in

શું તમને ખબર છે કે ગંગાજળ કોઈ દિવસ ખરાબ થતું નથી ? એની પાછળ છે એક વૈજ્ઞાનિક કારણ અને રહસ્ય !!!!

મોટાભાગના હિન્દૂ ઘરોમાં ગંગાજળ તો હોય જ છે. જયારે પણ કોઈ પૂજા હોય ત્યારે પૂજામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ ચરણામૃતમાં પણ ગંગાજળનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એવું કહેવામાં આવે છે કે જયારે કોઈ વ્યક્તિનો મૃત્યુનો સમય નજીક હોય ત્યારે જો એના મોઢામાં બે ટીપા ગંગાજળ આપી દેવામાં આવે તો એ વ્યક્તિને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આપણા દેશમાં ગંગાજળને ખુબ જ પવિત્ર ગણવામાં આવે છે અને કોઈ દિવસ આ જળ ખરાબ નથી થતું.

ગંગા નદીનું મહત્વ મિથક કથાઓમાં, વેદ, પુરણ, રામાયણ અને મહાભારત જેવા દરેક ધાર્મિક ગ્રંથમાં જણાવવામાં આવેલો છે. ઘણા ઈતિહાસકારો એવું કહે છે કે સમ્રાટ અકબર પણ ગંગાજળ જ પીતા હતા. જયારે કોઈ મહેમાન પણ આવે તો એમને પણ ગંગાજળ જ પીવડાવતાં હતા. હવે આપણને સવાલ એ થશે કે કેમ ગંગાજળ કોઈ દિવસ ખરાબ થતું નથી?

હિમાલયમાંથી નીકળતી નદી ગંગા કેમ ખરાબ નથી થતી કેમ કે ગંગાજળમાં ગંધક, સલ્ફર અને ખનીજનું પ્રમાણ વધારે હોય છે.

રાષ્ટ્રીય જળ વિજ્ઞાન સંસ્થાન રૂડકીના નિદેશક ડૉ. આરડી સિંહ કહે છે કે હરિદ્વારના ગૌમુખ ગંગોત્રીથી જે ગંગા જળ આવે છે એની ગુણવત્તા પર કોઈપણ વસ્તુનો ખરાબ અસર થતો નથી કારણકે આ જળ હિમાલય પર્વત પર ઉગેલી અનેક જીવનદાયની જડીબુટ્ટીને સ્પર્શીને પછી આવે છે અને માટે જ એ  સ્વાસ્થ્ય સારું રહે છે.

શું હોય છે બીજા કારણો ?

વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. મુકેશ કુમાર શર્મા આ બાબત વિષે કહે છે કે ગંગાનું પાણી ખરાબ નથી થતી એની પાછળ કેટલાક વૈજ્ઞાનિક કારણો પણ છુપાયેલા છે. એક કારણ એ છે કે ગંગાજળમાં બેત્રીયા ફોસ નામના બેક્ટીરીયા આવેલા હોય છે અને એનાથી પાણીમાં રસાયણિક ક્રિયાઓથી ઉત્પન્ન થતા અનઇચ્છનીય પદાર્થનો પણ નાશ થાય છે અને આ જ કારણથી ગંગાજળ શુદ્ધ બની જાય છે. બીજું કારણ એ છુપાયું છે કે ગંગા નદીના પાણીમાં ગંધકની માત્રા વધુ હોય છે માટે જ ગંગાજળ કોઈ દિવસ ખરાબ થતું નથી.

ગંગા મેલી થઇ છે આપણા દ્વારા જ

ડૉ.સિંહ કહે છે કે ગંગા જેમ જેમ હરિદ્વારથી આગળ બીજા શહેરોમાં આગળ વધે છે એવી જ રીતે શહેરો, નગર નિગમો અને ખેતીવાડીનો કચરો અને ઔદ્યોગિક રસાયણોનું મિશ્રણ ગંગામાં ,મિક્સ થઇ જાય છે. એ જ કારણથી કાનપુર, વારાણસી અને ઇલ્હાબાદમાં જે ગંગાનું પાણી છે એ સાચે જ પીવાલાયક હોતું નથી.

ગંગા થાય છે પોતાની જાતે જ ક્લીન !!!

ગંગા પર જે લાંબા સમયથી શોધ કરી રહ્યા છે એવા પ્રોફેસર સ્વરૂપ ભાર્ગવ જણાવે છે કે ગંગાને સાફ કરે એવું તત્વ ગંગાની તળેટીમાં જ હોય છે અને તેનાથી જ ગંગા પોતાની રીતે સાફ થતી હોય છે.

પ્રોફેસર ભાર્ગવનો એવો વિચાર છે કે  ” ગંગોત્રીમાંથી આવતું વધારે પ્રમાણમાં પાણી હરિદ્વારની નહેરોમાં નાખી દેવાય છે.ગંગામાં મુખ્યત્વે ભુગર્ભથી રીચાર્જ થયેલ અને બીજી નદીઓનું પાણી મિક્સ કરવામાં આવે છે. જો આગળ વાત કરીયે તો બનારસ સુધી પણ ગંગાનું પાણી ખરાબ થતું નથી. એનો સીધો જ આર્ટ એ થાય છે કે ગંગાને સાફ કરવાનું તત્વ નદીની તળેટીમાં વહેતા પાણીમાં જ રહેલું છે.

ડોક્ટર ભાર્ગવ કહે છે કે ગંગાનું પાણી એવું હોય છે કે એમાં વાતાવરણમાંથી ઓક્સિજન ખેચવાની ક્ષમતા જોરદાર હોય છે. જો બીજી નદીઓ સાથે સરખામણી કરીયે તો ગંગામાં ગંદકી સાફ કરવાની ક્ષમતા બીજી નદીઓ કરતા ૧૫ થી ૨૦ ગણી વધુ છે. જો બીજી નદીઓ વિષે કહીયે તો આવી ગંદકીને સાફ કરવા માટે તે ૧૫ થી ૨૦ કિલોમીટર વહે ત્યારે તેને સાફ કરે છે અને એ જ ગંદકીને ગંગા માત્ર ૧ જ કિલોમીટર વહીને સાફ કરી નાખે છે.

ટિપ્પણી

જાણી લો કે તમારા નાના બાળકોને ટોઇલેટની ટ્રેનિંગ આપવાની ટિપ્સ

શું તમે અંડરઆર્મ્સની કાળાશથી હેરાન છો ? તો જાણી લો આ ઉપાય