in

આ ક્રિકેટર એ કહ્યું કે કેચ છૂટી જાય તો ઋષભ પંત ને ફરીથી બોલ પકડતા લાગે છે ભય

ઋષભ પંત જ્યારથી ટીમ ભારતનો હિસ્સો બન્યો છે ત્યારથી લોકો તેની વધુ ટીકાઓ કરી રહ્યા છે. ટીમ ભારતમાં સામેલ થયો ત્યારે લોકો તેને ધોનીનો ઉત્તરાધિકારી કહેતા હતા. અને કદાચ આ જ વસ્તુ તેના કેરિયર માટે સૌથી મોટો ઘાતક બની ગયું છે. ટીમ ભારતના પૂર્વ વિકેટકીપર ફારૂખ એન્જિનિયરે પણ આ વાત કહી છે અને ત્યાં સુધી જણાવ્યું કે, પંત પર એટલું દબાણ છે કે જો તેનાથી કેચ છૂટી જાય તો તેને બોલ ફરીથી પકડતાં પણ ભય લાગે છે.

Image result for farokh-engineer

Advertisements

ફારૂખ એન્જિનિયરે જણાવ્યું કે, ખરાબ પ્રદર્શનને લીધે ઋષભ પંતનું મનોબળ તૂટી રહ્યું છે. ફારૂખે આગળ કહ્યું કે, બેટિંગ કોચ છે, ફિલ્ડિંગ કોચ છે પણ ઋષભ પંચને ફિલ્ડિંગ કોચ શું કહેશે. બધા લોકો પંતની ટીકાઓ કરવા માટે હાજર છે. તેના ઉપર ખુબ જ વધુ દબાણ છે. જો તેનાથી કેચ છૂટી પણ જાય તો તેને ફરીથી બોલ પકડવામાં ભય લાગે છે.

ફારૂખ એન્જિનિયરે આગળ વાત કરતા કહ્યું કે, ઋષભ પંતની અંદર ઘણું બધું ટેલેન્ટ છે પણ તેના વિકેટકીપિંગની ટેકનિકમાં કેટલીક ખામી છે. તે થોડાક સમયમાં જ તેમાં સુધારો કરશે. હમણાં ટીમોમાં એવા વિકેટકીપર છે કે જે પહેલાં બેટ્સમેન છે. ફારૂખે કહ્યું કે, વર્લ્ડ કપ સમયે તે ઓલ્ડ ટ્રેફર્ડમાં પંતને મળ્યા હતા. અને તેની સાથે અડધો કલાક સુધી વિકેટકીપિંગ ઉપર ચર્ચા કરી હતી. ફારૂખે જણાવ્યું કે, જો પંત તેની સાથે બે-ત્રણ નેટ સેશંસ કરી લેતો તો તે સારો વિકેટકીપર હોત.

Advertisements

Image result for farokh-engineer

ઋષભ પંત હમણાં વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ટી-20 અને વન ડે સીરિઝની તૈયારીઓ કરી રહ્યો છે. હૈદરાબાદમાં બંને ટીમો વચ્ચે પ્રથમ ટી-20 મેચ 6 ડિસેમ્બરે રમાશે. પંત માટે આ સીરિઝ ખુબ જ આવશ્યક છે. જો તે તેમાં પણ ફ્લોપ રહે છે તો ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ શકે છે.

ટિપ્પણી
Advertisements

શું તમને પણ ચામડીની આવી સમસ્યા છે તો વાંચો આ લેખ, દૂર રહો આ વસ્તુઓથી

કોઈપણ જાતના દુખાવા વગર આ રીતે લીપ્સ ના ઉપરના ભાગના વાળને કરો દૂર, એક ક્લિક પર જાણો