in ,

ખીલને જો હાથેથી ફોડો તો આવું થઇ શકે છે – પછી અમને કહેતા નહીં કીધું ન હતું – અત્યારે જ સમજી લો મફતમાં.

યુવાન છોકરા કે છોકરીમાં પીમ્પલની સમસ્યા વધુ જોવા મળે છે. પીમ્પલ એટલે કે ચહેરા પર થતી નાની ફોલ્લી. એ ફોલ્લીમાં પરૂ પણ ભરાય છે. શરીરના કોઇપણ ભાગમાં માત્ર સોયની અણી જેટલું પણ પરૂ હોય તો એ જગ્યાએ સોજો આવી જાય છે અથવા ત્યાં દુખાવો પણ થાય છે. એ રીતે ચહેરા પરના ખીલમાં જો પરૂ ભરાય તો ઘણીવાર દુખાવારૂપ સ્થિતિ થાય છે.

ચહેરા પર પીમ્પલ થતા ખુબસુરતી જતી રહે છે અને ચહેરો કદરૂપો લાગવા લાગે છે. ભરયુવાનીમાં ખુબસુરત દેખાવને બદલે કદરૂપા દેખાવા લાગીએ છીએ.એ પછી જો ખીલમાં પરૂ ભરાય તો દુખાવો પણ થાય છે અને ઇન્ફેકશન થાય છે જેને કારણે એક ખીલની આસપાસ બીજા ખીલ થતા જ રહે છે. લાસ્ટમાં આખો ચહેરો એકદમ ખરાબ લાગવા લાગે છે.

જો તમને પણ પીમ્પલ ફોડવાની આદત છે તો ચેતી જજો. જે વ્યક્તિ અરીસા સામે ઉભી રહીને પીમ્પલને હાથેથી ફોડે છે તેને ખાસ આ આર્ટીકલ વાંચવા જેવો છે. નીચે જણાવેલ વાત બધા યાદ રાખે – પીમ્પલ થાય એટલે તેને ફોડવાથી વધુ ને’ વધુ ઇન્ફેકશન લાગતું રહે છે. જેને લીધે આસપાસ બીજા ખીલ થતા રહે છે. એમ, તમને પણ જો ખીલ કે ચહેરા પર ફોલ્લીને ફોડવાની આદત છે તો આ આર્ટીકલ ખાસ વાંચી લેજો.

 • પીમ્પલ ફોડવાથી થઇ શકે છે ઇન્ફેકશન
 • હાથેથી પીમ્પલ ફોડીએ તો એ જગ્યાએ નિશાન પડી જાય છે
 • ચહેરા પર થયેલ એક ખીલને ફોડવાથી તેની આસપાસ બીજું થાય છે.

શું તમે પણ આવું જ કરો છો કે, ચહેરા પર નીકળેલા ખીલને ફોડી નાખો છો!! જો આવું કરતા હોય તો હવે પછી બિલકુલ આવું નહીં કરતા. આવું કરવાથી ચહેરા પર નીકળેલા પીમ્પલનો દાગ પડી જાય છે જેથી ચહેરો વધુ ખરાબ લાગવા લાગે છે. ખાસ તો એ છે કે જો ચહેરા પર કોઈ જગ્યાએ એક પીમ્પલને દબાવીને ફોડીએ તો એની આસપાસ ઇન્ફેકશનને કારણે બીજા પીમ્પલસ થાય છે.એમ, જો આખા ચહેરા પર ગંભીર રીતે ખીલ-ફોલ્લી થઇ હોય તો સ્કીન ડોક્ટરની અવશ્ય મુલાકાત લેવી જોઈએ.

 • પીમ્પલને ફોડવાથી આવું થાય છે નુકશાન :
 • પીમ્પલને ફોડવાથી તેનું બી આસપાસની ત્વચામાં ઇન્ફેકશન લગાડે છે. જેને કારણે એક જગ્યાએથી મટતા બીજી જગ્યાએ પીમ્પલ થાય છે.
 • એ સાથે ચહેરા પર કોઈ જગ્યાએ નીકળેલ પીમ્પલને ફોડવાથી ત્યાં કાળો ડાઘ પડી જાય છે. જે સુંદરતા બગાડી નાખે છે. બાદમાં એ
 • ડાઘને કાઢવા ઘણા પ્રયાસો કરવા પડે છે અથવા લાંબા સમયે એ ડાઘ આછો થાય છે.
 • પીમ્પલને ફોડવાથી ચહેરા પર લાલ ચકરડા થઇ જાય છે. જે દિવસો સુધી ફૂલેલા દેખાય છે.
 • તમે જાણો છો એ રીતે પીમ્પલને ફોડવાથી બીજી જગ્યાએ પીમ્પલ જલ્દી નીકળે છે.

પીમ્પલની ગમે તેટલી સમસ્યા હોય તો પણ હાથ વડે ચહેરા પરના પીમ્પલને ક્યારેય ફોડવા જોઈએ નહીં.એ સાથે તમને ઘરેલું ઉપચાર પણ

 • જણાવી દઈએ જેને અનુસરવાથી પીમ્પલની સમસ્યાને ઓછી કરી શકાય છે.

 • ચંદન અને હળદરના પાઉડરને દૂધ સાથે મિશ્ર કરીને પેસ્ટ બનાવી લો. અથવા પાણી સાથે ઘસેલ જાયફળ ચહેરા પર લગાડવાથી પીમ્પલની સમસ્યામાંથી રાહત થાય છે.
 • કુવારપાઠુંના રસને નિયમિત પીવાથી અથવા ચહેરા પર લગાડવાથી ઘણો ફાયદો થાય છે. ખાસ ગર્ભવતી મહિલા આ રસનું સેવન ન કરે.
 • રાત્રે સુતા પહેલા ચહેરાને બરાબર રીતે ચહેરાને સાફ કરવીને જ સુવું.
 • કાકડીના રસમાં હળદર ભેળવીને અડધી કલાક માટે ચહેરા પર લગાવો અને પછી પાણી વડે ચહેરાને સાફ કરી નાખો.
 • એ સાથે પેટમાં જો કબજિયાત હોય તો ચહેરા પર ફોડલી નીકળે છે. તો એ માટે પાચનની ક્રિયા બરાબર થાય એવા કોઈક નુશખા અપનાવવા જોઈએ.
 • રાત્રે સુતી વખતે પેટ સાફ થાય એવી ચૂર્ણ લેવી જોઈએ જે સવારે કબજીયાતની તકલીફને દૂર કરે છે અને ધીમે ધીમે પીમ્પલ થવાની સમસ્યામાંથી છુટકારો આપે છે.

તો હવે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ ને..??? ખાસ યાદ રાખો કે પિમ્પલને ક્યારેય હાથ વડે ફોડો નહીં. આપોમેળે જ એ મટી જશે અને ત્યાં દુખાવાથી રાહત પણ થઇ જશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Jo Baka” ને..

#Author : RJ Ravi

ટિપ્પણી

ફિલ્મ રિવ્યુ : 2.0

લગ્નવિધિ પછી નવી વહુએ સારૂ કામ કર્યું તો પતિ પણ ખુશીથી રડવા લાગ્યો – બધા ભેગા થઇ ગયા અને શાબાસી આપી..