in

મંદી ની બૂમો વચ્ચે ફટાકડાના શોખીન માટે આવ્યા ખુશીના સમાચાર, તમે પણ જાણો

નવલી નવરાત્રિનું પર્વ પૂરું થતાં હવે સુરતીલાલાઓ દિવાળીની તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. તો બીજી બાજુ દિવાળીની રોનક વધારતા ફટાકડાઓનું પણ શહેરની માર્કેટોમાં આગમન થઈ ચૂક્યું છે.

Advertisements

બજારમાં થઈ રહેલી રોકડની તંગી વચ્ચે પણ દિવાળીના શુકનવંતા પર્વે સારી ઘરાકીનો આશાવાદ વેપારીઓ સેવી રહ્યા છે. આ બધાની વચ્ચે દક્ષિણના રાજ્યોમાં ઉભી થયેલા પુરની સ્થિતિના કારણે ફટાકડાના ઉત્પાદનને ફટકો પડવા સાથે ખાસ્સુ નૂકશાન પણ થયું હોય ૨૦ ટકા જેટલો ભાવ વધારો દેખાઈ રહ્યો છે.

https://i1.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/diwali-2015-firework-delhi.jpg?w=662&ssl=1

તમિલનાડુમાં રહેલા શિવાકાશી એ ફટાકડાના ઉત્પાદન માટે એશિયાનું નંબર વન હબ ગણના થાય છે. જોકે આ વર્ષે શિવાકાશીમાં ભારે વરસાદના કારણે ફટાકડાની ફેકટરીઓ ચાર મહિના સક્ત બંધ રહી હતી, જેની સીધી અસર ફટાકડાના ઉત્પાદન પર થતા આ વર્ષે ફટાકડાની કિંમતમાં ૨૦ ટકાનો ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

Advertisements

લેબર અને પ્રિન્ટિંગ ચાર્જમાં વધારાની અસર પણ ફટાકડાની કિંમત ઉપર દેખાઈ રહી છે. જો કે દિવાળી શુકવંતો તહેવાર છે. આગામી વર્ષ સુખ, સંપતિ અને બરકત વાળુ રહે એવી પ્રાર્થના અને આશાવાદ સાથે વિતેલા વર્ષની તમામ નકાત્મતાને બાજુએ મૂકી ઉજવણી કરાતી હોય છે. આ બધી બાબતો જોતા ફટાકડા બજાર પણ સારા વેપારની આશા સેવી રહ્યું છે,

ટિપ્પણી
Advertisements

PAYTM એ ગ્રાહકોને આપ્યા ખરાબ સમાચાર, જાણો વધુ

13 ઓક્ટોબર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