in , ,

દિવાળી 2019: જાણો આખરે કેમ માં લક્ષ્મીની પૂજા દિવાળી પર કરવામાં આવે છે ?

કારતક મહિનાના આગમન સાથે જ દીવાઓનો તહેવાર શરુ થઇ જાય છે. માન્યતા એવી છે કે ભગવાન રામ આ દિવસે લંકા પર વિજય મેળવીને અને પોતાના 14 વર્ષોનો વનવાસ પૂરો કરીને પાછા અયોધ્યા આવ્યા હતા. એમના આવવાની ખુશીમાં સમગ્ર રાજ્યને દીવાઓથી જગમગ કરવામાં આવ્યું હતું. ત્યારથી જ આ તહેવાર ઉજવવામાં આવે છે. પણ આ દિવસે માં લક્ષ્મીજી પૂજા પણ કરવામાં આવે છે. કહેવાય છે કે ધનની દેવી માં લક્ષ્મી આ દિવસે ઘરમાં પ્રવેશ કરે છે.આવો જાણીએ કે દિવાળી પર માં લક્ષ્મીજીની આરાધના કેમ કરવામાં આવે છે?

ભારતીય કાલગણના પ્રમાણે 14 મનુઓનો સમય પસાર અને પ્રલય થયા પછી પુનનિર્માણ અને નવી સૃષ્ટિનો આરંભ દિવાળીના દિવસથી જ થયો છે. નવારંભને કારણે કારતક અમાસને કાલરાત્રિ પણ કહેવામાં આવે છે.

આ દિવસે સૂર્ય પોતાની સાતમી એટલે કે તુલા રાશિમાં પ્રવેશ કરે છે અને ઉત્તરાર્ધનો પ્રારંભ થાય છે. માટે કારતક માસની પહેલી અમાસ જ નવી શરૂઆત અને નવનિર્માણનો સમય હોય છે.

ઝીવિદ્યાર્ણવ તંત્રમાં કાલરાત્રિને શક્તિ રાત્રીની સંજ્ઞા આપવામાં આવી છે. કાલરાત્રિને શત્રુનો વિનાશક માનવામાં આવ્યો છે સાથે જ શુભત્વનો પ્રતીક ,સુખસમૃદ્ધિ પ્રદાન કરવાવાળું માનવામાં આવ્યું છે.

ધાર્મિક કથાઓ પ્રમાણે કારતક માસની કૃષ્ણ પક્ષની અમાસના જ સમુદ્ર મંથનથી માં લક્ષ્મીનું આગમન થયું હતું. એક બીજી માન્યતા પ્રમાણે આ દિવસે માં લક્ષ્મીનો જન્મ દિવસ હોય છે. કેટલીક જગ્યાઓ પર આ દિવસને દેવી લક્ષ્મીના જન્મદિવસ રૂપે મનાવવામાં આવે છે.

ટિપ્પણી

ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદવી હોય છે શુભ, જાણો શું ખરીદી શકાય અને શું નહિ ?

લાલ કલરના ડ્રેસમાં રીવાની રાજકુમારીએ કરાવ્યું શાહી બ્રાઇડલ શૂટ, પ્રિયંકા-અનુષ્કા સાથે છે ખાસ કનેકશન