in ,

જો મહાશિવરાત્રીના આ ભાવથી કરશો શિવજીની આરાધના, તો મેળવશો અઢળક પુણ્ય

આપણે શિવનાં ચિત્રોમાં અંગ પર લગાવેલી ભસ્મ દેખીએ છીએ એ ભસ્મ ભૌતિક માયાઓને ભસ્મીભૂત કરવાનો સૂચક છે. શિવ ભગવાન ભસ્મનો શણગાર કરેલા હોય છે એ દુનિયાની માયાથી પર થવાનું સૂચવે છે. શિવરાત્રિના દિવસે શિવજીની આરાધના કરવી પણ જો એ આરાધના યોગ્ય રીતે અને યોગ્ય ભાવ સાથે કરવામાં આવે તો જ પુણ્ય મળી શકે છે. તો હવે એ પણ જાણી લો કે હવે આવનારી 21 ફેબ્રુઆરી 2020ની મહાશિવરાત્રિના કેવા ભાવ સાથે આરાધના કરવી જોઈએ?

આ રીતે માણો મહાશિવરાત્રિએ ભગવાન શિવજીને

ચિદાનંદ રૂપ શિવોહમ્ છે

શિવજી કહેવાય છે ‘ત્ર્યંબક’

શિવોહમ્ હું જ શિવ છુંનો ભાવ

આપણે સૌ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ પંચ તત્વોથી ખુબ જ સુપરિચિત છીએ એવું આપણે માની લઈએ. પંચમહાભૂતમાંથી બનેલું આપણું શરીર છેલ્લે તો આ જ પંચમહાભૂતમાં વિસર્જિત જ થાય છે. આખા જીવનભર આ પંચ તત્વો સાથે આપણે અનાયાસ જ જોડાયેલા રહીએ છીએ. આ પાંચથી ઉપર છઠ્ઠું તત્વ જેને માનવામાં આવે છે એ તત્વ છે શિવ તત્ત્વ. નિર્વાણ અષ્ટક્મ્ માં ‘શિવોહમ્…શિવોહમ્’ એવું કહેવામાં આવે છે અને એનો અર્થ એવો થાય છે કે હું જ શિવ છું. ચિદાનંદ રૂપ શિવોહમ, આ ચિદાનંદને આપણે ભૌતિકતામાં રચ્યાપચ્યા રહીને ક્યારનાય ભૂલી ગયા છીએ. ચિદાનંદ એટલે ચિત્ વત્તા આનંદ શરીરના આનંદમાં રમમાણ રહીને માણસ આત્માના આનંદને સાવ ભૂલી ગયો છે.

જગતની બધી જ ભૌતિક્તાનાં અંતે જે શેષ બચે છે એ છે શૂન્ય અને શૂન્યની પર જઈને બેઠુ છે શિવતત્વ. એનો અર્થ એવો થાય છે કે શિવને પામવા કે શિવ થવા માટે બધી જ ભૌતિકતા વળોટીને શૂન્યને પણ ઓળંગીને જવું પડે. શિવજીને આદિયોગી પણ કહેવામાં આવ્યા છે. યોગ એટલે જીવનની ઉર્જાને ઉચ્ચસ્તરે લઈ જવાની પ્રક્રિયા. યોગ પ્રધાનને બદલે આધુનિક જીવન શૈલી ભોગ પ્રધાન બની ગઈ છે. દુન્યવી સુખ સુવિધાઓને ‘માયા’ તરીકે નામ અપાયું છે. જયારે આપણે કાયા અને માયામાંથી મુક્ત થઈએ છે ત્યારે જ શિવનાં સાનિધ્યની પળ મેળવવા આપણે હક્કદાર બનતા હોઈએ છે.

શિવ કહેવાયા છે ‘ત્ર્યંબક’

આપણે શિવનાં ચિત્રોમાં એમના અંગ પર લગાવેલી જે ભસ્મ જોઈએ છીએ એ ભસ્મ ભૌતિક માયાઓને ભસ્મીભૂત કરવાનો સૂચક છે. ભસ્મનો શણગાર કરેલા શિવ દુનિયાની માયાથી પર થવાનું સૂચવે છે. શિવને ‘ત્ર્યંબક’ પણ કહેવામાં આવ્યા છે. શિવનાં લલાટ પર જે ત્રીજું નેત્ર છે એ એ બહારનું જોવા કરતા ભીતરમાં જોવા માટેનું સૂચક છે. બે આંખોથી આપણે બહારની દુનિયાને તો દેખી શકીએ છીએ. બાહરી રંગોથી અંજાયેલી બે આંખ મીંચીને આપણા ત્રીજા નેત્રને શોધવાના પ્રયત્નો કરવા જોઈએ.

