in

આ ફિલ્મ દરેક યુવતીએ ચોક્કસપણે જોવા જેવી છે

કોઈ વ્યક્તિ રસ્તો ભૂલી જાય એ કાંઈ મોટી વાત નથી,પરંતુ મોટી વાત તો એ છે કે, સાચા રસ્તા પર પાછા ના આવવું. આ ફિલ્મની કહાની એવી છે કે જે વ્યક્તિને રસ્તા પર પાછા લાવવાનું કામ કરે છે.

ફિલ્મ- એન એજ્યૂકેશ

નડિરેક્ટર- લોન શિર્ફિંગઆમ

બ્રિટિશ જર્નાલિસ્ટ લિન બર્બરની યાદમાં આ અમેરિકન ફિલ્મ બની છે અને આ ફિલ્મ ત્રણ એકેડમી અવોર્ડ્સ માટે નૉમિનેટ પણ થઇ હતી. રૌટન ટોમૈટોઝ પર આ ફિલ્મને 94 ટકા રેટિંગ પ્રાપ્ત થયેલ છે, પરંતુ આ બધી વાતોને બાજુએ રાખીએ તો મારી નજરે તો આ ફિલ્મ માટે એક જ વાક્ય કહેવાની ઈચ્છા થાય છે – ધરતીનાં કોઇપણ મુલ્ક, કોઇ પણ સમાજ, કોઇપણ જાતિ, ધર્મ, નસલ અને રંગમાં જન્મેલી દરેક યુવતીએ આ ફિલ્મ ચોક્કસથી જોવી જ જોઇએ. જ્યારે જ્યારે એ ભૂલવાં લાગે કે તે કોણ છે અને તેનાં જીવનનો અર્થ શું છે. તો એક વાર આ ફિલ્મ ચોક્કસથી જોઇ લેવી. આ ફિલ્મનું નામ છે- એન એજ્યુકેશન

एन एजूकेशन फिल्म

આ ફિલ્મની કહાની એકદમ સામાન્ય જ છે. 1961માં લંડનમાં જેની નામની 16 વર્ષની એક ખુબ જ સુંદર અને બુદ્ધિમાન યુવતી વસતી હતી અને એ યુવતીનું સપનું એવું હતું કે, એ એક દિવસ ઑક્સફોર્ડ યૂનિવર્સિટીમાં ભણવાં માટે જશે. યુવતી ભણવામાં પણ ઘણી હોશિયાર હતી. માટે ટીચર્સની પણ એવી ઈચ્છા હતી કે એ ખુબ જ ભણે. પરંતુ એના માતા-પિતા એટલાં સમૃદ્ધ હતાં નહિ. માટે તેમની પણ ઈચ્છા હતી કે એ આગળ ભણે અને તેનું ભવિષ્ય એકદમ સુંદર અને સુરક્ષિત થઇ જાય, પરંતુ પછી તો કંઇ એવી ઘટનાઓ થાય છે.

An Education movie review

જો કે પછી તો એ યુવતીના જીવનમાં એવી કેટલીયે ઘટનાઓ ઘટે છે કે જેના કારણે જેની અને તેનાં માતા-પિતાને એવું લાગે છે કે, ભણ્યા વિના પણ જેનીનું ભવિષ્ય સુંદર અને સુરક્ષિત થઇ શકે છે,માટે એ નહીં ભણે તો પણ હવે ચાલશે. આખરે એ એક દીકરી જ છે અને કોઇ પણ દીકરી પોતાનું ઘર નથી બનાવતી. ઘણી દીકરીઓને ખુબજ સુંદર અને મોટા ઘર મળી જતા હોય છે.

An Education Movie Stills: Ellie Kendrick, Amanda Fairbank-Hynes, and Carey Mulligan

એન એજ્યૂકેશન ફિલ્મ- પરંતુ આ બનેલાં ઘરમાં અને પોતે જાતે મહેનતથી બનાવેલાં ઘરમાં કેટલો ફરક હોય છે? શું આ બંને વાતો એકસમાન છે. શું એને ઑક્સફોર્ડ એટલા માટે જવું હતું કે એ પોતે પૈસા કમાવી શકે, અથવા તો શું પૈસા આમ જ આવી જતા હોય તો પછી ઑક્સફોર્ડ જવું, વાંચવું આટલી મેહનત કરવી, જીવ રેડવાની શું જરૂર છે. એવા ઘણા સવાલો મનમાં આવી શકે છે. તો તમને આ સવાલોનાં જવાબ આ ફિલ્મમાં મળી જશે. જે સવાલોનો જવાબ, જે તે ઉંમરની કોઇપણ યુવતીનો સવાલ કરી શકે છે. યુવતીની ભૂલો, કમજોરી, મુર્ખતાઓનો જવાબ, જે કોઇપણ યુવતીની ભૂલો અને કમજોરીઓ થઇ શકે છે.

Dont Call An Education a Pedophile Movie

આ ફિલ્મ કળાની કસોટીઓ પર ફિલ્મને પારખવા અને સમીક્ષા કરવાની કોઇ જ જરૂરિયાત નથી કેમ કે આ ફિલ્મની કહાની જ એટલી શાનદાર છે છે કે, બીજું બધું તો પાછળ જ રહી જાય છે. આ ફિલ્મને જોયા પછી તો એવું જ લાગે છે કે, સ્કૂલ અને કોલેજીસનાં અભ્યાસમાં આ ફિલ્મ ચોક્કસથી હોવી જોઇએ. દરેક ગર્લ્સને સ્કૂલમાં વર્ષમાં એક વાર તો આ ફિલ્મ અવશ્ય બતાડવી જ જોઇએ અને આ ફિલ્મ પર ચર્ચા પણ થવી જોઇએ.

કોઈ વ્યક્તિ કોઇ ખોટા રસ્તે ચઢી જાય એ મોટી વાત નથી, પરંતુ મોટી વાત તો એ છે કે, પાછા સાચા રસ્તે ના આવવું. આ ફિલ્મ એવું જ કામ છે કે વ્યક્તિને પાછા રસ્તે લઇ આવે છે. એવા રસ્તે કે જે સાચો છે, એવો રસ્તો કે જે દરેક યુવતી માટે સાચો રાસ્તો છે અને જો એવું નથી તો એવો રસ્તો થવો જોઇએ.

ટિપ્પણી

બૉલીવુડ ફિલ્મોમાં કઈ રીતે કિસિંગ સીન શૂટ કરાય છે ખબર છે? હકીકત જાણીને ઉડી જશે હોશ

આ 20 દેશો એવા છે કે જ્યાં ભારતીયો જઈ શકે છે ફરવા, એ પણ વિઝા વગર