in , ,

પાવરફૂલ બનવા ની સહેલી રીતો 

બરાબર વાંચ્યું તમે… હું અત્યારે એક પુસ્તક ની સમીક્ષા આપી રહ્યો છું. એ પુસ્તક નું નામ છે  ’48 લૉ ઓફ પાવર’. આ પુસ્તક આખું વાંચશો તો તમને ખ્યાલ આવશે કે તમે પણ પ્રભાવશાળી કઈ રીતે બની શકો…

ઇન્સ્ટાગ્રામ માં @harshil_s_mehta પર અને ફેસબુક @harshil.mehta.5030 પર મને ફોલ્લૉ કરજો તથા લેખ કેવો લાગ્યો એ જણાવજો.  હું તમને નવી નવી તરીકે આપતો જ રહીશ.

1 લો નિયમ છે કે ક્યારેય પણ તમારા બોસ કરતા વધારે ચાલાક ન દેખાઓ. ભલે તમે તમારી જાત ને ગમે તેટલા હોશિયાર માનતા હોવ પણ જો બોસ સામે તમે ચાલાક દેખાય જશો તો બોસ નું અભિમાન હર્ટ થશે અને તમને એની કિંમત ચૂકવી પડશે. આ વસ્તુ વિદ્યાર્થી ને પણ લાગુ પડે છે કે વિદ્યાર્થી જો શિક્ષક કરતા વધુ હોશિયાર દેખાય તો તેને શિક્ષક તિરસ્કાર ની નજરે થી જોવે અને બીજું ઘણું બધું શીખવે નહિ.

3 જો નિયમ એ છે કે હંમેશા પોતાના હેતુઓ છુપાવી ને રાખો. તમે જો તમારા મિત્રો ની સમક્ષ જો તમારા હેતુ ઓ બોલી જતા હોવ તો તમે ખોટા છો. કારણ કે આમ કરવા થી તમારી સ્ટ્રેટર્જી વિષે તે જાણી જશે અને જો ગમે ત્યારે તમારે ઝગડો થાય તો એનો તમારી વિરોધ માં ઉપયોગ કરશે. હેતુઓ છુપાવી રાખવા કઠિન છે. અને જો તમે કઈ નઈ બોલો તો લોકો એમ સમજશે કે તમે કપટ રમો છો. તેથી સરળ ઉપાય તો એ છે કે તમે ખોટા હેતુઓ બોલી જાઓ.

4 થો નિયમ છે કે હંમેશ માટે જરૂરત કરતા ઓછું બોલો. જો તમે દરેક મુદ્દા પર પોતાની ટિપ્પણી નાખતા હશો તો કોઈ તમને સિરિયસલી નહિ લે. પણ જો તમે ઓછું બોલતા હશો તો તમારા ઓપિનિયન ની એક કિંમત હશે કે જે તમને સમ્માન અપાવશે. જો તમે આવું કરશો તો કોઈ તમારા મન ની વાત પણ નહિ જાણી શકે. તેથી જ તો કહેવાય ને “શાંત પાણી ઊંડા હોય.” 

 6 ઠ્ઠો નિયમ છે કે કોઈ પણ ભોગે લોકો નું આકર્ષણ ખેંચો. મોટા ભાગ ના સેલિબ્રેટી આવું કરતા હોય છે. કોઈ નું કોઈ સ્ટેટમેન્ટ આપી ને અન્ય લોકો નું ધ્યાન પોતાની તરફ ખેંચવા નો પ્રયત્ન કરે છે. તેથી તમે પણ કૈક આવું કરો કે જેના થી લોકો ભીડ માં પણ તમને જોવે.

આ આપ્યા મેં અમુક સારા લગતા નિયમો. હજુ વધુ કેટલાક નિયમો આ જ પુસ્તક ના આપીશ. પણ તમે મને ફોલ્લૉ કરવા નું અને લેખ વિષે કહેવા નું ના ભૂલતા.

-Harshil Mehta

વાંચો હર્ષિલ મહેતા ના બીજા લેખ

આ વાંચ્યા પછી તમે જુઠ્ઠું બોલનારા ને પકડી શકશો…

રીયલ લાઈફ V/s વર્ચુઅલ લાઈફ

આ વાંચ્યા પછી તમારી વાતચીત કરવા ની રીત બદલાઈ જશે.

શું માણસ પોતાના પ્રાણ ની કિંમત આટલી ઓછી સમજી રહ્યો છે?

ટિપ્પણી

82% ભારતીયો કહે છે કે તેઓ ઇન્ટરનેટ વગર જીવી શકતા નથી

બંટુડો