આપણને મધર્સ ડે ની જરૂર ખરી?

Please log in or register to like posts.
News

માતૃ દેવો ભવ: આ સૂત્ર કઈ UN (સંયુક્ત રાષ્ટ્રસંઘ) કે પછી અમેરિકા,જાપાન અને રશિયા માં થી ક્યાંય નહિ પણ ભારત ની સંસ્કૃતિ અને સભ્યતા માં થી આવેલું છે. આપણને માતૃભક્તિ તથા આદર કોઈ UN કે અમેરિકા એ શીખવવા ની જરૂર નથી પણ આપણે દુનિયા ને શીખવવા ની જરૂર છે. આપણે માત્ર એક દિવસ માટે નઈ પણ માતા જીવે ત્યાં સુધી સંયુક્ત કુટુંબ માં કઈ રીતે રખાય અને શ્રવણ બની માતાપિતા ની સેવા કઈ રીતે કરાય એ આપણે દુનિયા ને શીખવાડીશું.

જો તમે મને હજુ પણ ઇન્સ્ટાગ્રામ પર @harshil_s_mehta અને ફેસબુક પર @harshil.mehta.5030 પર ફોલો ન કર્યો હોય તો કરી લેજો. આ લેખ કેવો લાગ્યો તે મેસેજ કરી જરૂર જણાવજો જેથી હું તમારા માટે નવા નવા લેખ લખતો રહું.

વિદેશો માં જયારે વિભક્ત કુટુંબો થઇ રહ્યા છે ત્યારે ભારત માં પણ આની અસર દેખાઈ રહી છે. માત્ર એક દિવસ માટે સેલ્ફી પાડી ને ફેસબુક અને વોટ્સએપ પર મૂકી નવી પેઢી પોતાની જાત ને કઈંક અલગ જ  સમજવા લાગી છે… જાણે પોતે એકલા જ મહિલા ઓ નો આદર કરતા થઇ ગયા. ભારત જેવા દેશ માં સદીઓ થી માતૃશક્તિ તથા નારીશક્તિ ના સમ્માન ની પરંપરા ચાલી આવે છે. નવરાત્રી જેવા તહેવારો કે જેમાં કન્યા તથા માતા નું પૂજન થાય તે આપણા માતૃભક્તિ તથા નારીશક્તિ ના ઉદાહરણો છે. અને નવરાત્રી એ જ આપણો મધર્સ ડે અને વૂમન્સ ડે છે.

આપણા મન માં સદૈવ એવું ભરમાવા માં આવે છે કે આપણે ભારતીયો એટલે પછાત. પણ શાયદ કોઈ દેશ માં સભ્ય સંસ્કૃતિ પણ નઈ વિકસી હોય ત્યાર થી ભગવાન રામે કહ્યું હતું કે,

जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी

(માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતા પણ ચડિયાતી છે.) પણ અત્યારે તો આપણી પ્રજા નું માનસિક દેવાળું ફૂંકાઈ ગયું હોય ને તેમ લાગી રહ્યું છે.

પશ્ચિમ ના દેશો માં જયારે એમ કહેવાતું હતું કે ‘મહિલાઓ માં આત્મા નથી’ એ પહેલા થી ભારત માં શક્તિ ની આરાધના અને ઉપાસના થતી આવે છે. જયારે પશ્ચિમ માં મહિલાઓ ને મત આપવા નો અધિકાર પણ નહતો ત્યારે આ દેશ માં 1857 માં રાની લક્ષ્મીબાઈએ અંગ્રેજો ને હાંફ ચડાવી દીધો હતો. અમારે કઈ તે વસ્તુ નારીવાદીઓ અને ડાબેરીઓ જોડે થી શીખવા ની જરૂર નથી.

મનુસ્મૃતિ નો શ્લોક,

यत्र नार्यस्तु पूज्यन्ते, रमन्ते तत्र देवता। 

એટલે કે જ્યાં નારી ની પૂજા અર્ચન થાય છે ત્યાં દેવતા નો વાસ હોય છે.તેથી કૃપા કરીને આપણે વિશ્વ જોડે થી નહિ પરંતુ ભારત ની સભ્યતા અને સંસ્કૃતિ માં કે જ્યાં સદા માતા તથા નારી નો આદર અને સમ્માન રહેલું છે તેમાં થી બોધપાઠ કે સલાહ લેવા ની જરૂર છે. પણ તે માટે ભારતીય સંસ્કૃતિ તરફ પાછા વળીને જોવાની તથા એક વિચાર કરવા ની જરૂર છે

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.