in

શાહરુખ ખાનની બાજુમાં બેઠેલો આ શ્યામ છોકરો કોણ છે, જાણીને તમારા હોંશ ઉડી જશે

આપણે બધા લોકોએ આપણી નજીક ઘણી વખત જોયું છે કે લોકો કોઈના વ્યક્તિત્વને તેના કપડાં, તથા તેની સુંદરતા અથવા તેના દેખાવથી પારખવા લાગે છે. જો આપણે તેને એક વિકૃતિ ન કહીએ, તો બીજું શું કહીએ. કે જયારે આપણો આ ભારત દેશ વૈશ્વિક મંચ પર પોતાની ઓળખ સ્થાપિત કરી રહ્યો છે, ત્યારે આપણામાંના થોડાક લોકો હજી પણ રંગભેદ, જાતિવાદી ટિપ્પણીથી કરવામાંથી ક્યારેય ઊંચા નથી આવતા. આવું જ કંઈક થયું હતું, ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનમાં.

IPL ની 12મી સીઝનમાં ‘કોલકાતા નાઈટ રાઇડર્સ’ તથા ‘ચેન્નઈ સુપર કિંગ્સ’ વચ્ચે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતેની મેચમાં શાહરૂખ ખાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વધુ વાયરલ થઈ હતી, પરંતુ તે તેના લીધે નહીં પરંતુ તેની નજીક એટલે કે બાજુમાં બેસેલા એક અજાણ્યા માણસને કારણે થઇ હતી, જેનો રંગ શ્યામ હતો.

સોશિયલ મીડિયા પર ખૂબ જ વધુ વાયરલ થયેલ આ ફોટોમાં કિંગ ખાન નજીક બેસીને એક માણસે મેચની મજા માણતો દેખાવા મળ્યો છે, પણ તેની શ્યામ રંગને લીધે લોકોએ સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ મજાક ઉડાવી હતી.

તમને કહી દઇએ કે, આ કોઈ સામાન્ય માણસ નથી. સ્ટેડિયમના વીઆઈપી સ્ટેન્ડમાં શાહરૂખની બાજુની સીટ પર બેઠેલા માણસનું નામ એટલી કુમાર છે.

એટલી એ તમિલ મુવી ઉદ્યોગનો એક પ્રખ્યાત ચહેરો છે. તમિલનાડુના મદુરાઇમાં જન્મ પામેલા એટલીનું પૂરું નામ અરુણ કુમાર છે. તે તમિલ ફિલ્મ્સના ડિરેક્ટર તથા સ્ક્રીનપ્લે-રાઇટરની મહત્વની ભૂમિકા નિભાવે છે.

એટલી કુમારનો જન્મ 21 સપ્ટેમ્બર 1986ના દિવસે તમિલનાડુમાં થયો હતો. એટલી કુમારે 2013માં મૂવી રાજા રાની સાથે મૂવી ઉદ્યોગમાં પોતાના પ્રવેશ કર્યો હતો.

તેમની અનોખી મૂવી રાજા રાનીએ સાઉથ ઇન્ડિયન બોક્સ ઓફિસ સુપર હિટ રહી હતી તથા 500 કરોડથી વધુની કમાણી કરી વધુ સફળતા પ્રાપ્ત કરી હતી. ત્યારપછી તેને બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરનો વિજય એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

અરુણ કુમારે 5 વર્ષ ફેમસ ડિરેક્ટર એસ શંકર સાથે કામકાજ કર્યું હતું. તેણે 3 ઇડિયટ્સની રિમેકમાં પણ કામ કર્યું હતું. તેમનું એપલ પ્રોડક્શન નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે. એટલી કુમાર સાથે વીઆઈપી સ્ટેન્ડમાં તેમની ધર્મ પત્ની કૃષ્ણા પ્રિયા પણ જોવા મળી રહ્યો છે.

કૃષ્ણા પ્રિયા સાથેના 8 વર્ષના રીલેશનશીપ બાદ 2014માં બંનેએ લગ્ન કર્યા હતા. એટલી કુમાર અને કૃષ્ણા પ્રિયાના લગ્નમાં ઘણા મૂવી સિતારાઓએ હાજરી પણ આપી હતી. કૃષ્ણા ટેલિવિઝન હિરોઈન છે અને તે ઘણી બધી ટીવી સિરિયલો તથા મૂવીમાં દેખાવા મળી છે.

એટલી કુમારે ફક્ત તેમની પ્રતિભાને લીધે જ સાઉથ ફિલ્મ જગતમાં પોતાનું આગવું સ્થાન મેળવ્યું છે. સોશિયલ મીડિયા પર જ્યારે એટલી કુમારના રંગ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી, ત્યારે એટલીના ફેન્સ દ્વારા ટ્રોલ્સ પર જવાબી હુમલો પણ કર્યો હતો.

એક ચાહકે એટલીની તરફેણ કરતા લખ્યું, ‘હા, તે શ્યામ છે. શું તમે પણ જાણો છો કે પ્રાચીન ભારતમાં લોકોની ત્વચાની રંગત શું હતી. એમ પણ કોઈ અથવા તો ઘરે ટીવી પર મેચ જોઈ રહ્યું છે કે પછી ટિકિટ ખરીદીને સ્ટેન્ડથી, પણ એટલી કુમાર વીઆઈપી સ્ટેન્ડમાં શાહરૂખ સાથે બેસીને મેચ જોઈ રહ્યો છે, એ પણ તેમણે પોતાની પ્રતિભાથી આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

આના પહેલા પણ એટલી કુમાર અને તેની પત્નીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. લોકોએ તેની પત્ની સાથેની તેમની તસ્વીરો પર ભદ્દી કૉમેન્ટ્સ કરીને તેમનું મજાક બનાવ્યું હતું. આ હકીકત એ લોકો માટે એક સલાહ છે કે જે લોકો તેની મજાક ઉડાવતા હતા.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

દેશના સૌથી નાની ઉંમરના IPS અધિકારીનું પોસ્ટિંગ આપણા ગુજરાતના આ શહેરમાં થયું, જાણો એમના વિશે વધુ

શા માટે ભૂલથી પણ ઉત્તર તરફ માથું રાખીને ના સૂવું જોઈએ? આ છે તેનું એક વૈજ્ઞાનિક કારણ