in

વિજયનો જશ્ન મનાવતા AAPના એક MALના કાફલા પર અચાનક જ હુમલો, કાર્યકર્તાનું નિધન

દિલ્હીની મહારેલી વિધાનસભા સીટ પરથી આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય નરેશ યાદવ પર અજ્ઞાત માણસોએ મંગળવારે મોડી રાતે અચાનક જ હુમલો કરી દીધો. આ હુમલામાં આપનાઅશોક માન નામના એક કાર્યકર્તાનું નિધન થયું. ત્યાં એક બીજા કાર્યકર્તા હરેન્દ્ર ભારે રીતે ઘાયલ થયા. મળતી માહિતી અનુસાર નરેશ પર ગોળીઓથી હુમલો એ સમયે થયો જ્યાં તેઓ ચૂંટણી પરિણામ આવ્યા બાદ મંદિરથી પાછા ફરતા હતા. નરેશને કિશનગઢમાં થયેલા હુમલામાં કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી. ઘાયલને નજીકની હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો.

હુમલાને ધ્યાનમાં લઇ નરેશ યાદવે જણાવ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે. મને હુમલા પાછળનું કારણ ખ્યાલ નથી પરંતુ આ અચાનક થયું. જે ગાડીમાં હતો તેના પર હુમલો થયો. મને વિશ્વાસ છે કે જો પોલીસે યોગ્ય રીતે તપાસ કરી તો હુમલાખોર પકડાઇ જશે. તો આમ આદમી પાર્ટીના પ્રવકતા સંજય સિંહે કેન્દ્ર સરકારને આધીન આવનાર દિલ્હી પોલીસ પર પ્રહારો કર્યા. સંજયે ટ્વીટ કરી કે મહારેલી ધારાસભ્ય નરેશ યાદવના કાફલા પર હુમલો, અશોક માનની સરેઆમ હત્યા આ છે ગિલ્હીમાં કાયદાનું રાજ, મંદિરથી દર્શન કરીને પાછા ફરતા હતા નરેશ યાદવ.

 

 

જાણવા મળ્યું છે કે દિલ્હી વિધાનસભામાં આપ એ 62 સીટો પર જીત હાંસિલ કરી અને આપની વોટ હિસ્સેદારી 53.57 ટકા રહી. ભાજપ 8 સીટો પર જીત પ્રાપ્ત કરી અને 38.51 ટકા વોટ મળ્યા. કોંગ્રેસનું ખાતું ખૂલ્યું નથી અને તેનો વોટ શેર 4.26 ટકા રહ્યો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

સૂર્યનું કુંભ રાશિમાં થઈ જશે ગોચર, આ ચાર રાશિના જાતકોને ફાયદો જ ફાયદો

48 સિટનો પહેલાથી દાવો કરતા ટ્વીટ બાબતે પૂછ્યો પ્રશ્ન તો મનોજ તિવારીએ કટાક્ષ કરતા આપી દીધો ઉત્તર