આજની પરીક્ષા સિસ્ટમ

Please log in or register to like posts.
News

વાદળ બંધાય એટલે મોરને કહેજો કે
એના બચ્ચાને ટહુકો ગોખાવે.

પક્ષીઓના બચ્ચાને કહી દેવાનું પાંખો હોય તેથી શું ?
માળામાંથી ઉડતા પહેલા તમારે એન્ટ્રન્સ એક્ઝામ આપવાની.

માછલીઓને તરતા શીખવા માટે સ્વીમીંગ ક્લાસ ફરજિયાત છે.

જંગલની પરીક્ષામાં first rank આવે તો જ સિંહને રાજા ગણવાનો.
નાપાસ થશે તો સિંહનું ગર્જના કરવાનું લાયસન્સ રદ કરવામાં આવશે.

પતંગિયાઓને કહીદો કે રંગો ઊપર નિબંધ લખીને લાવે.

રેસમાં પહેલા આવવા માટે સસલાને મેરાથોન દોડાવો.
કાચબા સામેની હરિફાઇ જીતવા માટે હવે સસલાને ટયુશનમાં મોકલો.

મોરને એના મોરપીંછના સમ.
Examiner ની સામે જો કળા નહિ કરી શકે તો આવતી કાલથી ટહુકા કરવાના બંધ.

માછલીઓને માનસિક રીતે તૈયાર કરી દો કે પરીક્ષક કહેશે
તો ઝાડ ઉપર પણ ચડવું પડે.
પરીક્ષામાં જો પાસ થવું હોય તો
કાચબાને પણ ઉડીને દેખાડવું પડે.

ગધેડાઓને કહી દો પાઠ્ય પુસ્તકો વાંચીને
intelligent બની જાય.

હાથી જેવા ભારેખમ સપનાઓ ખભે લઈને
તમારે ખિસકોલી બનીને પરીક્ષા આપવાની.

બોસ, કીડી જેવી જાત લઈને
તમારે હાથી હોવાની સાબિતી આપવાની….

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.