in

કાંચનો પુલ જોવા માટે હવે નહિ જવું પડે ચીન, ભારતના આ શહેરમાં થઇ રહી છે આવી યોજના

ઉત્તરાખંડનું સૌથી પ્રસિદ્ધ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ઋષિકેશ ગંગાના કિનારે વસેલું ખુબ જ સુંદર શહેર છે. શહેરમાં રહેલ લક્ષ્મણ ઝુલાની બરાબર જ એક અન્ય બ્રિજ બનવાની યોજના છે. જોકે, ઋષિકેશની ઓળખ રહેલ લક્ષ્મણ ઝુલાને ગયા વર્ષે જ જુલાઈમાં સુરક્ષા કારણોથી બંદ કરી દેવામાં આવ્યો હતો. એ પછી એના વિકલ્પરૂપે એક નવા બ્રિજને બનાવવાની સરકારે મજૂરી આપી દીધી છે.

Advertisements

લક્ષ્મણ ઝૂલો છેલ્લા 94 વર્ષોથી આ શહેરની ઓળખ રહ્યો છે. હવે અહીંયા એક બીજો બ્રિજ બનાવવામાં આવશે જે કાંચનો બનાવવામાં આવશે. ફ્લોરની સપાટી પર ગ્લાસની ઉપર ચાલતા પર્યટકોને લાગશે કે તેઓ નદીની સપાટી પર ચાલે છે. જે જોવામાં ખુબ જ અદભુત પણ લાગશે.

ઉત્તરાખંડના મુખ્ય સચિવ ઓમ પ્રકાશે ગુરુવારે જણાવ્યું હતું કે લક્ષ્મણ ઝુલાની સમાંતર બનાવવામાં આવનાર નવા પુલની પહોળાઈ 8 મીટર અને લંબાઈ 132.3 મીટર હશે. એમાં કાચની બે સપાટી હશે. વચમાં અઢી મીટર પહોળો બનાવવામાં આવશે.

Advertisements

જેની ખાસ વાત એ છે કે એની પર ટુ વ્હીલર સરળતાથી આવી જઈ શકશે. ગ્લાસની જાડાઈ સાડા ત્રણ ઇંચની હશે અને તે પ્રતિ ચોરસ મીટર 750 કિલો વજન સહન કરી શકે છે. બ્રિજમાં ઉપયોગમાં લેવાતા લોખંડના ધ્રુવો અને સળિયા સામાન્ય સામગ્રી કરતા ઘણા વધારે મજબૂત હશે. આ પુલની લંબાઈ 132.3 મીટર હશે અને બંને બાજુએ સાત ફુટ ઉંચી રેલિંગ લગાવવામાં આવશે.

Advertisements

આ પુલ વિષે જણાવવામાં આવ્યું કે એને એટલું મજબૂત બનાવવામાં આવશે કે ઓછામાં ઓછા 150 વર્ષો સુધી ચાલશે. એ બનાવવામાં લગાવવામાં આવતા લોખંડના સળિયાને સામાન્ય કરતા વધારે મજબૂત બનાવવામાં આવશે. સાથે જ જો એની રીતે દેખભાળ કરવામાં આવશે તો 150 વર્ષોથી પણ વધારે સમય સુધી ચાલશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

આ રાશિ ની કુંડળી માં બની રહ્યો છે શુભ યોગ, દરેક ઈચ્છા થશે પૂરી, પૈસા થી ભરેલી રહેશે તિજોરી

એક વાર ફરી પ્રિયંકા ચોપડાના ડ્રેસે કરી દીધા હેરાન, 4 લાખથી વધારે છે એની કિંમત