in

જ્યારે ખોવાયેલું પર્સ પાછું મળ્યું અને સાથે મળ્યું એક લેટર, વાંચી ને હસુ આવશે તમને

આ દુનિયા માં બુરાઈ ભલે ગમે એટલી વધી જાય, અચ્છાઈ ના રસ્તા પણ ઓછા નથી. આ વાત ની ખબર ત્યારે પડી જ્યારે એક માણસ ને એનું ખોવાયેલું પર્સ પાછું મળ્યું અને સાથે એમાં એક ચિઠ્ઠી પણ મળી. બતાવી દઈએ કે, અમેરિકા ના આહોમા માં રહેવા વાળા માણસ પોતાની બહેનના લગ્ન માટે લોસ વેગાસ ગયા હતા. આના માટે એમણે ફ્લાઇટ થી પોતાની મુસાફરી નક્કી કરવા નું યોગ્ય સમજયુ. જ્યારે બહેન ના લગ્ન માં પહોંચ્યા ત્યારે ખિસ્સા માં હાથ નાખ્યો તો ખબર પડી એમનું પર્સ જ નથી. આથી એ હેરાન થઈ ગયા. પર્સ માં 60 ડોલર કેસ હતા, 400 ડોલર નો પે ચેક, બેંક કાર્ડ, આઈ ડી પ્રૂફ અને બધી પ્રકાર ની જરૂરી વસ્તુઓ હતી અને પર્સ મળી નહોતું રહ્યું. યુવક નું નામ હન્ટર શૈમ્મત છે.

પર્સ ખોવાઇ જવા થી દુઃખી હતા હન્ટર

જો કે બહેન ના લગ્ન હતાં તો એમને આ વાત ની ખુશી હતી, પરંતુ પર્સ ખોવાઈ જવા માટે એમને ઘણું દુઃખ હતું. એમને લાગ્યું કે એમનો પર જરૂર આહોમા થી વેગાસ આવવા વાળી ફ્લાઈટ ના સમયે જ ખોવાયું છે. એટલા માટે એમણે એરલાઇન્સ ને ફોન કરીને મિસિંગ રિપોર્ટ નોંધાવી દીધી. અને કીધું કે પર્સ વગર રહેવું એમના માટે ઘણું મુશ્કેલીભર્યું હતું. એમનું બેંક કાર્ડ અને ઓળખ પત્ર પણ એની સાથે ખોવાઈ ગયા હતા. એટલા માટે લગ્ન ના કાર્યક્રમ માં એ કોઈ કામ પણ નહોતા કરાવી શકતા.

સમસ્યા માત્ર આટલી જ ના હતી. ઓળખ પત્ર વગર ફ્લાઇટ થી ઓહામા પણ નહતા જઈ શકતા. આના પછી કોઈ પણ રીતે એમણે લગ્ન કાર્યક્રમ પતાવી અને પછી બાય રોડ જવાનું નક્કી કર્યું. એમને આ વાત નું દુઃખ હતું કે ઓળખ પત્ર પણ ખોવાઈ ગયું તેને બનાવવા માં હવે એક લાંબો સમય લાગે છે. હન્ટર હવે કશું નહતા કરી શકતા. જોકે એ દિવસે તો ચમત્કાર થઈ ગયો જે દિવસે ટપાલ દ્વારા એમનો પર્સ પાછું મળી ગયું.

પર્સ માં મળી ચિઠ્ઠી

એમણે તરત પોતાનું પર્સ ચેક કર્યું અને એમાં જે જોયું એ હૃદય ને સ્પર્શી ગયું. પર્સ માં 100 ડોલર મુકેલા હતા અને સાથે એક લેટર પણ હતો. કહેવા નો અર્થ એમ કે જ્યારે પર્સ ખોવાઈ ગયો તો ત્યારે માત્ર 60 ડોલર હતા. એમણે લેટર વાંચ્યું તો એમાં લખ્યું હતું પર્સ મળવા ની ખુશી મનાવો. જે માણસ એમને પર્સ પાછું કર્યું હતું એનું નામ ટોડ બ્રાઉન છે અને એ ઓહામા માં જ રહે છે. એમણે લખ્યું કે એમને પર્સ ઓહામા માંથી ડેનેવર જઈ રહી ફ્રંટિયર ફ્લાઈટ માં 12 નંબર ની એક સીટ પર પ્લેન ની દીવાલ માં ફસાયેલું મળ્યું હતું.

સૌથી રસપ્રદ વાત એ કે એમને પર્સ માં 60 ડોલર મળ્યા હતા, પરંતુ એમણે 100 ડોલર કરી દીધા જેના થી હન્ટર આ ખુશી ને હજુ સારી રીતે મનાવી શકે. હન્ટર ટોડ નો આભાર માન્યો. આખી ઘટના ને હઁન્ટર ની માતા એ સોશિયલ મીડિયા ઉપર બતાવી જેથી લોકો જાણી શકે કે આ દુનિયા માં સારા લોકો પણ હાજર છે. એમણે લખ્યું ટોડ બ્રાઉન અને એમની પત્ની નું હું દિલ થી આભાર માનું છું જેમણે આ પર્સ પાછું આપી ને માણસાઈ માં વિશ્વાસ રાખ્યું છે. આ દુનિયા એટલી પણ ખરાબ નથી, જેટલી દેખાય છે.

ટિપ્પણી

જાણો કેમ જગન્નાથ ભગવાનને ખીચડીનો ભોગ લગાવાય છે, જાણીયે તેની હકીકત ….

જ્યારે સંજય દત્ત થી અફેર ના કારણે માધુરી ને સાઇન કરવું પડ્યું હતું નો પ્રેગ્નન્સી ક્લોઝ