in

જાણો છો અમિતાભને ફિલ્મોમાં સાઈન કરવા કેટલા અઘરા છે? છેલ્લે સુધી

અમિતાભ બચ્ચન એટલે કે સદીના મહાનાયક છેલ્લા 50 વર્ષથી બોલિવૂડનો એક મહત્વનો ભાગ રહ્યાં છે. અમિતાભ બચ્ચનની વાત કરીયે તો એ ખુબ જ સમજી વિચારીને અને સમજદારીથી પોતાની ફિલ્મોની પસંદગી કરતા હોય છે. બિગ બીને પોતાની ફિલ્મમાં લેવા એ વાત કેટલી અઘરી છે એ સમજવા માટે આપણે પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર આર બાલ્કીએ શું કહ્યું એ વિષેની વાત સાંભળવી જોઈએ. અમિતાભે બાલ્કીની ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે, તો પણ તેઓ એમ કહે છે કે અમિતાભને કોઈ ફિલ્મમાં કાસ્ટ કરવા કેટલા અઘરા છે.

Advertisements

– સદીના મહાનાયક એટલે અમિતાભને ફિલ્મોમાં સાઈન કરવા છે અઘરા

– અમિતાભ ફિલ્મો પસંદ કરે છે ખુબ જ સાવચેતીથી

– છેલ્લે સુધી આ વાત રહે છે સસ્પેન્સ

Advertisements

બાલ્કી આ વિષે કહ્યું કે, તમે છેલ્લે સુધી ના કહી શકો કે તેઓ આ ફિલ્મ સાઈન કરશે કે નહીં. અમિતાભે બાલ્કીની ફિલ્મ ચિની કમ (2007), પા અને શમિતાભ (2015)માં કામ કર્યું છે. જે માહિતી મળી છે એ પ્રમાણે, બાલ્કીએ તેની ફિલ્મ શમિતાભ વિશે કહ્યું કે, એવું લાગે છે કે હમણાં તો તે ફિલ્મ ફ્લોપ થઈ હતી. વાત હંમેશાં એવી નથી હોતી કે એ ફિલ્મ ચાલશે કે નહીં, કેટલીકવાર એ વાતનું મહત્વ વધારે હોય છે કે, તમને એ ફિલ્મ કરતી વખતે કઈ બાબતો યાદ રહે છે. શમિતાભમાં એવું જ કાંઈક થયું હતું, અને એવું પહેલાં ક્યારેય નહતું થયું.

 

View this post on Instagram

 

Smile .. takes lesser muscles than a frown .. ! Also .. exhibits many other qualities .. but of that some other time ..🤣🤣

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

બાલ્કીએ વધારે કહ્યું, ભલે અમારી ફિલ્મ ફ્લોપ રહી હોય પરંતુ અમે એ અનુભવ ખુબ જ યાદ કરીએ છીએ. આ હિન્દી સિનેમાની સૌથી મહાન અવાજ માટે એક સન્માન હતું અને એ અવાજ મિસ્ટર બચ્ચનનો હતો. અમને દુખ એ વાતનું થાય છે કે, અમે જે ટ્રિબ્યૂટની સાથે ફિલ્મ બનાવી હતી એ પ્રમાણે એ ફિલ્મ ના ચાલી. શમિતાભ એક એવા યુવાનની કહાની છે જે પોતાના અવાજના માધ્ય્મથી બીજા શખ્સનું કરિયર બનાવવા ઈચ્છે છે. અમિતાભે એમાં એક ફેલ એક્ટરની ભૂમિકા અદા કરી હતી.

Advertisements

 

View this post on Instagram

 

… On fleek !!!

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

જાણો અમિતાભના અપકમિંગ પ્રોજેક્ટ્સ વિષે

જો અમિતાભની અપકમિંગ ફિલ્મો વિષે વાત કરીએ તો એમની પાસે આટલી ઉંમરે પણ ઘણા પ્રોજેક્ટ્સ છે. બિગ બી આપણને ફિલ્મ ગુલાબો સિતાબોમાં આયુષ્માન ખુરાના સાથે અને બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે દેખાશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

જો મહાશિવરાત્રીના આ ભાવથી કરશો શિવજીની આરાધના, તો મેળવશો અઢળક પુણ્ય

મધુબાલા સહીત આ અભિનેત્રીઓએ બદલ્યા સિનેમાના અર્થ, સુંદરતા અને એક્ટિંગથી જીત્યું ચાહકોનું દિલ