in

ઠંડીની ઋતુમાં ખાઓ સ્વાસ્થ્યવર્ધક ગાજરથી બનેલા અથાણાં, જાણો બનાવવાની સરળ રેસિપી

ઠંડીની ઋતુમાં ગાજર ખુબ જ મળે છે અને જેટલું વધારે તમે એ ખાશો તો એટલો જ તમારા સ્વાસ્થ્યને ફાયદો મળશે. ગાજરનો જ્યુસ, મુરબ્બો અને શાકમાં ઉમેરીને તો રોજ ખાતા જ હશો. તો હવે કંઈક વધારે સ્વાદિષ્ટ અંદાજમાં ખાવા માટે ગાજરનું અથાણું બનાવી શકો છો. તો ચાલો જાણીએ કઈ રીતે બની શકે છે ગાજરનું અથાણું સરળ રેસિપીની સાથે.

Advertisements

ગાજરનું અથાણું બનાવવા માટેની સામગ્રી :

– અડધો કિલો ગાજર

– 5 નાની ચમચી પીસેલી રાઈ

– એક ચમચી લાલ મરચું પાવડર

Advertisements

– અડધી ચમચી હળદર

– એક મોટી ચમચી લીંબુનો રસ

– બે વાડકી સરસોનું તેલ

Advertisements

– નમક સ્વાદાનુસાર

ગાજરનો અથાણું બનાવવાની રીત :

– સૌથી પહેલા ગાજરને સારી રીતે ધોઈને સુકાવી લો. એ પછી એને છોલીને લાંબા લાંબા કાપી લો.

Advertisements

– કાપેલા ગાજરને થોડી વાર માટે તડકામાં સુકાવી લો કે જેથી ગાજરમાં હાજર પાણી સુકાઈ જાય.

– હવે એક બરણીમાં ગાજરને રાખીને એમાં પીસેલી રાઈ , લાલ મરચું પાવડર , હળદર, હિંગ ,લીંબુનો રસ નાખીને મિક્સ કરી લો. હવે એને સારી રીતે મિક્સ કરી લો.

– હવે એમાં સરસોનું તેલ નાખો અને આ અથાણાંને બે થી ત્રણ દિવસ માટે તડકામાં રાખો. તમે ઈચ્છો તો બરણીના મોઢા પર સુતરાઉ કપડું બાંધી દો.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

06 ડિસેમ્બર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

શું તમે કોઈ દિવસ સફરજનની જલેબી ખાધી છે, નથી ખાધી તો જાણી લો ઘરે બનાવવાની રેસિપી