in

કોઈ પણ વ્યક્તિને હાર્ટએટેક આવે તો જાણો છો શું કરવું જોઈએ ? એનાથી બચાવી શકાય છે જીવ

જો કોઈ દિવસ તમારી સામે કોઈ વ્યક્તિને અચાનક જ હાર્ટઅટેક આવે તો તરત જ કરવું જોઈએ આ કામ અને બચાવી શકાય છે એ દર્દીનો જીવ..

દોસ્તો એક વિચાર કરવો જરૂરી છે કે ક્યારેક તમે રસ્તામાં ક્યાંક જઇ રહ્યા છો અથવા તો તમે બસમાં મુસાફરી કરી રહ્યા હોવ અને એવું બને કે તમારી બાજુમાં કોઈ અજાણી વ્યક્તિ બેસેલી છે અને એ વ્યક્તિને અચાનક જ હાર્ટઅટેક આવે છે તો એવા સમયે તમે શું કરશો ? તમે એમ્બ્યુલેન્સને ફોન કરશો અને એ વ્યક્તિનો જીવ બચાવવા માટે પોતે જ તેને હોસ્પિટલ લઇ જવાના પ્રયત્નો પણ કરશો, પરંતુ કદાચ એવું બને કે એ વ્યક્તિ રસ્તામાં જ મૃત્યુ પામે છે. તો હવે તમે શું કરશો ? તો દોસ્તો હવે ચિંતા ના કરો તમે કેટલાક એવા કામ કરીને એ વ્યક્તિને હોસ્પિટલ સુધી જીવતા રાખીને એનો જીવ બચાવી શકો છો.

Advertisements

દોસ્તો આ કામ કરીને તરત જ બચાવો હાર્ટએટેકથી મરતા વ્યક્તિનો જીવ :-
દોસ્તો તમારી સામે જો કોઈને હાર્ટએટેક આવે છે તો પાંચ મિનીટમાં જ તમારે આ વ્યક્તિ માટે આ કાર્યો કરવાના છે અને એમ કરવાથી દર્દીનું મૃત્યુ થતા અટકે છે કારણ કે આ બીમારી ખુબ જ ખતરનાક હોય છે , માટે આ પગલાં બને એટલા જલ્દી લેવામાં આવે તો ખુબ જ સારું રહે છે.

જો કોઈ વ્યક્તિને તમારી સામે હાર્ટએટેક આવે છે તો એ દર્દીને ઊંડો શ્વાસ લેવાનું કહો અને એ સિવાય એની આસપાસ હવા આવવાની જગ્યા છોડો. કેટલીક વાર તમે દેખ્યું હશે કે કોઈ વ્યક્તિને હાર્ટએટેક આવ્યો હોય અને એ વ્યક્તિને ચારે બાજુથી લોકો ઘેરી લેતા હોય છે પણ એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે એ વ્યક્તિની આજુબાજુ એટલી ભીડ જમા ના થવા દેવી કે જેથી કરીને દર્દીને હવા મળતી રહે એટલે કે પર્યાપ્ત માત્રામાં ઓક્સીજન મળી રહે એ પ્રકારના પ્રયત્નો તમને કરવાના છે.

Advertisements

એ સિવાય એ દર્દીના કપડા થોડા ઢીલા કરી દેવા કે જેથી કરીને દર્દીના હૃદયને ઓક્સીજન પ્રાપ્ત કરવામાં મદદ મળી રહે.

કેટલીક વાર હાર્ટએટેક જે વ્યક્તિને આવ્યો હોય તો એને ઉલટી જેવું થતું હોય છે તો એ દર્દીને ધીમેથી એક બાજુ વાળીને એને ઉલ્ટી કરવા દેવી કે જેથી કરીને ઉલટી ફેફસામાં ભરાય નહીં અને એ વ્યક્તિને કોઈ નુકસાન થાય નહીં.

