in

રિપોર્ટર બની ગયો શહેનશાહ, સોશ્યલ મીડિયા પર પાકિસ્તાનનો આ વીડિયો જોઈ લોકો હસવા લાગ્યા

કોઇ ન્યુઝનું રિપોર્ટિંગ સારી રીતે કરવું ખૂબ જ અઘરું કામ છે. પણ વિશ્વમાં કેટલાંક રિપોર્ટર એવા પણ છે જે પોતાના રિપોર્ટિંગને જુદા જ અંદાજમાં કરતાં હોવાથી ચર્ચામાં રહે છે. પાકિસ્તાનની જિયો ન્યૂઝ ચેનલના રિપોર્ટર અમીન હફીઝનો કોઇ પરિચય આપવાની જરૂર નથી. જી હા તેઓ ફરી એકવખત સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. કેમ કે આ વખતે કોઇ જૂના મહેલની છત પર શહેનશાહ બનીને લાઇવ રિપોર્ટિંગ કરતાં દેખાઇ રહ્યા છે.

Advertisements

આના પહેલાં પાકિસ્તાનના ચાંદ નવાબનો વીડિયો વધુ પ્રમાણમાં વાયરલ થયો હતો. પરંતુ અમીન હફીઝના રિપોર્ટિંગના વખાણ કેટલીય વખત તમને ખૂબ જ ગંભીર મુદ્દા પર પણ હસાવે છે. આ રીત કોઇ મુદ્દાને વ્યંગ તરીકે રજૂ કરવાની છે. જો કે તેના રિપોર્ટિંગથી કેટલીય વખત વિવાદ પણ ઉભા થયા છે.

https://i2.wp.com/jobaka.in/wp-content/uploads/2020/01/Pakistan-Sandesh.jpg?w=662&ssl=1

આ બાબતે અમીન હફીઝનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ એક શહેનશાહ જેવા દેખાય છે. તેઓ કોઇ મહેલની છત પર ઉભા છે અને પૂછી રહ્યા છે કે તેમનું આ મહેલમાં લગ્નનું આયોજન કોણે કરાવ્યું. તેઓ આ વીડિયોમાં પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે ઐતિહાસિક મહેલોમાં મેરેજ થવા જોઇએ કે નહીં? અમીન હફીઝ આ વીડિયોમાં મોગલ શાસકોના પરિધાનમાં દેખાય છે.

Advertisements

આની પહેલાં પણ અમીન હફીઝે ડિસેમ્બર 2018મા લાહોરથી રિપોર્ટિંગ કરતાં સમયે ગધેડા પર સવારી કરી હતી. આ સિવાય 2017મા પણ ટી20 ટુર્નામેન્ટ પાકિસ્તાન સુપર લીગની ફાઇનલ મેચ પહેલાં ટિકિટોની મોટી માંગ ઉપર રિપોર્ટિંગ કર્યું હતું. આ સિવાય જ્યારે લાહોરમાં ભારે પૂરું આવ્યું ત્યારે પણ લોકો કેટલાં પરેશાન થાય છે તેને એક અલગ અંદાજમાં કેમેરામાં કંડારર્યુ હતું. આમ અમીન હફીઝ અલગ અંદાજમાં રિપોર્ટિંગ કરવા માટે હંમેશા ચર્ચામાં રહે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

ઉર્વશીએ બધા લોકોની આંખો પહોળી કરી નાખી, જીમમાં કરી દીધું આ એવું કામ કે વિડિયો જોઈ બેહોશ થઈ ગયા

તમે ‘તેરી મેરી કહાની’ રણુ મંડળના અવાજમાં તો સાંભળ્યો હશે, તો હવે આ કૂતરાના અવાજમાં પણ સાંભળો