in

અઢળક પ્રયત્નો અને દવાઓના ઉપયોગથી પણ નથી જતા વંદા તો કરો ગરમ પાણીનો પ્રયોગ

શું તમારા રસોડામાં પણ વંદાનો ત્રાસ છે?

આપણા ઘરમાં બિમારીઓ ફેલાતી હોય એમાં વંદા એ સૌથી મોટું કારણ બનતા હોય છે. એના માટે લોકો કંટ્રોલ પેસ્ટથી માંડીને વિવિધ દવાઓ અને ઉપાયો કરતા હોય છે તેમ છતાં થોડા સમયમાં તો વંદા પાછા આવી જાય છે. જો તમને પણ તમારા ઘરમાં એવી જ સમસ્યા છે તો આજે અમે તમને એક એવો ઉપાય જણાવીશું કે જેનાથી તમને ચોક્કસથી રિઝલ્ટ મળશે. એની માટે તમને કોઈ જ ખોટા ખર્ચા કે મોટી ટ્રિટમેન્ટ કરાવવાની જરુર પડશે નહિ.

Advertisements

ગરમ પાણી વડે વંદાથી મેળવો છુટકારો

સૌથી વધુ વંદા તો રસોડામાં એંઠવાડ નાખવાની જગ્યા હોય ત્યાં જ મળી આવે છે. જે રસોડામાં આવે છે અને પછી ત્યાં રહેલા વાસણો, ખોરાક કે પાણીને દૂષિત કરી દે છે. જો તમારા ઘરમાં પણ રસોડા મારફતે જ વંદા ઘરમાં આવે છે તો પાણી ગરમ કરીને ગટરની પાઈપમાં નાખો. એના લીધે વંદા આવવાનું જ બંધ થઈ જશે.

થઇ જશે આખી પાઈપ જ ચોખ્ખી :

Advertisements

જેવું ગરમ પાણી ગટરની પાઈપમાં જશે એટલે વંદા મરી જશે અને એમાં રહેલા એના ઈંડા પણ સાફ થઈ જશે. આ ઉપાય કરવાથી ગટરની લાઈનમાં ચોંટેલો કચરો હશે એ પણ સાફ થઈ જશે. ઘરમાં વંદાનું પ્રમાણ હોય એ મુજબ વાસણ ધોવાની જગ્યાએ અથવા તો ગટરમાં ગરમ પાણી નાખવું જોઈએ.

આ પાણીનો પણ કરી શકાય ઉપયોગ :

આ ઉપાય કરવા માટે તમારે પીવાનું પાણી બગાડવાની જરુર નથી. તમે વોટર પ્યોરિફાયર, એસી વગેરેમાંથી જે વેસ્ટ પાણી નીકળતું હોય એ પાણી પણ વાપરી શકો છો. જેના લીધે વંદાથી છૂટકારો પણ મળી જશે અને ઘરમાં પીવાના પાણીનો બગાડ પણ થશે નહીં. પણ એમ કરતા સમયે ગટરની લાઈન ચેક કરી લેવાય એ જરુરી છે, જો ઘરમાં પાઈપ પ્લાસ્ટિકની હોય અને પાછી એ વર્ષો જૂની હોય તો પાઈપને નુકસાન પહોંચી શકે છે અને વંદાઓને ઘરમાં પ્રવેશ માટેની બીજો રસ્તો મળી શકે છે.

Advertisements

આ કાળજી પણ રાખો :

આ ઉપાય તો કરવાનો છે સાથે સાથે જો રસોડામાં વાસણ ધોવાનું સિંક તમે ચોખ્ખું રાખશો તો વંદા આવવાની તકલીફ ઓછી થઈ શકે છે. આ જગ્યાએ જો રાત્રે એંઠા વાસણ રાખી દેવામાં આવે તો ઘરમાં વંદા પ્રવેશ કરતા હોય છે. જો તમારે લાંબો સમય ઘરની બહાર રહેવાનું હોય તો એ જગ્યાએ કપડાનો ડૂચો મારી દેવો જોઈએ.એમ કરવાથી ઘરમાં વંદા આવવાનું ઓછું થઇ જશે.

ટિપ્પણી
Advertisements

ટિક્ટોકની આ સ્ટાર દેખાય છે હૂબહૂ મધુબાલા જેવી, જોઈને જ બની જશો એના ચાહક

ભૂખ્યો તંબુમાં રહ્યો, પકોડી પણ વેચી, પરંતુ હવે 17 વર્ષની ઉંમરમાં તો આ બેટ્સમેને મચાવી દીધી છે ધમાલ