કરી છે. આ ફોટાઓ માં તમે જોઈ શકો છો કે બાળકી ના અક્ષર કેટલા સુંદર છે.

સારાં અક્ષર હોવાના ઘણા ફાયદા છે. જો તમારા અક્ષર સારા હોય તો તમારી ઓળખ સામેની વ્યક્તિ પર સારી પડે છે. તથા મોટા ભાગ ના શિક્ષકો પણ એમ કહે છે કે સારાં અક્ષર વાળા વિદ્યાર્થીઓ ને પરીક્ષા માં સારા ગુણ મળે છે.
આટલી નાની ઉંમર માં આ બાળકી ના આટલા સારા અક્ષર કોઈ ચમત્કાર જેવું લાગે છે પરંતુ આટલા સારા અક્ષર આ બાળકી એ ખુબ જ મહેનત થી કેળવ્યા છે. પ્રકૃતિ એ ઘણી મહેનત કરીને આવા અક્ષર બનાવ્યા છે. પ્રકૃતિ ના સગાં વહાલાં નું કહેવું છે કે તે દરરોજ બે કલાક અક્ષર માટે પ્રેકટિસ કરતી હતી, જેના કારણે તેના અક્ષર આજે આટલા સરસ થયા છે.

ગરબડીયા અક્ષર હોય તો સુધારો થાય એ કરવો પણ પોતાને ઓછા નાં સમજવા આ ખાલી બીજા ને એપ્રીસીયેટ કરવા નો લેખ છે આ વી વાતો થી કદાચ મોટીવેટ થઇ શકો. પણ આવી વાતો થી તમારા બાળકો ને ધમકાવી ને નાં કેતા કે જો આના કેટલા સારા ક્ષર છે તારા નથી. એને સમજાવી ને કહી શકો કે મહેનત થી સારા અક્ષર થઇ શકે.

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.