દોસ્તી

Please log in or register to like posts.
News

મન મારુ મોજ માં આવી જાય છે
પ્રિય મિત્ર જયારે તું મળી જાય છે

એ દિવસે તો એમજ ત્યોહાર થઇ જાય છે
ક્યારે સાંજ થાય, બસ એની જ રાહ જોવાય છે

સ્ટેશન પર આઠ દસ રાઉન્ડ તો અમથા વાગી જાય છે
ક્યારેક અવંતિકા તો ક્યારેક શંકર પર જવાય છે

ત્યાં શાંતિ થી ચા ની ચુસ્કીઓ લેવાય છે
સાથે જ આપણી અલક મલક ની વાતો પણ થાય છે

ફોટા વગર તો દોસ્ત આપણો દિવસ ક્યાં પૂરો થાય છે?
આપણી સેલ્ફી ની સાથે તારા ઢગલા ફોટા પણ પડાય છે

થોડી મીત ની, બાકી પુરેપુરી વિવેક ની જ ખેંચાય છે
એના લફડાઓ ની લિસ્ટ ઉજાગર થાય છે

પછી તો વિવેકની રેગિંગ પણ શરુ થાય છે
પણ ભાઈ ખરેખર આવી મજા તો બીજે ક્યાં કરાય છે?

એક બીજાને જયારે દિલથી સમજાય છે
અહીં તો બસ મનની વાતો ખુલી ને થાય છે

ભાઈ ખરેખર તું મળે છે ને તો મજા આવી જાય છે
એટલે જ તને ‘ભાઈઓ નો ભાઈ’ ગોલુ ભાઈ કહેવાય છે

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.