Advertisements

દર્દીની ગરદન બાજુમાં હાથ રાખો અને એની નસ તપાસો. જો એ વ્યક્તિનો પલ્સ રેટ 60 થી 70 થી પણ ઓછો હોય તો સમજો કે બ્લડપ્રેશર ખુબ જ ઝડપથી નીચું આવી રહ્યું છે. એવી પરિસ્થિતિમાં એ વ્યક્તિની પરિસ્થિતિ એકદમ નાજુક થઇ જાય છે.

તો એ સમયે દર્દીને સૂવડાવી દો અને એનું માથું નીચે રહે અને પગ થોડા ઉપર રહે એ પ્રકારે સૂવડાવો. આ રીતે કરવાથી પગના બ્લડની સપ્લાય હૃદય તરફ થશે અને એનાથી વ્યક્તિને બ્લડપ્રેશરમાં પણ રાહત મળશે.

જ્યારે પણ કોઈ વ્યક્તિને હાર્ટએટેક આવે તો એને કંઈ ખવડાવા કે પીવડાવવાની ભૂલ ક્યારેય કરવી નહીં કારણ કે એનાથી મુસીબતો વધી શકે છે એટલા માટે ક્યારેય દર્દીને કંઈ પણ ખવડાવું કે પીવડાવવું નહિ.

Advertisements

જયારે પલ્સ રેટ ખુબ જ ઓછી થઇ જાય તો તમે દર્દીની છાતી પર હથેળીથી દબાણ આપીને બ્લડપ્રેશરમાં રાહત આપી શકો છો. પણ જો ખોટી રીતે દબાણ કરવામાં આવે તો એ વ્યક્તિની મુશ્કેલીને વધારી શકે છે. માટે તમારે એ યોગ્ય ટેકનીક પ્રમાણે જ કરવું જોઈએ. એવું કરવા માટે વિશેષ અભ્યાસની જરૂર હોય છે પણ તમે આ ટેકનીક ઈન્ટરનેટ પર CTR ની સાચી રીત એ પ્રમાણે સર્ચ કરીને પણ શીખી શકો છો અથવા તો તેને સંબંધી વિડીયો જોઈને પણ આ કાર્ય કરી શકાય છે.

દોસ્તો તમે હાર્ટએટેકવાળા વ્યક્તિઓને ડીસ્પ્રિન અથવા સૌરબ્રીટેટ જેવી ગોળીઓ પણ આપી શકાય એમ કરવાથી બ્લડપ્રેશરમાં રાહત પ્રાપ્ત થાય છે , પણ ડોક્ટરની સલાહ લીધા વિના તમે આ દવા આપી શકો નહીં અને એટલે તમારે શું કરવાનું કે જો કોઈ વ્યક્તિ તેની બીમારી અને સમસ્યાથી સભાન હશે તો એ ગોળી કદાચ એની પાસે જ હશે તો એ બધું તપાસી લેવું અને જો એની પાસેથી ગોળી નીકળે તો એની તપાસ કરીને એ પીવડાવવી.

Advertisements

જ્યારે તમે દર્દીને હોસ્પીટલે લઇ જતા હોય તો ગાડીમાં લઈ જતા હોય ત્યારે તમારે એમને બેસાડવાના નથી પણ એ દર્દીને તમારે ગાડીમાં સૂવડાવી દેવાના છે માટે એમનું બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થવામાં મદદ મળી જાય અને ઝડપથી એ દર્દીને હોસ્પિટલ લઇ જવાના પ્રયત્નો કરવા કે જેથી કરીને એમને જરૂરી બધી જ સારવાર પ્રાપ્ત થઇ જાય અને કદાચ એવું કરવાથી કોઈ એક વ્યક્તિનો જીવ બચી જાય.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

અત્યાર સુધી આ હસીનાઓ ને નથી મળી શક્યો પતિ નો સુખ, 9 અફેર પછી પણ નંબર એક એ ન કર્યા લગ્ન

આ ચમત્કારિક પાન વર્ષો જૂના ડાયાબિટીસ અને અન્ય રોગને પણ કરે છે દૂર, જાણો છે આ પાન વિષે ?