ઘોઘા-દહેજ રો-રો ફેરી વિષે જાણવા જેવી 10 બાબતો

Please log in or register to like posts.
News

નરેન્દ્ર મોદીએ ઘોઘા-દહેજ રો-રો (રોલ ઓન-રોલ આઉટ) ફેરી સેવાઓનું ઉદ્ઘાટન કર્યું હતું

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોઘા-દહેજ રો-રો (રોલ ઓન-રોલ આઉટ) ફેરી સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે તેમણે એક સભાને પણ સંબોધી હતી. જે બાદ મોદીએ ખુદ રો-રો ફેરીમાં મુસાફરી કરી હતી.

આ પ્રકલ્પને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને દરિયાઈ માર્ગે જોડવાના પ્રયાસરૂપે જોવાઈ રહ્યો છે.

મોદીએ અહીં જનસભાને સંબોધતા કહ્યું હતું કે નવા સંકલ્પ સાથે નવા ભારત, નવા ગુજરાતની દિશામાં અણમોલ ઉપહાર સમગ્ર દેશને મળી રહ્યો છે.

આ પ્રોજેક્ટથી દરિયાઈ માર્ગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું મુસાફરીનું અંતર ઘટશે

મોદીએ આ પ્રોજેક્ટને ભારત જ નહીં પરંતુ દક્ષિણ એશિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ ગણાવ્યો હતો.

આ સમયે મોદી મનમોહનસિંહની નેતૃત્વવાળી યુપીએની સરકાર પર પ્રહાર કરવાનું પણ ચૂક્યા ન હતા.

તેમણે કહ્યું હતું કે પર્યાવરણના નામ પર આ પ્રોજેક્ટમાં અડચણો ઊભી કરવામાં આવી હતી.

ઉપરાંત તેમણે આ સર્વિસને મુંબઈ સુધી લઈ જવાની વાત પણ કરી હતી.

ઘોઘા-દહેજ રો-રો ફેરી વિશે જાણવા જેવી 10 બાબતો

  1. ગુજરાતના 1,600 કિમી દરિયા કિનારા પર આવેલા ખંભાતના અખાત સાથે જોડાયેલા બે ઔદ્યોગિક નગરો – ભાવનગર અને દહેજને જોડતો પ્રોજેક્ટ છે.
  2. દહેજ-ઘોઘા રો-રો ફેરીને કારણે રોડ દ્વારા 360 કિલોમીટર-આઠ કલાકની મુસાફરી 31 કિલોમીટરમાં બે કલાકથી ઓછા સમયમાં કરી શકાશે.
  3. આ ફેરી સર્વિસમાં મુસાફર દીઠ ટિકિટનો દર 600 રૂપિયા રાખવામાં આવ્યો છે.
  4. બે ફેરી સેવાઓ-એમ.વી. જય સોફિયા 300 મુસાફરોને બે કલાકમાં અને આઇલેન્ડ જેડ 239 પેસેન્જર્સને 1 કલાક 30 મિનિટમાં એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકે છે.
  5. ફેઝ-2માં ફેરીમાં 70-80 વાહનો, 100 જેટલી કાર, 500 મુસાફરોને એકસાથે લઈ જઈ શકાશે.
  6. હાલ માત્ર ફેઝ-1 કાર્યરત થયો છે જેમાં માત્ર મુસાફરોને લઈ જઈ શકાશે.
  7. ફેઝ-2 શરૂ થતા હજી અંદાજે 6 મહિના જેટલો સમય લાગી શકે છે.
  8. દહેજ-ઘોઘા રો-રો ફેરીનો શિલાન્યાસ 25મી જાન્યુઆરી 2012ના દિવસે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો.
  9. આ પ્રકલ્પના શરૂઆતી રોકાણનો આંકડો અંદાજે 296 કરોડ રૂપિયાની આસપાસ હતો જે આજે અંદાજે 500 કરોડ રૂપિયા વટાવી ચૂક્યો છે.
  10. યુ.કે.ના ડોવર પોર્ટ પરથી યુ.કે. અને ફ્રાન્સ વચ્ચે ચાલતી ફેરી સર્વિસને અનુસરીને આ પ્રકલ્પ તૈયાર કરવામાં આવ્યો છે.

Souce: BBC

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.