કોલેજ માં મારો પેહલો દિવસ

Please log in or register to like posts.
News

પેહલો દિવસ હતો મારો……
હું જાગી ગયો ફોન માં જોયુ તો હજુ અલૉમ પણ વાગ્યુ ન હતું  ને હું જાગી ગયો હતો.
મારા વેકેશન માં પહેલી વહેલી વાર આવું થયુ હતું કે હું અલૉમ વાગ્યા પહેલા જ  જાગી ગયો હોવું મેં જોયુ તો હજુ પણ એસી ચાલ તું હતું  અને મારો ભાઇ અને કાકા બંને સુતા હતા.

હું મારી પથારી માંથી ઉભો થયો ને બ્હાર જઈ ને જોયુ તો ધોધમાર વરસાદ પડતો હતો હું થોડી વાર એ વરસાદ ને જોતો રહયો.
“ઓહો શીટ…” હું જોર થી બોલ્યો મારે આજે કોલજ જવા નું છે મને યાદ આવ્યુ ને હું  તરત જ નાહવા ગયો.
ન્હાતા  ન્હાતા  બસ મને એક જ વિચાર આવતો હતો કે આજે કોલેજ માં શું થશે નવી જગ્યા , નવા લોકો , નવો ક્લાસ હું વિચાર તો હતો  કે કોલજ તો ઠીક પણ હું ત્યાં જઇસ કઈ રીતે કેમ કે ના તો મારી પાસે કોઈ ફોરવ્હીલ હતી કે  ના તો કોઈ ટુ વ્હીલ  અને  મારી કોલેજ પણ મારા ઘરે થી ૧૦ કિલોમીટર દુર હતી.

અવે તમે એમ વિચાર તા હસો કે ગાડી નથી  કે નથી ફોરવ્હીલ તો  એટલી દુર કોલજ કેમ સીલેક્ટ કરી કેમ કે…..

અણી પછાળ ઘણા બધા કારણ છે મારા પપ્પા જોબ કરતા હતા મારે તેમના જેવી સવારે ૮ થી રાત ના ૮ વાગ્યા જેવી જોબ નોહતી કરવી અને બીજા ઘણા કારણ હતા જેવી રીતે  કે મારે પણ એવી કોલેજ માં જાવું હતું જ્યાં સારી ફેશીલીટી હોય ને ત્યાં કુલ છોકરા જેવું મારે પણ બનવું હતું મારે પણ મારા ફેન્ડ સાથે મુવી જોવા જવું હતું .મારા પણ અનેક ડ્રીમ હતા જે મારે તે જ કોલેજ માં પુરા કરવા હતા આવું વિચરતા વિચરતા મારી ડોલ નું પાણી પણ પૂરું થઇ ગયું અને મારા મમ્મી એ પણ બ્હાર થી દરવાજો ખખડાવ્યો ને કહ્યું “કેટલી વાર જલ્દી બાહર આવ તારા પાપા ને પણ ન્હાવ નું છે  તેમને લેટ થાઇ છે .”  ને   હું ફાસ્ટ ફાસ્ટ મારી બોડી લુસી ને બ્હાર નીકળ્યો.

હું નાહી ને ડેલી ની જેમ ભગવાન ની પૂજા કરી અને ફાસ્ટ ફાસ્ટ નાસ્તો કરી ને મારી બેગ રેડી કરવા લાગયો મને હજુ પણ પેલા વિચાર આવ્યા કરતા હતા કે હું કોલેજ કેવી રીતે જઈસ ઘણા બધા વિચાર પછી મારા પાપા મને રીક્ષા માં જાવ નું સજેશન આપ્યું અને થોડા પૈંસા અપ્યા.
“હાશ…” હું મન માં બોલ્યો કે કોલેજ જવા નું તો થઇ ગયું.
“ પણ હું કઈ રીક્ષા માં જવું? યાર કેવી કેવી મુશ્કેલી નો સામનો કરવો પડે છે ” ગમે તે ગમે તે કરી ને હું કોલેજ પોહ્ચ્યો.

કોલેજ માં એન્ટ્રી થતા પહેલા મેં ત્યાં આજુબાજુ ઘણી બધી ફાસ્ટ ફુંડ ની શોપ જોઈ ત્યાં ઘણા બધા લોકો ફાસ્ટ ફૂડ ખાઈ રહ્યા હતા. મેં નવું જીન્સ એન્ડ ટીશર્ટ પહેરું હતું, ત્યાં મેં ઘણા બધા કોલેજ સ્ટુડન્ટ જોયા એ લોકો ના કપડા ને બ્રન્ડેડ સુશ જોઈ ને મને મારા પર શરમ આવા લાગી જેમ તેમ કરતા કરતા હું કોલેજ માં પોહ્ચ્યો અને ક્લાસ જોવા લાગ્યો કે મારે ક્યાં ક્લાસ માં જાવા નું છે ત્યાં મને મારા એક અને એક એવો ટુયશન ફ્રેન્ડ  મલ્યો હું એને જોઈ ખુશ થઇ ગયો કે કોઈ તો મળ્યું સાથ આપવા વાળું.
“હાઈ કેમ છો ?” દિગ્વિજય મને પૂછ્યું.
“ બસ જલસા ” મેં હસતા હસતા રીપ્લાય આપ્યો.
“કઈ ફિલ્ડ માં છે ” એને મને પૂછ્યું.
“બીસીએ માં તું?” મેં કહ્યું.
“હું પણ…. ” અને ખુશ થતા રીપ્લાય આપ્યો અમે બને વાત કરતા હતા ને દિગ્વિજય નો કોલેજ ફેન્ડ આવ્યો અમે થોડી વાત કરી અને પછી ક્લાસ માં જાવા 2 ફ્લ્લોર પર ગયા.