શિવનાં ત્રીજા નેત્રનો ઉલ્લેખ આમ તો સંહારના સંદર્ભમાં કથાઓમાં કરવામાં આવેલો છે પણ એનો અર્થ એવો થાય છે કે અંતરમાં અજવાળું રોપવા માટે પહેલા આંખ સામે રહેલા બહારનાં કામ ચલાઉ અજવાળાંઓનો નાશ કરવો ખુબ જ જરૂરી છે. સૃષ્ટિની ઉત્પતિ થઇ એ પહેલા બધે જ અંધકાર હતો અને એ પછી ઊર્જાના કોઈ વિસ્ફોટથી બ્રહ્માંડનું નિર્માણ થયું એવું માનવામાં આવે છે. સર્વવ્યાપ્ત એવા એ અંધકાર ને પણ ‘શિવ’ જ માનવામાં આવે છે. પૌરાણિક ગ્રંથોમાં એક વાત લખાઈ છે. કે શિવમાંથી જ બધું સર્જન થયું છે અને છેલ્લે શિવમાં જ પાછું એનું વિસર્જન પણ થઇ જશે.

આડંબર ખંખેરીને કરી લો શિવભક્તિ

સત્યમ્ – શિવમ્ – સુન્દરમના પાયા પર ઉભી થયેલી પ્રાચીન જીવનશૈલીને નેવે મૂકીને આજનો માણસ સુખ શાંતિ કઈ રીતે મેળવી શકે ? સત્ ચિત આનંદની પ્રાચીન પ્રણાલી તો સાવ ભુલાઈ જ ગઈ છે. તો આજે સત્ય સાથે આપણે કાંઈ લેવા દેવા નથી. જો સુંદરને માણવા અને પ્રમાણવાની દૃષ્ટિ જ નથી રહી તો પછી જીવનમાં શિવ તત્વનું આહ્વાન તો કેવી રીતે શક્ય બને? જીવને શિવમય બનાવવા માટે આડંબરોને ખંખેરી, આત્માની ઊર્જાને ઉજાગર કરીને, ભૌતિકતાના ભેદભરમને છેટે મૂકીને, માયામાંથી કાયાને અલિપ્ત કરીને, શૂન્યમાં તન્મય થવાના પ્રયત્નો કરીએ તો કદાચ આપણા ભીતરમાં ઓમકારનો નાદ ગૂંજે એવું બને.

ભભૂતિની કિંમતથી જ વિભૂતિ આકાર પામે છે

એક બિલ્વપત્ર ચડાવીએ તો એ સમયે સાથો સાથ આપણો એક એક દુર્ગણ પણ આપણે ઉતારતા જવાનો હોય છે. શિવનો નંદિ જે રીતે શિવ સામે એક ચિત્ત થઈને ધ્યાનસ્થ રહે છે. એ રીતે આપણો પણ સદ્વૃત્તિઓને અને સત્કર્મને હૃદયસ્થ કરતા રહીને શિવ પર ધ્યાન કેન્દ્રિત કરવું જ રહ્યું. અહંકાર અને ઓમકાર એ બંનેને એક જગ્યાએ એક સાથે ના રાખી શકાય. આપણને ભભૂતિની સાચી કિંમતનું જ્ઞાન થાય એ પછી જ આપણી અંદર એક વિભૂતિ આકાર લઈ શકે છે.

જન્મ-કર્મ-મૃત્યુનું આ સ્વરૂપ મહાદેવ તમારું મુક્ત કરશે. અન્યથા કર્મ પ્રમાણે બુદ્ધિ ભેદનો ભાવ ઉત્પન્ન કરી માણસ શિવ શિવને ભજે છે. માયા સાથે કર્મની સજા ઈશ્વર ચોક્કસ આપી ફરી પૃથ્વી ઉપર મહાદેવ તમને જન્મ આપે છે. ઈશ્વરનું આ જ કાલ ચક્ર છે. માનવ દેહનું માયા સાથેના જગતનું અસ્તિત્વ દૂર થઇ ગયું. માનવનો વિષ્ણુ સ્વરૂપ મનનાં પ્રપંચનો દંડ દૂર બની જીવન અને આત્મા સાથે મન આંતરિક પરમાણુ બુદ્ધિ એક બની ગયા.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

TRP મેળવવા માટે નેહા અને આદિત્યએ તો કરી બધી હદો પાર ,ફક્ત પૈસા માટે કર્યું આટલું નાટક

જાણો છો અમિતાભને ફિલ્મોમાં સાઈન કરવા કેટલા અઘરા છે? છેલ્લે સુધી