in

ગઢકુંડાર કિલ્લો : 2000 વર્ષ જૂનો આ રહસ્યમયી કિલ્લો, જેમાં એક આખી જાન થઈ ગઈ હતી ગાયબ

ભારત માં એમ તો એક થી ચઢિયાતા એક ઐતિહાસિક કિલ્લા છે, પરંતુ એક કિલ્લો એવો પણ છે જે પોતાના રહસ્ય માટે ઓળખાય છે. આ રહસ્યમયી કિલ્લા નું નામ ગઢકુંડાર છે, જે મધ્યપ્રદેશ ના નિવારી જિલ્લા ના કુંડાર ગામ માં આવેલું છે.

યુપી ના ઝાંસી થી લગભગ 70 કિલોમીટર દૂર ગઢકુંડાર કિલ્લો ઘણો રહસ્યમયી માનવા માં આવે છે. લગભગ 2000 વર્ષ જૂનો આ કિલ્લા ની ખાસિયત એના 2 માળ અને બેઝમેન્ટ પણ છે. ઐતિહાસિક કિલ્લો 5 માળ નો છે, જેમાં 3 માળ જમીન ની ઉપર, જ્યારે 2 માળ જમીન ની નીચે છે. સામાન્ય રીતે આવું ઓછું જોવા મળે છે.

જોકે, આ કિલ્લા ને ક્યારે અને કોણે બનાવ્યું એની જાણકારી ઇતિહાસ ના પાનાં માં નથી નોંધાયેલી. પરંતુ ઇતિહાસકારો નું માનવું છે કે આ કિલ્લો 1500 થી 2000 વર્ષ જૂનો છે. અહીંયા ચંદેલો, બુંદેલો અને ખંગાર શાસકો નું શાસન રહ્યું હતું.

જ્યારે સંપૂર્ણ જાન થઈ ગઈ હતી ગાયબ

આ કિલ્લા ને લઈને કુંડાર ગામ ના લોકો બતાવે છે કે ઘણા વર્ષો પહેલા ગામ માં એક જાન આવી હતી. એ સમયે જાનૈયાઓ ફરતા ફરતા જ્યારે આ કિલ્લા ના બેઝમેન્ટ માં ગયા તો આખી ને આખી જાન ગાયબ થઈ ગઈ. આજ સુધી આ ગાયબ થયેલા લોકો ની જાણ નથી થઈ. એના પછી આ કિલ્લા ના બેઝમેન્ટ માં જવાવાળા બધા દરવાજા હંમેશા માટે બંધ કરી દેવા માં આવ્યા.

ગામ વાળા બતાવે છે કે જાનૈયાઓ ની સંખ્યા 50-60 હતી. એના પછી પણ આ રહસ્યમય કિલ્લા માં આ પ્રકાર ની બીજી ઘણી ઘટનાઓ થઈ ચૂકી છે. ગઢકુંડાલ જિલ્લા ના બેઝમેન્ટ માં આજે પણ ઘણા રહસ્યો છુપાયેલા છે.

આ કિલ્લા માં છુપાયેલા ખજાના નું રહસ્ય

આ કિલ્લા ના વિશે કહેવા માં આવે છે એટલો ખજાનો છે ભારત એક પૈસાદાર દેશ બની જાય. મોગલો થી લઈ ને અંગ્રેજો સુધી આ કિલ્લા માં હાજરો લોકો ખજાનો ઘણીવાર લૂટ્યો. આટલું જ નહીં સ્થાનિક ચોર પણ આ ખજાના ને શોધવા ના ઘણા પ્રયત્ન કર્યા. આ જિલ્લા માં આવેલા ખજાના ને શોધવા ના ચક્કર માં ઘણા ના જીવ પણ ગયા.

ઇતિહાસકારો નું માનવું છે કે ગઢકુંડાલ ઘણી સંપન્ન અને જુનો વારસો છે. આ વિસ્તાર માં ચંદેલો, બુંદેલો અને ખંગારો નો કબજો રહ્યો છે. આ શાસકો ની પાસે ધનદોલત અને હીરા ઘરેણા ની કોઈ કમી ન હતી. એમણે લુટેરા થી બચવા માટે પોતાના મહેલ ના ખજાના ને આ કિલ્લા ના બેઝમેન્ટ માં સંતાડી દીધું હતું.

સુરક્ષા ની દ્રષ્ટિ એ બેજોડ નમૂનો

એક ઊંચી પહાડી પર આવેલો આ કિલ્લો સુરક્ષા ની દ્રષ્ટિ એ બેજોડ નમૂનો રજૂ કરે છે. આ રહસ્યમય કિલ્લો નો ફરવા વાળા પર્યટકો ની પણ આકર્ષિત કરી દે છે. આ કિલ્લો એવી રીતે બનાવવા માં આવ્યો છે 4-5 કિલોમીટર દૂર થી તો દેખાય છે, પરંતુ નજીક થી કિલ્લો દેખાવા નું બંધ થઈ જાય છે. જો કોઈ ને કિલ્લા ના વિશે જાણકારી નથી તો એ અંદર જવા પર રસ્તો પણ ભૂલી શકે છે. આ કિલ્લો ભૂલભૂલૈયા ની જેમ છે. દિવસ ના સમયે પણ અહીંયા અંધારું રહે છે કારણ કે કિલ્લો ઘણો ડરાવનો લાગે છે.

શું છે આ કિલ્લા નો વાસ્તવિક ઇતિહાસ?

આ કિલ્લા ના ઇતિહાસ ને લઈને બીએચયુ ના શોધકર્તા અજય સિંહ નું માનવું છે, આ કિલ્લો ચંદેલ કાલ માં ચંદેલ નું મુખ્યાલય તેમજ સૈનિકો નો આશરો હતો. વર્ષ 1182 માં ચંદેલો તેમજ ચૌહાણ ની વચ્ચે યુદ્ધ થયું, જેમાં ચંદેલો હારી ગયા. આ યુદ્ધ માં ગઢકુંડલ ના શૂબેદાર  સિયાજુ પવાર નો જીવ ગયો. એના પછી અહીંયા નાયબ કેદારખેત સિંહ ખંગાર એ શાસન સ્થાપિત કરી દીધું. વર્ષ 1182 થી 1257 સુધી અહીંયા ખ્ંગરો નું શાસન રહ્યું.

એના પછી બુંદેલા રાજા સોહન પાલ અહીંયા શાસન કર્યું. વર્ષ 1257 થી 1539 સુધી અહીંયા બુંદેલો નું શાસન કર્યું. બંદેલ ના શાસન નો અંત થયા પછી આ કિલ્લો ઘણા વર્ષો સુધી વિરાન પડ્યો રહ્યો. વર્ષ 1605 મા ઓરછા ના રાજા વીરસિંહ દેવ એ ગઢકુંડાર કિલ્લા ને પોતાના અધિકાર માં લઈ લીધું.

ગઢકુંડાર ના કિલ્લા ને લઈને લેખક વૃંદાવન લાલ વર્મા એ એક પુસ્તક પણ લખ્યું છે. આ પુસ્તક માં પણ જિલ્લા ના ઘણા રહસ્ય હાજર છે

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

મધુબાલા 14 વર્ષની ઉંમરમાં બની ગઈ હતી હિરોઈન, હૃદયમાં કાણાંએ લઇ લીધો જીવ

શું સાચે સરકારે દેવાનંદ ને કાળો કોટ પહેરવા પર લગાવી દીધું હતું બૈન? જાણો શું છે સચ્ચાઇ