મારો અને દિગ્વિજય નો ક્લાસ અલગ હતા હું મારા ક્લાસ માં ગયો , ક્લાસ જોતા જરા મને નવાઈ લાગી કેમ કે ક્લાસ માં થોડું પાણી હતું પણ ક્લાસ હવા હુજાસ વાળો હતો વરસાદ પછી ની માટી ની ખુશ્બુ જ કઈક અલગ જ આવતી હતી ક્લાસમાં ટોટલ ૪ બારી હતી અને એન્ટ્રી ગેટ પાસે જ બ્લેક બોર્ડ હતું . હું જે સ્કૂલ માં હતો એના ક્લાસ કરતા આ ક્લાસ ઘણો મોટો અને સારો હતો. હું ક્લાસ માં એન્ટર થવું એ પહેલા ઘણા બધા સ્ટુન્ડટ આવી ગયા હતા હું ૩ બેંન્ચ પર જઈ બેઠો મારી આસપાસ ઘણા બધા મારા જેવા નવા અને અજણ્યા સ્ટુડન્ટ હતાં.એ લોકો ના ચેહરા પર થી જ ખ્યાલ આવી જતો હતો કે એ લોકો ને પણ મારા જેવા ઘણા પ્રશ્ન મન માં રમી રહ્યા છે.

પણ મને એક જ વિચાર આવતો હતો કે દિગ્વિજય નો સ્વભાવ જરા સારો ના લાગ્યો એ ક્યારેય મારી સાથે આવી રીતે વાત ન કર તો હતો એ દિવસ એની વાત માં જરા અભિમાન દેખાતું હતું હું વિચાર તો હતો ત્યાં કયારે મેંમ ની એન્ટરી થઇ અને ક્યારે ઇન્ટરોડકશન ચાલું થઇ ગયું મને ખબર જ ના રહી અને મારા બાજુ માં બેઠેલા એક છોકરાં એ મને બોલવા માટે હાથ ને ધક્કો માર્યો હું છબકી ગયો અને મેંમ મને ઇન્ટરોડકશન આપવા કહ્યું હું મારું નામ અને 12 માંના પસૅન્ટૅજ બોલી બેસી ગયો, 5 મીનીટ તો મારા દિલ ના ધબકારા વધી ગયા હતા, એ દિવસ મને કોલજ માં મેમ જ બોલયા એમાં મને કઈ જ ખબર ના પડી. મે ઘણી ટ્રાય કરી સમજવાની પણ મેને કઈ જ ખબર ના પડી મારી નજર એક છોકરી પર પડી જે મેમ પૂછેલા ઘણા પ્રશ્ન ના આન્સર આપતી હતી. એ છોકરી નો ફેસ મને યાદ રહી ગયો બીજી ઘણી સારી છોકરી હતી પણ હું એ જ છોકરી સાથે વાત કરવા ઈચ્છ તો હતો, ત્યાં બેલ વાગી અને મેમ હાજરી લેવા નું ચાલું કરું મારી ઈચ્છા હતી કે પેલી છોકરી નો નમ્બર મારી આગળ પાછળ જ આવે તો સારું અને મેમે મારું નામ બોલ્યા મારું દિલ ધગ-ધગ-ધગ કરવા લાગયું અને એ દિવસ મારો હતો અનો નમ્બર મારા પછી જ આવ્યો હું ખુબ જ ખુશ થઈ ગયો અને ક્લાસ ની બહાર ગયા. ત્યાં મને દિગ્વિજય માલ્યો અને અમે બંને વાત કરતા બાહર નીકળ્યા હું ને દિગ્વિજય થોડો નાસ્તો કરી ઘરે જાવા માટે પ્લેન કર્યો અને અમે ઘરે જાવા રવાના થયા .

હેલ્લો,નમસ્તે, કેમ છો ? મારું નામ ઉજ્વલ બેસીકલી હું સુરત નો છુ આ મારો ફસ્ટ દિવસ નો અનુભવ હતો જો તમે ને ગમ્યું હોય ત્યો લાઈક કરો કમેન્ટ્સ કરો અને જોબકા વેબસાઈટ શેર કરો અને તમારો કોલજ દિવસ પણ આવો જ કઈ હોઈ ત્યો મને તમારી વાત શેર કરો, હા અને કમેન્ટ્સ માં નેક્સ્ટ ક્યાં ટોપીક પર હું લખું તે જરૂર થી મને શેર કરજો ….

લી.
તમારો વિશ્વાસુ
ઉજ્વલ

 

 

Get Daily Dose of JoBaka / GujjuChu Facts! Get Simple, Hilarious Gujju Rules, Thoughts, Talks & Jokes in Single Line Punches. Jo Baka Like & Share To Karvu J Padse.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.