in , ,

ધનતેરસ 2019 : મહાલક્ષ્મી પૂજાથી બે દિવસ પહેલા કેમ મનાવવામાં આવે છે ધનતેરસનો તહેવાર

કારતક કૃષ્ણ તેરસની તિથિએ ધનતેરસનો તહેવાર મનાવવામાં આવે છે અને આ દિવસથી દિવાળીના મહાપર્વની શરૂઆત પણ થઇ જાય છે. ધાર્મિક શાસ્ત્રો પ્રમાણે આ દિવસે ભગવાન ધનવંતરીનો જન્મ થયો હતો. માટે એ ધનતેરસના તહેવાર રૂપમાં મનાવવામાં આવે છે. એ સિવાય આ દિવસે માતા લક્ષ્મી અને કુબેરની પણ પૂજા થાય છે.

ભગવાન ધનવંતરીની ઉત્પત્તિ :

ભગવાન ધનવંતરી સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. આવો હવે જાણીયે ધનતેરસ સાથે જોડાયેલી કેટલીક કથાઓ વિષે જેનાથી એ ખબર પડે છે કે દિવાળી પહેલા ધનતેરસ કેમ મનાવવામાં આવે છે અને ધનતેરસનું આપણા જીવનમાં શું મહત્વ છે ?

ધનતેરસ કથા :

શાસ્ત્રો પ્રમાણે ધનતેરસના દિવસે જ ભગવાન ધનવંતરી હાથોમાં સ્વર્ણ કળશ લઈને સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયા. ધનવંતરીએ કળશમાં ભરીને અમૃત દેવતાઓને પીવડાવીને અમર બનાવી દીધા. ધનવંતરીના જન્મના બે દિવસો પછી લક્ષ્મી પ્રગટ થયા માટે દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસનો તહેવાર મનાવવામાં આવે છે.

શાસ્ત્રો પ્રમાણે ભગવાન ધનવંતરી દેવતાઓના વૈદ્ય પણ છે. એમની ભક્તિ અને પૂજાથી આરોગ્ય સુખ એટલે કે સ્વાસ્થ્ય લાભ મળે છે. માન્યતા છે કે ભગવાન ધનવંતરી વિષ્ણુના અંશાવતાર છે. સંસારમાં ચિકિત્સા વિજ્ઞાનના વિસ્તાર અને પ્રસાર માટે જ ભગવાન વિષ્ણુએ ધનવંતરીનો અવતાર લીધો હતો.

ધનતેરસ સાથે જોડાયેલી એક બીજી કથા છે કે કારતક કૃષ્ણ પક્ષની તેરસના દિવસે દેવતાઓના શુભ કાર્યમાં બાધા નાખવાને કારણે ભગવાન વિષ્ણુએ અસુરોના ગુરુ શુક્રાચાર્યની એક આંખ ફોડી નાખી હતી. કથા પ્રમાણે, દેવતાઓને રાજા બલીના ભયથી મુક્તિ અપાવવા માટે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો. વામન ભગવાન દ્વારા માંગવામાં આવેલી ત્રણ પગ ભૂમિ દાન કરવા માટે કમન્ડલથી જળ લઈને સંકલ્પ લેવા લાગ્યા. બલીને દાન કરવાથી રોકવા માટે શુક્રાચાર્ય રાજા બલીના કમન્ડલમાં લઘુ રૂપ ધારણ કરીને પ્રવેશ કરી લીધો.

ત્યારે ભગવાન વામને પોતાના હાથમાં રાખીને કુશાને કમન્ડલમાં એવી રીતે રાખ્યું કે શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. એ પછી રાજા બલીએ સંકલ્પ લઈને ત્રણ પગ ભૂમિ દાન કરી દીધું. આ રીતે બલિના ભયથી દેવતાઓને મુક્તિ મળી ગઈ અને બલિએ જે ધનસંપત્તિ દેવતાઓ પ્રસેથી છીનવી લીધી હતી એનાથી કેટલા ગણા ધનસંપત્તિ દેવતાઓને ફરીથી મળી. એટલા માટે પણ ધનતેરસનો તહેવાર મનાવવામાં આવે છે.

દિવાળીના બે દિવસ પહેલા મનાવાય છે ધનતેરસ :

ધાર્મિક શાસ્ત્રો પ્રમાણે ધનવંતરીના ઉત્પન્ન થયાના બે દિવસો પછી દેવી લક્ષ્મી પ્રગટ થઇ. માટે દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસનો તહેવાર મનાવવામાં આવે છે.

ટિપ્પણી

લાલ કલરના ડ્રેસમાં રીવાની રાજકુમારીએ કરાવ્યું શાહી બ્રાઇડલ શૂટ, પ્રિયંકા-અનુષ્કા સાથે છે ખાસ કનેકશન

ઐશ્વર્યાથી લઈને પ્રિયંકા સુધી ,આ પાંચ અભિનેત્રીઓ પોતાનાથી નાની ઉંમરના પાર્ટનરને દઈ બેઠી દિલ