”ઘુમર” સોન્ગમાં દીપિકાએ કરી છે આ ભૂલો, લોકોએ પકડી પાડી

Please log in or register to like posts.
News

હાલ સંજય લીલા ભણશાળીની ફિલ્મ પદ્માવતી અને તેનું ઘુમર સોન્ગની ચર્ચા ચાલી રહી છે. યુટ્યૂબ પર આ સોન્ગ લોકોને પસંદ આવી રહ્યું છે, પરંતુ કહેવાય છે કે, અસલી રાજસ્થાની ડાન્સ ઘુમરથી બહુ જ અલગ છે. તો ચાલો જોઈએ, અસલી ઘુમર કેવો હોય છે અને દીપિકાએ ઘુમર સોન્ગમાં કેવી કેવી ભૂલો કરી છે.

આ પહેલા પણ અનેકવાર બોલિવુડ ફિલ્મોમાં ઘુમર કરાયુ છે, જે આ ઘુમર કરતા વધુ સારું હતુ. દીપિકા પહેલા અભિનેત્રી રેખા અને કરિશ્મા કપૂરી ઝુબૈદા ફિલ્મમા ઘુમર ડાન્સ કર્યો છે, જેને એક્સપર્ટ સારો કહે છએ. આમાં કરિશ્મા ઘુમર મૂવ્સ શાનદાર રીતે કરે છે. આ ફિલ્મનું શુટિંગ રાજસ્થાનના જયપુરમાં થયું હતું.

જો દીપિકાના ડાન્સની વાત કરીએ, તો આ ગીતમા ઘુમર નૃત્યની સ્ટાઈલ નથી. રાજસ્થાનના ઘુમર ડાન્સને ઈન્ટરનેશનલ ખ્યાતિ અપાવનાર વીણા મ્યૂઝિકના કેસી માલુએ એક ચેનલને જણાવ્યું કે, દીપિકાનો ડાન્સ અસલી ધુમરથી બિલકુલ અલગ છે.

જ્યાં રાજસ્થાનમાં ઘુમર શબ્દને ઈજ્જત અને તહેઝીબથી બોલવામાં આવે છે, ત્યાં આ ગીતમાં ઘુમરને ઘુમરડી કહેવામાં આવ્યુ છે. જેને ઘુમરના એક્સપર્ટ ખોટું ગણાવે છે. ઘુમરમાં માત્ર મહિલાઓનો શ્રૃંગાર જ નથી હોતો, પરંતુ તેમાં શરીરના અંગોની લચક, આખોની ભિવંગતના, નૃત્યના પ્રતિ પ્રેમ અને ઓઢણીના પલ્લુને પકડવાની રીત પણ મહત્ત્વની છે. જે આ ગીતમાં સમગ્ર રીતે ગાયબ છે.

ફિલ્મ પદ્માવતીના ઘુમરમાં પુરુષનો અવાજ છે, જ્યારે ઘુમર મહિલાઓ માટે છે, જેમાં નૃત્ય પણ મહિલાઓ કરે છે, અને તેને ગાય પણ મહિલાઓ જ છે. પદ્માવતીના ઘુમરમાં માત્ર મોંઘો સેટ, દીપિકાનો ડ્રેસ વગેરે બતાવવાનો પ્રયાસ કરાયો છે. જ્યારે કે ઘુમરની સૌથી મહ્ત્વની બાબત લચક છે, જે આખા ગીતમાંથી ગાયબ છે.

રાજસ્થાની લોક સંગીતના જાણકાર કેસી માલૂનું કહેવુ છે કે, પદ્માવતીની ઘુમરમાં જે પ્રકારનો ડાન્સ કરવામા આવ્યો છે, જે ન તો ઘુમર છે, ન તે કાલબેલિયા છે, અને ન તો ચરી છે. ગીતમાં હાથમાં દીપક લઈને મહિલાઓ દેખાઈ રહી છે. આ પ્રકારના કોઈ પણ કરતબ ઘુમર ડાન્સનો ભાગ નથી હોતો.

ઉલ્લેખનીય છે કે, ઘુમર ઉદયપુર, મારવાડ, જયપુરમાં થોડી અલગ રીતે કરવામા આવે છે, પરંતુ તેમાં વધુ ફરક નથી. અમૂમન ઓઢણીને પકડવાની રીત બદલાય છે. અનેક દેશોમાં ઘુમર શીખવાડવા માટે જાણીતા રૂપસિંહ શેખાવતનું કહેવુ છે કે, ફિલ્મમાં જ્યા મહારાણી પદ્મિનીને ચિત્તોડના બતાવવામાં આવ્યા છે, તેવી જ રીતે ઘુમનો ઉલ્લેખ નથી અને જો ઘુમર કરવામા આવે છે તો ઉદયપુરની જેમ હાથમા દંડો લઈને ઘુમર કરવામાં આવે છે, જે ગુજરાતના દાંડિયા ડાન્સની જેમ હોય છે.

ઉલ્લેખનીય છે કે, સંજય લીલા ભણશાળીની ફિલ્મ પદ્માવતી જલ્દી જ થિયેટર્સમાં આવવાની છે, જેમાં રાજસ્થાનના ચિત્તોડની મહારાણી પદ્મિનીની સ્ટોરી બતાવવાનો પ્રયાસ કરાયો છે, આ ફિલ્મ પહેલા જ બબાલ થઈ ગઈ છે.

Source: Sandesh

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.