in

શું તમને ખબર છે બગાસું આવવાનું કારણ શું હોય છે ?

આપણને બગાસુ આવે એની પાછળ વૈજ્ઞાનિક કારણ હજુ પણ સંશોધનનો વિષય બનેલો છે. એમ છતાં અત્યાર સુધી થયેલી શોધમાં કેટલાક તથ્યો જાણવા મળ્યા છે. જયારે દિવસને અંતે માણસ થાકે એટલે એના સ્નાયુઓ શિથિલ થઇ જાય છે અને શ્વાસોશ્વાસ એની જાતે જ ધીમો થઇ જાય છે.

પુખ્ત વયનાં માણસને દર મિનિટે છ લીટર હવાની જરૂર પડે છે અને એમાંથી 15 ટકા હવા એકલું મગજ જ વાપરે છે. એટલે એ હવાનો પુરવઠો તેને પહોચાડવા દર મિનિટે 0.85 લીટર જેટલું લોહી મગજમાં ફરે છે.

જયારે શ્વાસોચ્છવાસનો દર ઘટે એટલે આપણા મગજને ગૂંગળામણ થવા લાગે છે અને એ આપણને બગાસાનો સંકેત આપે છે અને પછી ઉંડો શ્વાસ લેવા માટે આપણા ફેફસાને આદેશ મોકલે છે. એ પછી જે બગાસું આવે એ સરેરાશ બગાસુ 5.5 સેકન્ડ સુધી ચાલુ રહેતું હોય છે.

જો આપણા એક બગાસાથી મગજને રાહત ન મળે તો બીજુ, ત્રીજુ અને ચોથુ બગાસું પણ આવ્યા કરે છે. જો ઉપરા ઉપરી બગાસા આવે તો એ ઉંઘ આવવાનો સંકેત હોય છે. ઉંઘ આવે એ પછી આપણા શરીરનું તંત્ર વધારે ઓક્સિજન નથી માંગતુ.

માટે સામાન્ય રીતે દિવસનાં સમયે આપણને બગાસા આવતા નથી. એ વાત અલગ છે કે આપણને કોઈ કાર્ય કંટાળાજનક લાગતુ હોય.

ટિપ્પણી

જો આ ફળનું નિયમિત સેવન કરવામાં આવે તો કોઈ દિવસ ચશ્માના નંબર આવશે નહિ

જાણો છો પુરુષોના કયા અંગો પર મહિલાની સૌપ્રથમ નજર પડે છે ?