in

ભલે કાલે દેવઉઠી અગિયારસ હતી પણ સૂર્યના રાશિ પરિવર્તનના લીધે લગ્નના મુહૂર્ત છે 18 નવેમ્બર પછી

બૃહસ્પતિ અને સૂર્યના રાશિ બદલાય છે માટે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં 14 દિવસ લગ્નના શુભ મુહૂર્ત આવવાના છે

ધર્મ ડેસ્ક- ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી જ્યારે દૈવોત્થાન એકાદશી આવે એટલે જાગે માટે એ પછી લગ્નના શુભ મુહૂર્તની શરૂઆત થાય છે. કુંડળી મેળાપ બાદ ભાવ અને ભાવેશની સ્થિતિ, ગ્રહોની દશાની સાથે જ લગ્ના શુભ મુહૂર્ત નક્કી થતા હોય છે. દેવ ઊઠી એકાદશીની પહેલાં લગ્નના કારક ગ્રહ બૃહસ્પતિ(ગુરુ ગ્રહ) રાશિ બદલીને 12 વર્ષ પછી પોતાની રાશિ ધનમાં આવી રહ્યો છે. બૃહસ્પતિના ધન રાશિમાં ગોચર શુભ માનવામાં આવે છે. દેવઊઠી એકાદશીના 9 દિવસ બાદ સૂર્ય પણ રાશિ બદલી રહ્યો છે. લગ્નના મુહૂર્તમાં વર માટે સૂર્ય અને કન્યા માટે બૃહસ્પતિની સ્થિતિ જોવામાં આવતી હોય છે. એટલે જ આ બંને ગ્રહોના રાશિ પરિવર્તનના કારણે આ વખતે લગ્નના ઘણા શુભ મુહૂર્ત બનવા જઈ રહ્યા છે.

Advertisements

દેવઊઠી એકાદશીના તો કોઈ શુભ મુહૂર્ત નથી-

દેશભરમાં દેવઊઠી એકાદશીની 8 નવેમ્બરે એટલે કે આજે ઉજવણી કરવામાં આવશે. સામાન્ય રીતે તો દેવઊઠી એકાદશીના દિવસથી જ લગ્નની શરૂઆત થઇ જતી હોય છે. જ્યોતિષિઓના કહેવા મુજબ કારતક માસની આ એકાદશી અબૂઝ મુહૂર્ત ગણાતું હોય છે, અને એ મુહૂર્તને માંગલિક કાર્યો માટે સૌથી શુભ માનવામાં આવે છે, જોકે આ વર્ષે એવું નથી. એવા શુભ મુહૂર્ત માટે લોકોએ 10 દિવસ સુધીની રાહ જોવી પડશે. દેવઊઠી એકાદશી પછી સૌથી પહેલું લગ્ન મુહૂર્ત 19 નવેમ્બરના આવે છે. નવેમ્બરમાં તો સતત સારા મુહૂર્ત છે. દેવોના ઊઠતાની સાથે જ લગ્ન મુહૂર્તની શરૂઆત થઇ જતી હોય છે, પણ આ વર્ષે એવું નથી, એનું કારણ છે કે વર્તમાન સમયમાં સૂર્ય તુલામાં છે. તુલા રાશિમાં સૂર્ય હોય એટલે લગ્ન થઇ શકે નહિ.

નવેમ્બર અને ડિસેમ્બરમાં 14 દિવસ લગ્ન મુહૂર્ત આવશે-

દેવ પ્રબોધિની એકાદશી 8 નવેમ્બરે એટલે કે આજે છે. એ પછી 17 નવેમ્બરે સૂર્યના રાશિ પરિવર્તનની સાથે જ 18 નવેમ્બરથી લગ્નની શરૂઆત થઈ જશે અને એ 15 ડિસેમ્બર સુધી રહેશે. આ દિવસોમાં ફક્ત 14 દિવસ જ લગ્નના મુહૂર્ત છે. 13 ડિસેમ્બરથી 13 જન્યુઆરી સુધી મળમાસ રહેવાને કારણે આ દિવસોમાં લગ્ન થઇ શકશે નહીં.

એ પછી 2020માં મકર સંક્રાંતિ બાદ 15 જાન્યુઆરીથી લગ્નની શરૂઆત થઈ જશે. 11 જુલાઈ બાદ તો લગ્ન મુહૂર્ત નથી હોતા. જુલાઈમાં પ઼ડતી દેવશયની એકાદશીથી નવેમ્બર દેવઊઠી એકાદશી સુધી ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં રહેતાં હોય છે. એટલે આ 4 મહિનાઓ દરમિયાન લગ્ન માટે કોઈ જ મુહૂર્ત હોતા નથી.

Advertisements

જાણી લો નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્નના મુહૂર્ત-

નવેમ્બરમાં- : 19, 21, 22, 28, 29 અને 30 નવેમ્બર

ડિસેમ્બરમાં : 1, 5, 6, 7, 10, 11 અને 12 ડિસેમ્બર

ટિપ્પણી
Advertisements

દેવદિવાળી પર ફક્ત આ કાર્યો કરો , જેનાથી મળશે જન્મોના પાપોમાંથી મુક્તિ

કેમ યોજાય છે અન્નકૂટ ? જાણો છો એનું સાચું માહાત્મ્ય ? કેવી રીતે થઇ શરૂઆત ?