in

અડદિયા પાક જમવામાં ટેસ્ટી હોવાની સાથે જ સ્વાસ્થ્ય માટે હોય છે એકદમ બેસ્ટ, જાણી લો આ રીત

શિયાળાની સિઝન ની શરૂઆત થઇ ગઇ છે. ઋતુઓ ચેન્જ થાય તેમ તેમ ઋતુઓ પ્રમાણે ખાણીપીણી પણ ચેન્જ થતી રહે છે. ઋુતુ પ્રમાણે જો ખોરાક લેવામા આવે તો તે સીઝનમાં બહુ જ ઉપયોગી સાબિત થાય છે. ઠંડીમાં શરીરને ગરમી મળે તેવો આહાર લઈએ તો શરીરમાં પણ ગરમાવો ઉત્પન્ન થાય છે. તો આજે શિયાળા સ્પેશિયલ અડદિયા પાક બનાવતા શીખીએ. જે આખા રાજ્યમાં ખૂબ પ્રચલિત તથા લોકપ્રિય છે. ટેસ્ટમાં લાજવાબ, જોવામાં સરસ તથા ખૂબ પોષણક્ષમ મિઠાઇની રેસિપી છે અડદિયા પાક.. આ મિઠાઇ શિયાળામાં વધારે બનાવવામાં આવે છે.

Advertisements

સામગ્રી

– 1 લીટર – દૂધ

– 2કિલો – ઘી

– 20નંગ – એલચી

– 2 કિલો – અડદનો લોટ

– 20નંગ – બદામ

– 20નંગ – કાજૂ

– 200 ગ્રામ – ગુંદર

– 1.750 – ગ્રામ ખાંડ

– તળેલો ગુંદર

– જરૂરિયાત મુજબ – સૂંઠનો પાવડર

– જરૂરિયાત મુજબ – ગંઠોળાનો પાવડર

– સૂકા નાળિયેરનું છીણ

– ખસખસ

Image result for adad pak

બનાવવાની રીત

સૌથી પહેલા દૂધ અને ઘી એકદમ ગરમ કરો. તેને બરાબર ઉકળવા દો. ગરમ કરેલા દૂધ તથા ઘીને અડદના લોટમાં ભેગું કરો અને તેને બરાબર હળવા હાથે મિક્સ કરી લો. એક પેનમાં ઘી ગરમ કરવા મૂકવું. તેમાં લોટ ઉમેરી ધીમા તાપે લોટ આછા બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકવો. લોટ શેકાઈ જાય એટલે તરત જ ગેસ બંધ કરી 4-5 ચમચી ગરમ દૂધ ઉમેરી હલાવવું. ગરમ લોટમાં જ તળેલો ગુંદ, સૂંઠ પાઉડર, ગંઠોળા પાઉડર , સૂકા નાળિયેરનું છીણ, પીપરનો પાઉડર, એલચી તથા જાવંત્રી પાઉડર અને ખસખસ ઉમેરી 1 મિનિટ હલાવવું. મિશ્રણને હાથમાં લઈ શકાય તેટલું ઠંડુ પડે એટલે તેમાં દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરવું. મિશ્રણને થાળીમાં પાથરી અડદિયા પાકના ચોસલા પાડી લો. તૈયાર છે તમારો અડદિયા પાક

ટિપ્પણી
Advertisements

સાપ્તાહિક રાશિફળઃ 8 થી 14 ડિસેમ્બર 2019

આ પ્રાકૃતિક બ્લીચથી ફક્ત 15 મિનિટમાં મેળવો ચમકતો ચહેરો, જાણો બ્લીચિંગના ફાયદા