સાવધાન! બીજી એક ગેમ થઇ રહી છે વાયરલ જે તમારા બળકને કરી દેશે ગાયબ

Please log in or register to like posts.
News

બ્લુ વ્હેલની જેમ હવે 48 કલાકની ચેલેન્જવાળી ગેમ ફેસબૂક પર વાઈરલ થઈ રહી છે. આ ગેમ બાળકોને કોઈને જાણ કર્યા વગર થોડાક સમય માટે ગાયબ થઈ જવા માટે ઉત્તેજિત કરે છે. આ ગેમમાં બાળકો ગુમ થઈ ગયા હોવાની માહિતી સોશિયલ મીડિયા પર મૂકવાથી તેને ખાસ પોઈન્ટ આપવામાં આવે છે. આમ થવાથી બાળકોના માતા-પિતા અને તેમના મિત્રો ગભરાઈ જાય છે અને તેમને શોધવા માટે હેરાન-પરેશાન થઈ જાય છે.

આ ગેમ 72 કલાકના ચેલેન્જવાળી છે. આ ગેમ વર્ષો પહેલા પશ્ચિમ યુરોપમાં વાઈરલ થયેલી એક ગેમ જેવી જ છે, જેમાં બાળકો 72 કલાક માટે ગાયબ થઈ જતા હતા. આયરલેન્ડમાં આ ગેમ રમવાના કારણે પોતાની દીકરી ગાયબ થઈ જતા એક માતાએ જણાવ્યું હતું કે, તેની દીકરી ગાયબ થઈ ગઈ તો તેની ચિંતા વધી ગઈ હતી અને તે બીમાર પણ પડી ગઈ હતી. તેણે જણાવ્યું કે તેની દીકરી દેશના બીજા છેડે પહોંચી ગઈ હતી. અને 55 કલાક બાદ બેલિમેનાથી મળી હતી.

આ ગેમનો શિકાર બનેલી છોકરીની માતાએ કહ્યું હતુ કે, મને લાગતું હતું કે ક્યાં તો તેનું મૃત્યું થઈ ગયું હશે ક્યાં તો તેના પર કોઈએ બળાત્કાર ગુજાર્યો હશે. પણ પછી તેણે જોયું કે તેની દીકરી આ ગેમમાં સારા પોઈન્ટ સાથે આગળ અને ગેમના કારણે ખોટી લતમાં ફસાઈ ગઈ હતી. મારી દીકરી માત્ર 14 વર્ષની છે અને તે મળતી નહોતી તેના કારણે હું ચિંતામાં આવી ગઈ હતી. તો ગેમમાં એવી ચેલેન્જ પણ આપવામાં આવે છે કે પ્લેયરે ચમચી ભરીને તજનો પાઉડર ખાવાનો હોય છે. આ મજાકના સ્વરૂપમાં જોવાય છે પણ તે શરીર માટે ખુબજ ખતરનાક સાબિત થઈ શકે છે, ડૉક્ટર્સ આ અંગે જણાવે છે કે, આમ કરવું શરીર માટે ઘાતક સાબિત થઈ શકે છે, તજના વધારે પ્રમાણમાં લેવાતા પાઉડરથી ફેફસા પર તેની ઉંધીં અસર પડે છે.

આના સિવાય મીઠું અને બરફની ચેલેન્જ પણ આપવામાં આવે છે જેમાં, રમનારા બાળકોને બંધ મૂઠ્ઠીમાં બરફ અને મીઠું ભેગા કરીને પકડી રાખવાનું હોય છે, આમાં જે સૌથી વધુ સમય સુધી મૂઠ્ઠી બંધ રાખી શકશે તે વિજેતા બને છે. જાણવામાં આવ્યું છે કે, વધારે પ્રમાણમાં ઠંડા પદાર્થ સાથે આ પ્રકારનો પ્રયોગ કરવાથી શરીરને નુકસાન થાય છે.

સ્રોત : સંદેશ

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.