in

એક એવું મંદિર જ્યાં દેવી માતા ત્રણ સ્વરૂપ ધારણ કરે છે, સવારે કન્યા, બપોરે યુવાન અને રાતે વૃદ્ધ

તમે પણ દેવી માતા નાં જુદા જુદા સ્વરૂપો વિશે અનેકવખત સાંભળ્યું હશે. ઘણા મંદિરમાં જુદા જુદા રૂપે દર્શન પણ કર્યા હશે પણ શું તમે એક જ મૂર્તિનાં જુદા જુદા સ્વરૂપ બદલાતા જોયા છે? જી હાં, દેવી માતા નું એક એવું મંદિર પણ આવેલું છે જ્યાં દિવસનાં ત્રણ પહોર પ્રમાણે અલગ અલગ ત્રણ રૂપમાં દર્શન થાય છે. આ ચમત્કારી મંદિર વીસ-ભુજા દેવીનું છે જે મધ્ય પ્રદેશનાં ગુના જિલ્લામાં ઉપસ્થિત છે.

ભારત દેશને એક આસ્થાનો દેશ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આધ્યાત્મિક અને પ્રાચીન માન્યતાઓનાં પ્રમાણે અનેક સ્વરૂપ જોવા મળે છે. દેશનાં દરેક વિસ્તારમાં તમને ધાર્મિક અને શ્રદ્ધાનાં અલગ અલગ સ્વરૂપ જોવા મળી જશે. આવું જ કંઈક ચમત્કારી રૂપ છે વીસ-ભુજા દેવીનું. મધ્યપ્રદેશમાં ગુના જીલ્લાનાં મેઈન મથકથી 8 કી.મી. દૂર વીસ-ભુજા દેવીનું મંદિર આવેલ છે. ઊંચા-ઊંચા પર્વતો વચ્ચે વીસ-ભુજા દેવીનો દરબાર ભરાય છે. એવું માનવમાં આવે છે કે મંદિરમાં વીસ-ભુજા દેવીની જે પ્રતિમા લાગેલ છે એમાં એક દિવસમાં જુદા જુદા સમયે માતાનાં જીવનકાળનાં દર્શન થાય છે. સવારે માતાનો ચહેરો એક નાનકડી કન્યા જેવો સુંદર જોવા મળે છે પછી બપોરે યુવા-કાળનું સૌંદર્ય ખીલે છે અને ત્યારપછી સાંજનાં વાજતે દેવી પ્રતિમા પર પ્રૌઢ-કાળનું તેજ જોવા મળી જાય છે.

આ મંદિરનું એક દ્વિતીય રહસ્ય એવું છે કે – માઁ વીસ-ભુજા દેવીની વીસ ભુજા છે જેને કોઈ ગણી નથી શકતું. જે ભક્ત પર માતાની કૃપા અવશ્ય હોય, એને જ વીસ ભુજા ગણી શકવાનું સુખ પ્રાપ્ત થાય છે. પહેલા માતા વીસ-ભુજા એક નાનકડા મંદિરમાં સ્થતિ હતા. ધીરે-ધીરે જીર્ણોદ્ધાર કરીને ભવ્ય મંદિરનું બનાવવામાં આવ્યું.

આ મંદિરમાં મા દુર્ગાની 20 હાથવાળી મૂર્તિ સ્થાપિત છે. અહીંયા ત્રણ ખૂબ જ મોટા દીપ-સ્થંભ છે, જેના ઉપર નવરાત્રિ દરમિયાન સેંકડો દિવા કરવામાં આવે છે. જ્યારે આ દીપ-સ્થંભ પર દિવા સળગતા હોય, એ નજારો ખૂબ જ આહલાદ્દક લાગે છે. મંદિરની ચારેબાજુ નાની-નાની પર્વતમાળા છે જેથી વરસાદની ઋતુમાં આ સ્થળ ખૂબ જ રમણીય લાગે છે. મંદિરથી થોડેક દૂર એક નદી પસાર થાય છે જે આ સ્થળને વધુ ખૂબસૂરત બનાવે છે.

ટિપ્પણી

સાપ્તાહિક રાશિફળઃ 29 માર્ચ થી 4 એપ્રિલ 2020

સલમાનખાનની “સુમનની” પુત્રી છે એકદમ સુંદર, બસ આ વાતમાં પડે છે અલગ