in

દહેજ વિરુદ્ધ પિતાની અનોખી પહેલ, લાડલીના લગ્નની કંકોત્રીમાં છપાવ્યો તમામ ખર્ચો

દહેજપ્રથા બંધ કરવાનું પાલન ગુર્જર સમાજમાં શરૂ થઈ ગયું છે, જેનાથી સમાજ દહેજ વગર દીકરીની વિદાય કરી શકે છે. તેની શરૂઆત એક પિતા પોતાની દીકરીના લગ્નથી કરી રહ્યા છે, પિતાનું નામ ઇન્દ્રસિંહ ગુર્જર છે અને તેઓ પોતાની દીકરીના લગ્નમાં કોઇ દહેજ નથી આપી રહ્યા. તેનો પુરાવો છે દીકરીના લગ્ન માટે છપાવવામાં આવેલી કંકોત્રી.

પૂજાના લગ્નની કંકોત્રીમાં સંત હરિ ગિરી મહારાજ દ્વારા નક્કી કરવામાં આવેલા ખર્ચનો સંપૂર્ણ ઉલ્લેખ છે. જેમાં લખવામાં આવ્યું છે કે લગ્ન કરાવવા માટે આવનાર પંડિતજીને 1100 રૂપિયા દક્ષિણા આપવામાં આવશે, આ ઉપરાંત, લગુન 1100 રૂપિયા, થાળી 5100 રૂપિયા, ભાત 5100 રૂપિયા, દરવાજો 1100 રૂપિયા, ટીકો 50 રૂપિયા, અંકમાલા 10 રૂપિયા, પાન 1100 રૂપિયા તેમજ પાંચ વાસણ અને તિજોરી, કૂલર અને પલંગ આપવામાં આવશે. જાનમાં ફક્ત 100 જાનૈયાનું સ્વાગત કરવામાં આવશે. પિતાએ જણાવ્યું કે તેમની દીકરી પૂજાના લગ્ન અતેન્દ્રસિંહ ગુર્જર સાથે 20 જૂનના રોજ થવાના છે.

દારૂ પીને ન આવવાની વિનંતી

લગ્નના કાર્ડ પર ફક્ત દહેજપ્રથાનો જ ઉલ્લેખ નથી, પરંતુ દારૂબંધી નો પણ ઉલ્લેખ કરેલ છે. કંકોત્રી પર સ્પષ્ટ રીતે નોંધ લખવામાં આવી છે કે કોઇપણ વ્યક્તિ દારૂ પીને લગ્નમાં ન આવું. કંકોત્રીમાં લખવામાં આવેલી આ નોંધમાં જણાવવામાં આવ્યું છે કે આ આદેશ સંત ગિરી મહારાજનો છે. કન્યાના કાકા જણાવે છે કે સમાજમાં દારૂબંધી પહેલેથી જ થઈ ચૂકી છે અને હવે દહેજપ્રથા બંધ કરવાનું પણ પાલન થઇ રહ્યું છે. આ બધી સંતની કૃપા છે.

બેટી બચાઓની કરી અપીલ

પૂજાના લગ્નની કંકોત્રી માં બેટી બચાઓ-બેટી પઢાઓની અરજી કરેલ છે. કંકોત્રીના એક ભાગમાં બેટી બચાઓ-બેટી પઢાઓ અને ન દહેજ લઇશું ન દહેજ આપીશું આ વાત ઉપર ભાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત એક સ્લોગન પણ ઘણું બધું જાહેર કરી રહ્યું છે. આ સ્લોગન આ પ્રમાણે છે,

‘મૃત્યુ, ભોજ ઔર માલા છૂટી, ખાના છૂટા મેજપે. બાજે છૂટે દારૂ છૂટી, અબકી ચોટ દહેજપે.’

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.
ટિપ્પણી

દિવ્યા ભારતી ને પણ સુંદરતા માં પાછળ મૂકી દે છે એમની નાની બેહેન, ફોટા જોઈ ને ઊડી જશે હોશ

મુકેશ અંબાણી એ વહુ માટે ઓર્ડર કરી સોના ની આ કાર, કિંમત સાંભળી ને લાગી જશે ઝટકો