in

આ રીતે કરો પોતાના ચેહરા ની મસાજ, વરસો વરસ સુધી જુવાન રહેશો તમે અને તમારી ત્વચા

આજ ની ભાગદોડ ભરી જીંદગી માં લોકો ની પાસે પોતાના માટે સમય ઘણો ઓછો મળે છે, આ કારણે એ પોતાનું ધ્યાન સારી રીતે નથી રાખી શકતા. પોતાનું સ્વાસ્થ્ય અને પોતાની  ત્વચા નું સારી રીતે ધ્યાન ન રાખવાના કારણે વ્યક્તિ ઘણી જલ્દી ઘરડો લાગવા લાગે છે. જો વાત સ્ત્રીઓ ની કરી હોય તો એમના માટે તો આ હજુ વધારે જરૂરી થઇ જાય છે એ પોતાના ચહેરા ને સારી રીતે સંભાળ કરે. ચહેરા ની સંભાળ ની એક સૌથી સારી રીત એ છે કે એનું નિયમિત મસાજ કરવામાં આવે. ચહેરા નું મસાજ કરવા થી ચહેરા ના ટિશ્યુ માં લોહી નો સંચાર વધે છે એના કારણે ત્વચા ચમકદાર અને જુવાન દેખાવા લાગે છે.

ચહેરા ના મસાજ થી ચહેરાનો મોટાપો અને રીંકલપણ ઓછા થઈ જાય છે. ઘણા ઓછા લોકો ને આ વિશે જાણકારી છે કે સારી રીતે કરવા માં આવેલા ચહેરા ના મસાજ થી તણાવ માં ઘટાડો થાય છે. આનાથી માણસ ને શાંતિ અને આરામ નો અનુભવ થાય છે. આ જ કારણ છે કે જાણકાર લોકો ના પ્રમાણે દરેક વ્યક્તિ એ પ્રતિદિવસ ઓછામાં ઓછું એક વાર પોતાના ચહેરા નું મસાજ જરૂર કરવો જોઈએ.

ચહેરા ના મસાજ કરવા ની રીત :

ચહેરા નું મસાજ કરવા ની પહેલાં સાફ પાણી થી પોતાના ચહેરાને સારી રીતે ધુઓ. આના માટે તમે કોઈ સારા બ્રાન્ડ ના ક્લીન્ઝર નો ઉપયોગ કરી શકો છો. ચહેરો ધોયા પછી એને સાફઅને નરમ ટુવાલ થી સારી રીતે લૂછીલો.

ચહેરો સારી રીતે સુકાઈ ગયા પછી તમે કોઈ સારા તેલ નો ઉપયોગ પોતાના ચહેરા ના મસાજ માટે કરી શકો છો. બદામ, ઓર્ગન અને જોજોબા ના તેલ નું તમે પોતાના મસાજ માટે ઉપયોગ કરી શકો છો.

જો તમારી ત્વચા ઘણી શુષ્ક છે તો તમે બદામ અથવા ઓર્ગન ના તેલ નો ઉપયોગ કરી શકો છો. મધ્યમ અને તૈલીય ત્વચા માટે તમે જોજોબા અથવા તો પછી કેસ્ટર ઓઇલ નો ઉપયોગ કરી શકો છો. જો તમે પોતાની ત્વચા ઉપર તેલ નો ઉપયોગ નથી કરવા માંગતા તો પોતાની પસંદ નું કોઈ મોશ્ચ્યુરાઈઝ નો પણ ઉપયોગ કરી શકો છો.

જાણકારી પ્રમાણે વિષાક્ત પદાર્થો ચહેરાના લિમ્ફ નોડસુધી આવી શકે છે. આ વ્યક્તિ ના ગળા ની તરફ કાન ની નીચે આવેલું હોય છે. આ જગ્યા ની મસાજ કરવા થી વિષાક્ત પદાર્થ નીકળી જાય છે અને ચહેરા ની તરફ આવવા થી રોકાઈ જાય છે. મસાજ કરવા માટે તમે પોતાની આંગળીઓ ની ટીપ્સ નો ઉપયોગ કરી શકો છો એક મિનિટ સુધી સર્ક્યુલર મોશન માં પોતાના લિમ્ફએરિયા નો મસાજ કરો.

મોટા સર્કલ લઈને પોતાના કાન ની નીચે થી નીચે ગળા સુધી અને ઉપર જડબા ની રેખા સુધી મસાજ કરવું. મસાજ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે મસાજ હલ્કા હાથો થી કરો. ચહેરા ની ત્વચા ઘણી સંવેદનશીલ હોય છે, એટલા માટે વધારે ભાર આપી ને મસાજ કરવા થી મુશ્કેલી થઇ શકે છે.

મસાજ કરતી વખતે ચહેરા ના દરેક ભાગ નું ધ્યાન રાખવું જોઈએ. જડબા ની સાઈડ માં,મો ના ખૂણા ની વચ્ચે, નાક ની બાજુમાં, અને ચીકબોન્સની ઉપર મસાજ કરો. મસાજ કરતી વખતે આપણે હંમેશા ત્વચા ને ઉપર ની બાજુ ઉઠાવવું જોઈએ, નીચેની બાજુ ધકેલવા થી સેગિંગ થઇ શકે છે.

માથા નું મસાજ ખુણા ના ભાગ થી શરૂ કરીને ધીમે ધીમે માથા ની વચ્ચે જાઓ અને પછી પાછા આવો. આવું લગભગ એક મિનિટ સુધી કરો.

આંખ ની આસપાસ ના વિસ્તાર નું મસાજ કરવું બિલકુલ પણ ના ભૂલવું જોઈએ. આંખો ની આસપાસ મસાજ કરવા થી આંખો તેજ થાય છે. એની સાથે જ આંખો ની આસપાસ ના કાળા ઘેરા બનવા નું પણ બંધ થઈ જાય છે. આંખો ની આસપાસ ની ત્વચા ઘણી નાજુક હોય છે એટલા માટે મસાજ કરવા માટે વધારે તેલ અથવા મોઈશ્ચરાઈઝર નો ઉપયોગ કરો.

ધીમે-ધીમે ફરી થી પોતાના ચહેરા ના દરેક ભાગ નો મસાજ કરો. આવું કરવા થી થોડાક જ દિવસ માં તમારી ત્વચા ચમકદાર અને જુવાન દેખાવા લાગે છે.

ટિપ્પણી

30 જુલાઈનું રાશિફળઃ જાણો આજે આપનો દિવસ કેવો રહેશે

આ છે સાંઈબાબા ના 5 અવિશ્વસનીય ચમત્કાર જેના વિશે જાણી ને તમારા પગ નીચે થી જમીન ખસી જશે.