હીરાથી બન્યો છે આ આખો ગ્રહ, અને અહીંના વાદળો સૂર્યથી પણ મોટા છે

Please log in or register to like posts.
News

સામાન્ય રીતે તો સ્પેસ વિશે ઓછા લોકોને જાણકારી હોય છે, પણ તેમાં અનેક એવી ચીજો હોય છે જે આપણને ચોંકાવી દે છે. કેટલાક વર્ષોમાં સ્પેસ વિશે જે ડિસ્કવરી થઇ તેમાં 7 ચીજો એવી છે જેને વિશે પહેલાં વિચારી પણ શકાતું ન હતુ. શું છે આ ડિસ્કવરી…

2011માં સ્પેસમાં એક એવા ગ્રહની શોધ થઇ જે કાર્બનથી બન્યો છે. કાર્બન જેનાથી હીરો બને છે. આ ગ્રહ પૃથ્વી પર મળતા ડાયમંડથી પણ વધારે ક્વોલિટી ધરાવે છે. આ ગ્રહનું નામ PSR J1719-1438 b કે પલ્સર પ્લેનેટ છે. સ્પેસ સાયન્ટિસ્ટના અનુસાર તે પહેલાં એક સ્ટાર હતો, પછી તેનું મૃત્યુ થયું તો તે પ્લેનેટમાં બદલાઇ ગયો.

સાયન્ટિસ્ટને સ્પેસમાં એવા વાદળ જોવા મળ્યા જે સૂર્યથી પણ 1 લાખ ગણા મોટા છે. આ ત્યારે બન્યું જ્યારે બ્લેક હોલની ઘટના થતી. આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે સૂર્ય સૌથી મોટો તારો છે પણ હાલમાં જ તેની શોધ થઇ છે. તેના અનુસાર સૂર્યથી પણ 1500 ગણો આકારનો આ સ્ટાર શોધી લેવાયો છે.

2015માં સ્પેસમાં એક એવા ગ્રહની શોધ કરાઇ જે પૃથ્વી જેવો છે. તેને HD 219134b નામ આપવામાં આવ્યું છે. આ પૃથ્વીથી 21 પ્રકાશ વર્ષના અંતરે છે. આપણે જાણીએ છીએ તેમ તારાનું ટેમ્પ્રેચર વધારે રહે છે પણ એક એવો તારો પણ છે જેનું ટેમ્પ્રેચર 27 ડિગ્રી સેલ્સિયસ છે, જેવું પૃથ્વી પર સામાન્ય દિવસોમાં હોય છે.

સ્પેસમાં પણ વીજળી ચમકે છે. જે પાવરફૂલ હોય છે અને તેમાં 500 લાખ ટન ઉર્જા હોય છે. તમે જાણો જ છો કે એક ટીપું કેટલું નાનું હોય છે પણ સ્પેસમાં એક આવું ટીપું જોવા મળે તો તે 200 મિલિયન પ્રકાશ વર્ષ જેટલું મોટું હોય છે. એક પ્રકાશ 5,878,499,810,000 મીલ લાંબો હોય છે.

તો જરા વિચારી તો જુઓ…. આપડી પૃથ્વી તો સાવ નાની છે આખા બ્રહ્માંડ ની સામે… પૃથ્વી પર નાનકડો આપડો દેશ… એનાં થી પણ નાનું એવું આપણું ઘર હોય અને એમા ય આપડે સરખી રીતે પ્રેમ થી નથી રહી શકતા, અને આ દુનિયા બ્રહ્માંડઅ માં ક્યાં છેક પહોચી ગઇ છે. જો આ આર્ટિકલ માં કાંઇક જાણવા મળ્યું હોય તો વધારે આગળ મોકલજો… જય હિન્દ.

સંકલન. // પ્રતિક એચ જાની

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.